આ છે બોલિવૂડના તે સ્ટારકિડ્સ, જેમની લોકપ્રિયતા માતા-પિતાની સાથે કરે છે બરાબરી.

લોકપ્રિયતામાં પોતાના માતા-પિતાને ટક્કર આપે છે બોલિવૂડના આ સ્ટાર કિડ્સ. બોલીવુડમાં અમુક સ્ટારકિડ્સ એવા છે, જેની દરેક એક્ટીવીટી ઉપર ‘પેઈરાજી’ ના કેમેરામાં ક્લિક થાય છે. આ કિડ્સ પોતાના માતા પિતા સાથે ઘણી બધી ડીમાંડમાં છે. તો આવો તમને એવા જ સેલેબ્સ કિડ્સ સાથે પરિચય કરાવીએ. બોલીવુડ સેલેબ્સની એક્ટિંગ સ્ટાઇલીશ લુકના દીવાના તો લાખો છે, પરંતુ શું તમે જાણો છો કે, આ સેલેબ્સના બાળકોની પણ પ્રસિદ્ધી તેના માતા પિતાથી પાછા પડે તેમ નથી.

આ સ્ટારકિડ્સ પોતાની ક્યુટનેસ અને સુંદરતાના બળ ઉપર કેમેરાને પોતાની તરફ આકર્ષવાની શક્તિ ધરાવે છે. તે કારણ છે કે મીડિયામાં પેજ થ્રી ઉપર તેની જગ્યા પોતાના માતા પિતાથી વધુ જોવા મળે છે. પોતાના માતા પિતાના નેમ-ફેમથી નહિ, પરંતુ તે કિડ્સ પોતાની ક્યુટનેસને કારણે ‘પાપારાઝી’ ના ફેવરેટ બની જાય છે. બોલીવુડના ઘણા સેલેબ્સ કપલ એવા છે, જેના બાળકોને જોવા માટે તેના પ્રસંશક હંમેશા આશા રાખતા હોય છે. ઘણી વખત આ કિડ્સ પોતાના માતા પિતાની નકલ કરતા જોવા મળે છે. લોકો તેના વિષે અને તેના ફોટા જોવાનું ખુબ પસંદ કરે છે. તો આવો તમને તે બોલીવુડ સ્ટારકિડ્સ વિષે અહિયાં જણાવીએ, જેના સામે આવતા જ કેમેરા આપોઆપ જ તેની તરફ રોલ થવા લાગે છે.

તૈમુર અલી ખાન : હાલના દિવસોમાં ‘ક્યુટનેસનો પાવરહાઉસ’ તૈમુર અલી ખાન છે. અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાનના પુત્ર તૈમુર સૌથી વધુ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવા વાળા કિડ્સ માંથી એક છે. તૈમુરની માસુમિયત બધાનું દિલ જીતી લે છે. 20 ડીસેમ્બર 2016ના રોજ કરીના અને સૈફને તેના પ્રેમની નિશાની મળી હતી. હાલ એવું બને છે કે કરીનાથી વધુ તૈમુર ઉપર કેમેરા ફ્લેશ થાય છે. નાનપણમાં તૈમુર ‘પાપારાઝી’ ને ખુબ રિસ્પોન્સ આપતો હતો, પરંતુ હાલના દિવસોમાં કેમેરાને જોઇને તે પણ છુપાઈને ભાગવા લાગે છે. આમ તો વહેલી તકે જ કરીના કપૂર ખાન પોતાના બીજા દીકરાને પણ આ દુનિયામાં લાવવાની છે.

shahid kapoor kareena kapoor

મીશા કપૂર અને જૈન કપૂર : મીરા કપૂર અને અભિનેતા શાહિદ કપૂર હવે બે બાળકોના માતા પિતા બની ગયા છે. તેની મોટી દીકરી મીશા કપૂર અને નાનો દીકરો જૈન કપૂર હાલના દિવસોમાં ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ વાયરલ છે. મીશા પોતાની માં ની જેવી જ અતિ સુંદર અને ક્યુટ છે. અને જૈન હજુ ઘણો નાનો છે, પરંતુ જયારે તે પણ આ દંપત્તિ બહાર દેખાય છે ‘પાપારાઝી’ ના કેમરા તેના બાળકો ઉપર જ વધુ ફોકસ થઇ જાય છે. શાહિદ અને મીરા ની લાઈફમાં 26 ઓગસ્ટ 2016ના રોજ આ નાની પરીની એન્ટ્રી થઇ હતી, જયારે જૈનનો જન્મ 7 સપ્ટેમ્બર 2018ના રોજ થયો.

