આ 9 પ્રકારના લોકો તમને કોલેજમાં જરૂર જોવા મળશે, જાણો કેવા.

કોલેજ લાઈફમાં તમને આ 9 પ્રકારના વિચિત્ર લોકો જરૂર જોવા મળશે, જાણો તેમના વિષે.

કોલેજમાં પસાર કરેલો સમય આજીવન યાદ રહે છે. પરંતુ કોલેજમાં મળવા વાળા અલગ અલગ પ્રકારના નૂમનાઓની યાદ સૌથી વધારે આવે છે. આજે અમે તમને એવા જ 9 પ્રકારના લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને કોલેજમાં જરૂર જોવા મળે છે.

1. છોકરીઓના ગુલામ : જી હાં, તમને કોલેજમાં આ પ્રકારના છોકરાઓ તો જરૂર જોવા મળશે જે છોકરીઓની આગળ-પાછળ ફરતા રહે છે. અને ગર્લફ્રેન્ડ હોય તો કોલેજનો સંપૂર્ણ સમય તેની સેવામાં કે તેની સાથે રહીને જ પસાર કરે છે. તેઓ પોતાના મિત્રોને યાદ પણ નથી કરતા અને જો મિત્રો તેમને બોલાવે તો ગર્લફ્રેન્ડને પૂછશે “બાબુ હું મારા મિત્રો સાથે બહાર જાઉં કે?”

2. મોટા બાપની ઓલાદ : આ પ્રકારના વિધાર્થી મોટા ભાગે કેન્ટીંગમાં ખાવાનું ખાતા કે ખવડાવતા જોવા મળશે, અને પોતાની અમીરીનો દેખાડો કરે છે. પરંતુ આ પ્રકારના લોકો ક્યારેક હકીકતમાં ખુબ કામ લાગે છે.

3. સિગરેટ પીનારા : કોલેજમાં ઘણા એવા છોકરાઓ પણ જોવા મળશે જે બેફામ સિગરેટ પીતા હોય, અથવા કેટલાક નમૂનાઓ એવા પણ હોય છે કે જે બીજાને જોઈને કે ફેશનના ચક્કર સિગરેટ પીવાનું શરુ કરી દે છે.

4. બુદ્ધિશાળી હોંશિયાર વિધાર્થી : આ પ્રકારના લોકો હંમેશા ભણવામાં વધારે ધ્યાન આપે છે. પણ આમાંથી કેટલાક એવા પણ હોય છે, જે બીજાને નીચા દેખાડવાનું કામ પણ કરે છે, અને પોતાને ક્લાસનો સૌથી હોંશિયાર વિધાર્થી બનવાનો દેખાડો પણ કરે છે.

5. ટીચરનો લાડલો કે લાડલી : સ્કૂલ કરતા કોલેજમાં તમને આ પ્રકારના વિધાર્થી વધારે જોવા મળશે, જે પોતાના ટીચર કે પ્રોફેસરનો લાડલો કે લાડલી બની રહે છે. ટીચર જેવું કે તેવું જ કરતા રહે છે.

6. ઉધારી ચૂકવી ન શકનારા : જો તમે કોઈ મિત્રને કોલેજમાં પૈસા ઉધાર આપ્યા છે અને આજે 2-3 વર્ષ થઇ ગયા છે તો આ પ્રકારના લોકોને તમે ખુબ સારી રીતે જાણતા હશો. કોલેજમાં ઘણા એવા નમૂનાઓ પણ જોવા મળે છે, કે જે કેન્ટીંગના ખર્ચા કે ગર્લફ્રેન્ડ માટે પણ ઉધારી લઈને ફરે છે તેને ચૂકવવાનું નામ નથી લેતા.

7. પોતાને હીરો/હિરોઈન સમજનારા છોકરા/છોકરી : આ પ્રકારના છોકરા-છોકરીઓ હંમેશા કોલેજમાં હીરો કે હિરોઈન બનીને જ એન્ટ્રી લે છે અને હંમેશા તેમની આજુબાજુ બીજા બે-ત્રણ છોકરા-છોકરી જોવા મળે જ છે.

8. પાર્ટી ન આપનારા : તમે કોલેજમાં ઘણા એવા મિત્રો જોયા હશે જે બીજાની પાર્ટીના સમયે ખુબ માજા કરે છે, પણ પોતાનો વારો આવે છે ત્યારે ઘણા બધા બહાના બનાવવાનું શરુ કરી દે છે. ઘણા નમૂનાઓ એવા પણ હોય છે કે, પોતાની પાર્ટી મિત્રોના પૈસાથી કરી નાખે છે.

9. કોલેજ ગ્રુપ : તમને કોલેજમાં એવા મિત્રોનું ગ્રુપ જોવા મળશે જેમનામાં સાચી મિત્રતા દેખાશે અને તે ગ્રુપ ક્યારેય તૂટતું નથી. કોલેજમાં એવા ઘણા પ્રકારના ગ્રુપો જોવા મળે છે, જેમાં એક ચતુર હોય છે જે ગ્રુપને અતુટ રાખે છે. પછી ભલે તે બુદ્ધિશાળી વિધાર્થીઓનું ગ્રુપ હોય, કોલેજથી બહાર ફરવા વાળું કે પછી કોલેજનું સપોર્ટ ગ્રુપ હોય.

આ માહિતી યંગીસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.