કુંવારી રહી ગઈ આ ટોપ અભિનેત્રીઓ, એકે તો એકલાતામાં જ છોડી દીધી દુનિયા.

પરણેલા પુરુષો સાથે પ્રેમના ચક્કરમાં કુંવારી રહી ગઈ બોલીવુડની આ અભિનેત્રીઓ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી દુનિયા છે જ્યાં લોકો પોતાની પાછળ ઘણી સ્ટોરીઓ છોડી જાય છે અને દુનિયા માટે ઘણા બધા અનુભવ પણ. અહીં દરેક વસ્તુઓ જોવા મળે છે. બોલીવુડના પ્રેમ, દગા અને લગ્નના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. જોકે બોલીવુડમાં આજે પણ કેટલાક એવા સ્ટાર છે જેમણે આજસુધી લગ્ન કર્યા નથી. પરંતુ તેમાં કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે પરણેલા પુરુષોના પ્રેમમાં પડી ગઈ. તેમનો પ્રેમ થોડો આગળ તો વધ્યો પણ ક્યારેય સફળ થયો નહિ.

પરવીન બાબી : જયારે આવી સ્ટોરીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, તો બોલીવુડ અભિનેત્રી પરવીન બાબીનું નામ લોકોના મનમાં જરૂર આવે છે. પોતાના જમાનામાં આ અભિનેત્રીના ઘણા અફેયર્સ હતા. દરેક વખતે તેમનો રસ પરણેલા પુરુષો તરફ જ રહ્યો. પરણેલા પુરુષો તરફ આકર્ષણ રહેવાના કારણે પરવીનને ઇન્ડસ્ટ્રીમાં અલગ નજરથી જોવામાં આવતી હતી. ડૈની સિવાય મહેશ ભટ્ટ અને કબીર બેદી સાથે પણ તેમના સંબંધ રહ્યા. બધાની સાથે તે લિવ ઇનમાં રહી પરંતુ લગ્ન નહીં કરી શકી અને કુંવારી જ આ દુનિયામાંથી વિદાય લઈને જતી રહી.

આશા પારેખ : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને પ્રેમ તો થયો પરંતુ તે ક્યારેય સફળ થઇ શક્યો નહિ. આશાને નાસિર હુસૈન સાથે પ્રેમ થયો હતો. તે વાતનો તેમણે પોતાની આત્મકથામાં પણ સ્વીકાર કર્યો છે. આશા પારેખ હંમેશા કહેતી હતી કે, નાસિર હુસૈન તેમના જીવનનો સાચો પ્રેમ રહ્યો. તેના કારણે તે કુંવારી જ રહી ગઈ.

નગમા : વર્ષ 1990 માં આવેલી ફિલ્મ ‘બાગી’ થી ડેબ્યુ કરવાવાળી નગમા પણ હજુ સુધી કુંવારી છે. ફિલ્મો પછી હવે આ અભિનેત્રીએ રાજનીતિ તરફ રસ ધરાવ્યો છે. 40 વર્ષની ઉંમર પાર કરવા છતાં નગમા આજ સુધી કુંવારી છે. એક સમયે સૌરવ ગાંગુલી સાથે તેમના અફેયરના ખુબ સમાચાર આવ્યા હતા.

સુષ્મિતા સેન : પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન આજે પણ કુંવારી છે. તે પોતાની બે દત્તક લીધેલી દીકરીઓ સાથે રહે છે. હવે જોવાનું એ છે કે, આવનારા સમયમાં તે લગ્ન કરે છે કે નહિ. સુષ્મિતા સેનના અફેયર વિક્રમ ભટ્ટ, સંજય દત્ત, સંજય કપૂર સહીત ઘણા અન્ય પરણેલા એક્ટર્સ સાથે રહ્યા છે. હમણાં સુષ્મિતા રોહમન શોલને ડેટ કરી રહી છે. તેમના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા શેર થાય છે.

શમિતા શેટ્ટી : બોલીવુડ અભિનેત્રી અને શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી આજે પણ કુંવારી છે. શમિતાનું દિલ સૌથી પહેલા પરણેલા હીરો મનોજ બાજપેઇ પર આવ્યુ હતું. ત્યારબાદ શમિતાનું નામ હરમન બાવેજા અને આફતાબ શિવદાસાની સાથે પણ જોડાયું હતું. જોકે શમિતાના લગ્ન થઈ શક્યા નહિ. જોકે તેમની મોટી બહેન શિલ્પાને પણ પરણેલા પુરુષ સાથે પ્રેમ થયો અને તેમના લગ્ન થઇ ગયા.

તબ્બુ : બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી તબ્બુ પણ કુંવારી છે. તબ્બુની ઉંમર 50 વર્ષ છે અને તે આજે પણ એટલી જ સુંદર દેખાય છે જેટલી પહેલા હતી. કહેવામાં આવે છે કે, તબ્બુની સગાઈ સાજીદ નડિયાદવાલા સાથે થઇ હતી. જોકે આ સમાચારની હકીકત ક્યારેય સામે આવી નથી. ત્યાર બાદ અભિનેત્રીનું દિલ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન પર આવ્યું હતું.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.