આરાધ્યા બચ્ચન : વિશ્વ સુંદરી એશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચન 16 નવેમ્બર 2011ના રોજ વ્હાલી એવી દીકરી આરાધ્યાના મમ્મી-પપ્પા બન્યા. જન્મ પછી જ આ સ્ટાર કીડ ઉપર કેમેરા ફોકસ થવા લાગ્યા. આમ તો શરુઆતમાં ઘણા દિવસો સુધી બચ્ચન દંપત્તિએ પોતાની દીકરીને કેમેરાથી દુર રાખી, પરંતુ ‘પાપારાઝી’ ના કેમેરાથી બચવું સહેલું નથી હોતું અને આરાધ્યાના ફોટા સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થવા લાગ્યા. એશ્વર્યા સાથે જયારે પણ આરાધ્યા જોવા મળે છે, તેની ઉપર કેમેરાની ફ્લેશ ચમકવા લાગે છે.

aamir khan aishwarya rai
aamir khan aishwarya rai

આઝાદ રાવ ખાન : ‘મિસ્ટર ફરફેક્શનિસ્ટ’ આમીર ખાન અને કિરણ રાવના દીકરા આઝાદનો જન્મ ડીસેમ્બર 2011માં સેરોગેસી દ્વારા થયો હતો. જન્મ પછી જ આ સ્ટાર કીડ મીડિયાનું ફેવરીટ કીડ બની ગયું છે. આમીર મોટાભાગે તેને પોતાની સાથે મુવી સેટ ઉપર લાવે છે અને તે પોતાની ક્યુટનેસથી જ નહિ, પોતાની વાતોથી પણ બધાનું દિલ જીતી લે છે. આઝાદને ફૂટબોલ અને ક્રિકેટ રમવાનું ખુબ ગમે છે.

અબરામ : ‘કિંગ ખાન એટલે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના સૌથી નાના દીકરા અબરામ પણ સેરોગેસી બાળક છે. ફેમસ સ્ટાર કિડ્સની યાદીમાં તેનું નામ ન હોય તો બધું અધૂરું જ લાગશે. 27 મે 2013ના રોજ જન્મેલા અબરામના ફેંસ ઓછા નથી. ક્યુટ અને માસુમ અબરામ પોતાના પપ્પા સાથે મોટાભાગે જોવા મળે છે. શાહરૂખ ખાન પોતાની સાથે તેના વિડીયો પણ ખુબ પોસ્ટ કરે છે. ખાસ વાત એ છે કે શાહરૂખનું નાનપણનો સંપૂર્ણ દેખાવ અબરામમાં જોવા મળે છે.

 lara dutt shahrukh khan
lara dutt shahrukh khan

સાયરા ભૂપતિ : લારા દત્તા અને પ્રસિદ્ધ ખેલાડી મહેશ ભૂપતિની દીકરી સાયરા પણ સુપર ક્યુટ બાળક છે અને તે કારણ છે કે તે કેમેરા ઉપર જ નહિ પરંતુ, ઈન્ટરનેટ ઉપર પણ ખુબ સર્ચ કરવામાં આવે છે. જાન્યુઆરી 2012ના રોજ જન્મેલી સાયરા 2013માં આયોજિત એયરસેલ ચેન્નઈ ઓપનમાં જોવા મળ્યા પછી જ મીડિયાની પસંદ બની ગઈ હતી.

ઈમારા ખાન : ઈમારા ખાન લેટેસ્ટ સેલેબ બેબી ક્રશ છે. ઇમરાન ખાન અને અવંતિકા મલિકની દીકરી ઈમારા ઢીંગલીથી ઓછી નથી. તેની આંખો માંથી તેની માસુમિયત છલકે છે. જુન 2014માં ઈમારા આ દુનિયામાં આવી. ઇમરાન ખાન મોટાભાગે પોતાની દીકરી સાથે રમતા, રેતીમાં મહેલ બનાવતા કે પેંગ્વીન જોતા જોવા મળે છે. ઈમારાને જોતા જ કેમેરા તેની તરફ રોલ થવા લાગે છે.

