આ એક્ટર્સે ઠુકરાવી નાખ્યા હતા આટલા પ્રખ્યાત રોલ, ફિલ્મ સુપર હિટ થઇ પછી પછતાવો કરવા માંડયા

બોલીવુડમાં ફિલ્મો તો જોરદાર હીટ થાય છે, સાથે જ અમુક પાત્રો એવા પણ હોય છે જેમને દુનિયા હંમેશા યાદ રાખે છે. હીટ હીરો અને હિરોઈનના ભાગે ઘણી વખત એવા રોલ આવી જાય છે, જે ભજવીને તે હંમેશા માટે સુપરસ્ટાર બની જાય છે. આમ તો ઘણી વખત એવા રોલ ન કર્યા પછી જયારે તે પાત્ર હીટ થાય છે, ત્યારે સમજાય છે કે તેમણે શું ગુમાવ્યું છે. તમને જણાવી દઈએ એવા જ કલાકાર વિષે કે જેમણે હીટ પાત્રો માટે પાડી દીધી હતી ના.

શાહરૂખ ખાન :

બોલીવુડના કિંગ ખાનએ પોતાના કેરિયરમાં એક થી એક ચડીયાતી ફિલ્મો આપી. આજે ભલે જ તેમની ફિલ્મો હીટ ન થઇ રહી હોય, પરંતુ બોલીવુડના કિંગ તો હંમેશા માટે તે રહેશે. તેમના જેવું રાજ અને રાહુલનું પાત્ર તો કદાચ જ કોઈ નિભાવી શકે. પરંતુ એક રોલ એવો પણ હતો જે શાહરૂખના કેરિયરમાં ઘણી મોટી સફળતા લાવી શકતો હતો, પરંતુ શાહરૂખએ તે રોલ ન કર્યો. તે રોલ હતો મુન્ના ભાઈ એમબીબીએસનો. આ રોલ સંજય દત્ત પહેલા શાહરૂખને ઓફર થયો હતો. પરંતુ બેક પેઈન અને ઓપરેશનને લીધે તે આ ફિલ્મ ન કરી શક્યા. તે ફિલ્મ સંજય દત્ત માટે ઘણી લકી સાબિત થઇ અને તેમનો રોલ સુપરહિટ રહ્યો.

કરીના કપૂર :

બોલીવુડની બેબોએ ગીત અને પાત્રો સાથે દર્શકોના દિલ જીતી લીધા. સાથે જ તેમને ફિલ્મ ૩ ઈડિયટ્સમાં પિયાના પાત્ર માટે પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. આમ તો કરીનાએ ઘણા આયકોનીક રોલને નકાર્યા હતા. તેમાં કરણ જોહરની ફિલ્મ ‘કલ હો ના હો’ પણ રહેલી છે. આ ફિલ્મમાં નૈનાનું પાત્ર પ્રીતિ ઝીંટા પહેલા કરીનાને ઓફર થયું હતું જે તેમણે ના કહી દીધી હતી. એટલું જ નહિ કરીનાને રામલીલા પણ ઓફર થઇ હતી, પરંતુ કોઈ કારણોસર તે આ રોલ પણ ન કરી શકી અને દીપવીરની જોડી બની ગઈ.

સલમાન ખાન :

બોલીવુડના ભાઈજાન અને દબંગ ખાન સલમાન ખાનએ પોતાની ઓળખ પ્રેમ અને રાધેની સાથે સાથે એક્શન ફિલ્મોથી બનાવી છે. આમ તો તે પહેલા એક બીજો રોલ હતો જે સલમાન ખાનને ઓફર થયો હતો, પરંતુ તે રોલ તેમણે કોઈ કારણસર ના કહી દીધી, અને તેને પછી શાહરૂખ ખાનને આપી દીધો અને ફિલ્મ જોરદાર હીટ થઇ, અને કબીર ખાનનો રોલ પણ અને આ ફિલ્મ હતી ચક દે ઇન્ડિયા.

અનીલ કપૂર :

ઝક્કાસ હીરો અનીલ કપૂર દ્વારા પણ આ ભૂલ થઇ ગઈ છે. ફિલ્મ ‘બાજીગર’ માં શાહરૂખનો રોલ અનીલ કપૂરને મળ્યો હતો, પરંતુ તે સમયે તેમણે એ રોલ માટે ના કહી દીધી. ત્યાર પછી આ રોલ શાહરૂખ ખાનને મળ્યો અને આજે પણ તેમની ઉત્તમ ફિલ્મો માંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મથી જ શાહરૂખએ બતાવી દીધું હતું કે બોલીવુડને તેનો કિંગ ખાન મળવાનો છે.

સૈફ અલી ખાન :

આજે ખાનોમાં સૌથી હીટ કોઈ ચાલી રહ્યા છે, તો તે છે સૈફ અલી ખાન છે. આ વર્ષે વેબ સીરીઝ સેક્રેટગેમ્સ ઘણી હીટ રહી અને તેમનો રોલ પણ ઘણો સારો રહ્યો. ચોકલેટી હીરો સૈફએ પોતાના કરિયરમાં ઘણી સરસ ફિલ્મો કરી, પરંતુ તેને સ્ટારડમ ઘણું મોડું મળ્યું. સૈફએ પોતાની કેરિયરમાં સૌથી મહત્વના રોલ અવગણ્યા હતા, અને તે હતા ડીડીએલજે એટલે રાજનું પાત્ર. તે શાહરૂખ ખાનના કેરિયરનો સૌથી વિશેષ રોલ હતો. તેની સાથે જ સૈફએ ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ માં અમનના રોલની પણ ના કહી હતી પાછળ થી તે રોલ સલમાનને મળ્યો.