કરોડોના માલિક હોવા છતાં પણ “નોર્મલ” લાઈફ જીવે છે, આ 4 બોલીવુડ સ્ટાર્સ, વિશ્વાસ ના આવે તો ફોટા જોઈ લો

એ વાતમાં કોઈ શંકા નથી કે રોડપતિ અને કરોડપતિ બન્નેની સફર જેટલી સરળ લાગે છે, હકીકતમાં એટલી જ મુશ્કેલીઓ ભરેલી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ મહેનત અને ધગશ સાથે ધ્યેય સુધી પહોંચવાનું નક્કી કરી લે છે, તો તેના રસ્તામાં આવનારી મોટામાં મોટી અડચણો પણ તેનો વિશ્વાસ નથી તોડી શકતી. આજે અમે તમને એવા ૪ બોલીવુડ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયમાં આપણા બધા લોકોની જેમ જ પૈસા કમાવા માટે ઘર ઘરની ઠોકરો ખાતા હતા. પરંતુ આજે તેમની મહેનતે તેમને એટલા સફળ બનાવી દીધા છે, કે તેની પાસે ધનની કોઈ કમી નથી. પરંતુ ખાસ વાત એ છે કે આ બોલીવુડ કલાકારો પોતાના પૈસા ઉપર જરા પણ ઘમંડ નથી કરતા અને સૌની જેમ સામાન્ય જીવન જીવે છે. તેમાંથી થોડા કલાકારો વિષે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પરંતુ જો તમને અમારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો હોય તો તમે નીચે આપવામાં આવેલા ફોટાથી જાતે જ સાચુ જાણી લો.

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત :

રજનીકાંતને આજના સમયમાં કોણ નથી જાણતું. સાઉથ સિનેમા ઇન્ડસ્ટ્રીમાં એક સમયમાં તેનો સિક્કો ચાલતો હતો. તેમણે પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક ચડીયાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. એક સમય એવો પણ હતો જયારે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર્સ તેને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માટે અધીરા રહેતા હતા, અને તેના માટે તેને મોઢે માંગે એટલી કિંમત પણ આપવા માટે તૈયાર હતા. આજે ભલે તે ઘરડા થઇ ગયા છે પરંતુ તેમની પાસે મિલકત અને ખ્યાતીની કોઈ કમી નથી. એટલા પૈસા અને મિલકત હોવા છતાં પણ રજનીકાંત સામાન્ય અને સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. આજે ભલે તેની પાસે ૩૭૨ કરોડની સંપત્તિ છે, પરંતુ વર્ષો પહેલા તે એક સામાન્ય બસ કંડકટરની નોકરી કરતા હતા.

નાના પાટેકર :

નાના પાટેકર બોલીવુડના સૌથી જોરદાર કલાકાર માંથી એક ગણવામાં આવે છે. તેમણે એક સમયમાં ઉત્તમ ફિલ્મોમાં અભિનય કર્યો. નાના પાટેકર અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘વેલકમ’ આજે પણ તમને હસવા માટે મજબુર કરી દેશે. પરંતુ તમને એ જાણીને નાના પાટેકર ઉપર ગર્વનો અનુભવ થશે, કે તે પોતાની કમાણીનો અડધો ભાગ ગરીબોમાં દાન કરે છે, અને પોતે સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. નાના પાટેકર ભલે આજે ઘરડા થઇ ગયા છે પરંતુ તેનો અભિનયને આજે પણ કોઈ ભૂલી નથી શક્યા.

સની દેઓલ :

૮૦ ના દશકના કલાકાર ધર્મેન્દ્રને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. ધર્મેન્દ્રના મોટા દીકરા સની દેઓલને ‘દામિની’ ફિલ્મથી પોતાની ઓળખ મળી હતી. અને આજે તેનું નામ નાનામાં નાનું બાળક પણ જાણે છે. એક સુપરસ્ટારના દીકરા હોવાને લીધે સનીનું બાળપણ સુખ સુવિધા સાથે પસાર થયું. પરંતુ હવે તે સામાન્ય લોકોની જેમ જ જીવવાનું પસંદ કરે છે. તેને દેખાડો જરાપણ પસંદ નથી.

મિથુન ચક્રવર્તી :

મિથુન એક સમયમાં ફિલ્મોના બાદશાહ રહી ચુક્યા છે. ‘આઈ એમ એ ડિસ્કો ડાંસર’ ગીત આજે પણ આપણા મનમાં એક જૂની યાદો તાજા કરી દે છે. તેમણે પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણું ધન એકઠું કર્યુ છે અને આજે તે કરોડો રૂપિયાના માલિક છે. પરંતુ તેમ છતાંપણ તે સામાન્ય લોકોની જેમ જ જીવન જીવવાનું પસંદ કરે છે.