ritesh deshmukh imran khan
ritesh deshmukh imran khan

રિયાન અને રહિલ દેશમુખ : બોલીવુડના ક્યુટ કપલ રીતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખના ઘરે નવેમ્બર 2014માં રિયાન અને જુન 2016માં રાહીલનું આગમન થયું. બંને બાળકો પોતાના મમ્મી પપ્પાની જેમ જ ક્યુટ અને સ્માર્ટ છે. આમ તો તે કેમેરા ઉપર ઓછા જોવા મળે છે, પરંતુ જયારે પણ તે જોવા મળે છે, કેમેરા આપોઆપ તેની તરફ ફરી જાય છે.

નીતારા ખન્ના ભાટિયા : અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાની નાની દીકરી નીતારા ખન્ના ભાટિયાનો જન્મ સપ્ટેમ્બર 2012માં થયો હતો. અક્ષયના સસરા રાજેશ ખન્નાને શ્રદ્ધાંજલિ આપવાની અનોખી વિધિ કાઢી અને તેના માટે તેની દીકરીને ‘ખન્ના’ નું ઉપનામ આપી દીધું. પોતાના મમ્મી પપ્પા સાથે નીતારા કેમેરા ઉપર હંમેશા જોવા મળતી રહે છે.

akshay kumar farah khan
akshay kumar farah khan

આન્યા, કજર અને દીવા : કોરિયોગ્રાફર ફરાહ ખાન અને શિરીષ કુંદરના ક્યુટ ત્રિપલ બાળકો આન્યા, સીજર અને દીવા પણ ઇન્ડીયન મીડિયાની ઉત્તમ પસંદ માંથી એક છે. ફેબ્રુઆરી 2008માં જન્મેલા આ ત્રિપલ બાળકો કેમેરા સામે ખુબ ઓછા જોવા મળે છે. પરંતુ જયારે પણ આવે છે, કેમેરો તેની તરફ રોલ થયા વગર નથી રહેતો.

વિયાન અને સમીશા રાજ કુંદ્રા : અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિજનેસમેન રાજ કુંદ્રાના ઘરે 21 મે 2012ના રોજ દીકરા વિયાનનો જન્મ થયો. ત્યાર પછી કુંદ્રા દંપત્તિએ સેરોગેસી દ્વારા 15 ફેબ્રુઆરી 2020ના રોજ વ્હાલી એવી દીકરી સમીશાના માતા પિતા બન્યા. વીયાન પછી હવે સમીશા પણ ઈન્ટરનેટ ઉપર ઘણી વાયરલ થવા લાગી છે. આમ તો કુંદ્રા દંપત્તિએ પોતાની દીકરીને હજુ પણ મીડિયાથી છુપાવી રાખી છે, પરંતુ જયારે પણ શિલ્પા અને રાજ કુંદ્રા સાથે જોવા મળે છે, તો કેમરા તેની તરફ રોલ થઇ જાય છે. હવે જોવાનું એ છે કે શિલ્પા ક્યારે તેની દીકરીનું મોઢું દેખાડશે પોતાના ફેંસને.

shilpa shetty ayesha takia
shilpa shetty ayesha takia

મીકાઈલ આઝમી : આયશા ટાકિયા અને ફરહાન આઝમીનો દીકરો મીકાઈલ આઝમીનો જન્મ ડીસેમ્બર 2013માં થયો હતો. જન્મ પછી જ સોશિયલ મીડિયા ઉપર મીકાઈલની તસ્વીરો વાયરલ થવા લાગી હતી. આયશા ટાકિયા મોટાભાગે પોતાના ક્યુટ એવા બાળકના પીક્સ શેર કરતી રહે છે. મીડિયામાં પણ મીકાઈલ ઘણી ફેમસ ચહેરો બની ગયો છે.

અયાન હાશમી : ઇમરાન હાશમિ અને પરવીન શાહનીના દીકરા અયાનને સોશિયલ મીડિયા ઉપર ‘જવાય ઓફ બંડલ’ કહેવામાં આવે છે. આમ તો ત્રણ વર્ષની ઉંમરથી જ અયાનને કેન્સર ડીટેક્ટ થયું અને ત્યાર પછીથી તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેની માસુમિયત અને હાસ્યએ તેની સાથે તેના માતા પિતાના દુઃખને પણ ઓછું કરી દીધું છે.

