જૂની અભિનેત્રીઓનું સ્ટારડમ ઝાંખું પડ્યું તેમની સામે ૨૦૧૯ માં ટીવી ઉપર રાજ કરશે આ કલાકાર

ટીવી જગતમાં આજના સમયમાં ઘણી અભિનેત્રીઓ રહેલી છે. જ્યાં ઘણી અભિનેત્રીઓ સુંદરતાની સાથે સાથે પોતાના અભિનય માટે પણ ઓળખવામાં આવે છે, અને થોડી અભિનેત્રીઓનું બસ જેમ તેમ કામ ચાલી રહ્યું છે. ટીવી જગતમાં આમ તો ઘણી મોટી અભિનેત્રીઓ છે જેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલમાં ઓળખાણ ઉભી કરી લીધી છે. પરંતુ આવનારા સમયમાં જરૂરી નથી કે આ અભિનેત્રીઓ જ ટોપ ઉપર રહે.

ટીવી જગતમાં અભિનેત્રીઓની કમી નથી અને થોડી અભિનેત્રીઓ તો ઘણી જ નાની ઉંમરમાં સારું કામ કરી રહી છે. તેમના કામને જોઈને એવું લાગે છે કે આવનારા સમયમાં તેમનું જ રાજ ચાલવાનું છે. આજની આ પોસ્ટમાં અમે તમને ટીવી જગતની થોડી એવી અભિનેત્રીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે છેલ્લા થોડા સમયમાં ઘણી પોપ્યુલર થઇ છે અને ૨૦૧૯ માં ટીવી ઉપર રાજ કરતી જોવા મળી શકે છે.

કાંચી સિંહ :

કાંચી સિંહ ટીવી જગતની એક સુંદર અભિનેત્રી છે. તે ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ અને ‘ઓર પ્યાર હો ગયા’ જેવા પોપ્યુલર શો માં કામ કરી ચુકી છે.

અદિતિ ભાટિયા :

સ્ટાર પ્લસની સીરીયલ ‘યે હે મોહબ્બતે’ માં રુહીનું પાત્ર ભજવવા વાળી અદિતિને ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઇ છે.

જન્નત જુબેર રહમાની :

થોડા સમય પહેલા જન્નત રહેમાની કલર્સના શો ‘તું આશિકી હે’ માં જોવા મળી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં તેણે પણ ઘણી ખ્યાતી મેળવી લીધી છે.

અનુષ્કા સેન :

અનુષ્કાએ ‘બાલવીર’ સીરીયલમાં મેહરનું પાત્ર ભજવ્યું હતું. આજકાલ તે પોતાના બોલ્ડ લુકને લઈને સમાચારોમાં છે અને હાલમાં કોઈ સીરીયલમાં કામ કરી રહી નથી.

આશી સિંહ :

૨૧ વર્ષની આશી સિંહ સીરીયલ ‘યે ઉન દિનો કી બાત હે’ માં ખાસ કરીને મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. તેમનો શો દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

શિવાંગી જોશી :

શિવાંગી જોશી સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ માં જોવા મળે છે. તેમાં તે ‘નાયરા’ નું પાત્ર નિભાવી રહી છે. ૨૦ વર્ષની શિવાંગી દેખાવમાં ઘણી સુંદર છે, અને આટલી નાની ઉંમરમાં ટીવીની ટોપ હિરોઈન બની ગઈ છે.

અદિતિ રાઠોર :

અદિતિ રાઠોર ટીવી જગતની પ્રસિદ્ધ અભિનેત્રી છે. હાલમાં તે કોઈ શો માં કામ કરી રહી નથી પરંતુ ૨૦૧૯ માં તે ‘નામકરણ – સીઝન ૨’ માં પાછી આવી શકે છે.

અવનીત કોર :

અવનીત કોર સબ ટીવીના શો ‘અલાદિન’ માં જોવા મળી રહી છે. તેનું કામ દર્શકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

ઈશા સિંહ :

ઈશા સિંહ આજકાલ ઝી ટીવીના પોપ્યુલર શો ‘ઈશ્ક સુભાન અલ્લાહ’ માં જોવા મળી રહી છે. તેમાં તે ‘ઝારા સિદ્ધિકી’ નું પાત્ર નિભાવી તે ઘર ઘરમાં પ્રસિદ્ધ થઇ ગઈ છે.

રીમ શેખ :

૧૬ વર્ષની રીમ શેખ ઝી ટીવીના શો ‘તુઝસે હે રાબ્તા’ માં મુખ્ય રોલ નિભાવી રહી છે. તે પણ કમાલની હિરોઈન છે.