બોલીવુડમાં દર વર્ષે હજારો ચહેરા પોતાનું નસીબ અજમાવવા આવે છે, પરંતુ તક દરેકને નથી મળી શકતી. તેમાં અમુક સ્ટારકીડ પણ હોય છે. જેને પેરેન્ટ્સને કારણે ફિલ્મોમાં કામ તો મળી જાય છે પરંતુ તેના નસીબનો નિર્ણય દર્શક જ કરે છે. દર વખતની જેમ આ વર્ષે ૨૦૨૦માં પણ લગભગ ૭ નવા ચહેરા બોલીવુડમાં પ્રવેશ લેવા તૈયાર છે પરંતુ તેમાંથી કેટલા બોક્સ ઓફીસ ઉપર ઉભા રહેશે અને કેટલા ધડામ થશે તે આવનારો સમય જ બતાવી શકે છે. ૨૦૨૦માં ડેબ્યુ કરવા તૈયાર છે આ ૭ ચહેરા.
દર વર્ષ બોલીવુડમાં નવા ચહેરા આવે છે. તે તો આપણે જાણીએ જ છીએ પરંતુ આ નવા કલાકારોના નસીબનો નિર્ણય દર્શકો જ કરે છે અને આ વર્ષે પણ ઘણા સ્ટારકીડ પણ આ લીસ્ટમાં જોડાઈ ગયા છે. હવે તેમાંથી ક્યા સ્ટારકીડ ઇન્ડસ્ટ્રીમાં લાંબી પાળી રમશે તે આવનારો સમય જ બતાવશે. આવો નાખીએ આ લીસ્ટ ઉપર એક નજર.
અલાય એફ :-
૯૦ના દશકની હોટ હિરોઈન પૂજા બેદી ફિલ્મોથી વધુ પોતાના ગ્લેમરને લઈને સમાચારોમાં રહી છે. પૂજા બેદીની સુંદર દીકરી અલાયાએ હાલમાં રીલીઝ ફિલ્મ જવાની જાનેમનથી ડેબ્યુ કર્યું છે. તેમાં તે સૈફ અલી ખાન અને તબ્બુ સાથે જોવા મળી અને લોકો આ ફિલ્મમાં તેની ઘણી પ્રસંશા પણ કરી રહ્યા છે.
અહાન શેટ્ટી :-
સુનીલ શેટ્ટીની દીકરી આથીયા શેટ્ટી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે, પરંતુ હવે તેના દીકરા અહાન શેટ્ટી પણ ડેબ્યુ કરવાના છે. અહાન સાઉથની એક સુપરહિટ ફિલ્મની રીમેકમાં જોવા મળશે જેનું નામ તડપ છે. તેની અપજીટ તારા સુતારિયા હિરોઈન હશે.
કીર્તિ સુરેશ :-
સાઉથની પોપુલર હિરોઈન કીર્તિના લાખો પ્રશંસકો છે. વર્ષ ૨૦૧૮માં મહંતી માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા વાળી આ વર્ષે બોલીવુડમાં ડેબ્યુ કરશે. તે અજય દેવગન સાથે ફિલ્મ મેદાનમાં જોવા મળશે અને આ ફિલ્મ આ વર્ષના અંતમાં રીલીઝ થશે.
માનુષી છીલ્લર :-
વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડનો એવોર્ડ જીતવાવાળી માનુષી છીલ્લરને બોલીવુડમાં બ્રેક અક્ષય કુમાર સાથે મળ્યો છે. અક્ષય કુમાર સાથે માનુષી છીલ્લર પૃથ્વીરાજ ચોહાણની બાયોપિકમાં જોવા મળશે. તેમાં તે પૃથ્વીરાજ ચોહાણની પત્ની સંયોગીતાના પાત્રમાં જોવા મળશે.
ક્રીસ્ટલ ડીસુજા :-
વર્ષોસુધી ટીવી સ્ક્રીન ઉપર રાજ કરનારી હિરોઈન ક્રીસ્ટલ સ્ક્રીન ઉપર ડેબ્યુ કરવાની છે. અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી સાથે ફિલ્મ ચહેરામાં પોતાની બોલીવુડની નવી પાળી રમવા જઈ રહી છે. આ ફિલ્મ પણ આ વર્ષે રીલીઝ થવાની છે.
શાલીની પાંડે :-
સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ અર્જુન રેડ્ડીમાં પ્રીતિનું પાત્ર નિભાવનારી હિરોઈન શાલીની પાંડે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મથી સમાચારોમાં છવાયેલી શાલીની પાંડે ફિલ્મ જયેશભાઈ જોરાવરથી રણવીર સિંહની આપોજીટ બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે.
લક્ષ્ય :-
ધર્મા પ્રોડક્શનમાં એક હેન્સમ હંક જોડાવા જઈ રહ્યા છે અને તેનું નામ છે લક્ષ્ય. આ વર્ષ દોસ્તાના-૨માં કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ શરુ થઇ ગયું છે અને આ વર્ષના મધ્યમાં આ ફિલ્મ રીલીઝ થઇ શકે છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.