ઇમરાન કહે છે કે, ‘મને લાગે છે કે મને મનોવૈજ્ઞાનિક સલાહની જરૂર છે, કેમ કે આ ઘટનાએ મારી ઉપર ઊંડી અસર કરી છે. પરંતુ તે બધા પછી પણ તે પોતાને તેમાંથી દુર કરવામાં સફળ થયા છે અને પોતાના અનુભવના આધાર ઉપર પુસ્તક પણ લખી રહ્યા છે, ‘ધ કિસ ઓફ લાઈફ’.

emraan hashmi celina jaitly
emraan hashmi celina jaitly

વિરાજ અને વીંસ્ટન : સેલીના જેટલી અને પીટર હાગના જોડિયા બાળકો વિરાજ અને વિંસ્ટન પણ ઘણા ફેમસ છે. માર્ચ 2011માં જન્મેલો બને બાળકોની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતી રહે છે. સેલીના પોતે ટ્વીટર એકાઉન્ટ ઉપર તેની એક્ટીવીટીઝ પોસ્ટ કરે છે. અતિ ક્યુટ હોવા સાથે બંનેમાં અંતર કરવું ઘણું મુશ્કેલ બને છે.

અજાન અને રયાન : અમૃતા અરોડા અને શકીલ લદાકના દીકરા અજાન અને રયાન પણ સોશીયલ મીડિયાના ફેમસ ચહેરા છે. તેની ક્યુટ હરકતો અમૃતા પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મોટાભાગે શેર કરતી રહે છે.

madhuri dixit amrita arora
madhuri dixit amrita arora

આરીન અને રયાન નેને : 90 ના દશકની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત અને તેના પતિ ડો. શ્રીરામ માધવ નેનેને બે દીકરા અરીન અને રયાન પણ એક સમયે ઘણા વાયરલ થતા હતા. આમ તો ઉંમર વધવા સાથે તેનો ચરમ તો ઓછો થયો નથી, પરંતુ નવા સ્ટાર કિડ્સે તેની જગ્યા લઇ લીધી છે. એ કારણ છે કે હવે તે મીડિયાથી થોડા દુર થઇ ગયા છે. પરંતુ એક સમય એવો હતો કે માધુરીના બાળકો મીડિયામાં છવાયેલા રહેતા હતા.

તેના બંને બાળકો ડાંસમાં રસ ધરાવે છે. અને માધુરી પોતાના બાળકોને કથક પણ શીખવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઘણા વર્ષો સુધી માધુરીના બાળકો એ જાણતા ના થઇ કે, તેની માં બોલીવુડની સુપરસ્ટાર છે. જયારે તેને ખબર પડી તો તે ચોંકી ગયા હતા.

raveena tandon
raveena tandon

રાશા અને રણબીરવર્ધન થડાની : અભીનેત્રી રવિના ટંડનની 21 વર્ષની ઉંમરમાં પૂજા અને છાયાને દત્તક લીધી હતી. બંને દીકરીઓના તે લગ્ન કરાવી ચુકી છે અને નાની પણ બની ચુકી છે. આમ તો રવિના અને ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટર અનીલ થડાનીને બે બાળકો રાશા અને રણબીરવર્ધન થડાની પણ છે. 2005માં દીકરી અને 2007માં દીકરાના મમ્મી-પપ્પા બન્યા હતા. રવિનાની દીકરી હવે 15 વર્ષની થઇ ગઈ છે અને તે પોતાની માં સાથે વિડીયો શૂટ કરતી જોવા મળે છે, તે દીકરો પણ ઘણી વખત માતા પિતા સાથે જોવા મળે છે. બંને બાળકો કેમેરાના નિશાના ઉપર હંમેશા માટે રહે છે.

સ્ટાર કિડ્સ હંમેશાથી મીડિયા માટે આકર્ષણનું કેન્દ્ર રહેલું છે. વહેલી તકે જ આ લીસ્ટમાં બે બીજા સ્ટાર કિડ્સ સામેલ થવા જઈ રહ્યા છે. તે છે, અનુષ્કા શર્મા અને કરીના કપૂર ખાનના અપ કમિંગ બાળકો. તો અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને જરૂર જણાવો અને જો કોઈ સૂચન હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.