વાસ્તુ શાસ્ત્ર : ઘરને આનંદમય બનાવી દેશે માટીની આ વસ્તુઓ, આર્થિક સંકટ થઇ જશે દુર.

શાસ્ત્રોમાં એવી ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી વ્યક્તિના જીવનની તકલીફો ઓછી થઇ શકે છે, જો શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી આ વાતો ઉપર વ્યક્તિ ધ્યાન આપે છે, તો વ્યક્તિ પોતાના તમામ સંકટ દુર કરી શકે છે, વાસ્તુશાસ્ત્રમાં પણ માણસની તકલીફોને દુર કરવા માટે ઘણી બધી જાણકારીઓ જણાવવામાં આવી છે, વાસ્તુશાસ્ત્રમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ઘરમાં જો કોઈ પ્રકારના વાસ્તુદોષ હોય તો તેના કારણે જ વ્યક્તિને તકલીફો માંથી પસાર થવું પડે છે. આપણા ઘરમાં એવી વસ્તુ પણ હોય છે, જેના કારણે જ આપણા જીવન ઉપર શુભ અને અશુભ અસર પડે છે.

આજે અમે તમને માટીની એવી થોડી વસ્તુ વિષે જાણકારી આપવાના છીએ. જે ઘણી શુભ માનવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે આ વસ્તુને તમારા ઘરમાં રાખો છો, તો તેનાથી કુટુંબની ઘણી બધી તકલીફો દુર થશે અને ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે, જેનાથી કુટુંબના લોકો માટે સારું રહેશે.

આવો જાણીએ માટીની કઈ વસ્તુ ઘરમાં લાવી શકે છે ખુશાલી :-

માટીની મૂર્તિઓ :-

વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે બજારમાં મળતી પ્લાસ્ટિક ઓફ પેરીસની મૂર્તિઓ ભલે દેખાવામાં સુંદર અને આકર્ષિત લાગતી હોય પરંતુ સુખ સમૃદ્ધીમાં વૃદ્ધી કરવા માટે આ વસ્તુને ઘરમાં લાવવી યોગ્ય નથી, વાસ્તુ શાસ્ત્રમાં એ વાત જણાવવામાં આવી છે કે માટીની મૂર્તિ જ હંમેશા પૂજામાં રાખવી શુભ માનવામાં આવે છે, તેના કારણે જ ખુશાલી અને સમૃદ્ધી ઘરમાં આવે છે, તેની સાથે જ આર્થિક તકલીફો પણ દુર થાય છે.

માટીના કુંડા :-

વાસ્તુ શાસ્ત્ર મુજબ માટીના કુંડા ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે, પરંતુ આજકાલ પ્લાસ્ટિકના કુંડા બજારમાં આવવા લાગ્યા છે, પરંતુ તે કુટુંબ માટે શુભ નથી હોતા, જો તમે તમારા ઘરમાં માટીના કુંડા રાખો છો? તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અને કુટુંબના લોકોનું આરોગ્ય પણ સારું રહે છે, જો તમે માટીના કુંડામાં છોડ ઉગાડો છો? તો તેનાથી તમને મનની શાંતિ પ્રાપ્ત થશે.

માટીનું માટલું :-

માટીનું માટલું ઘરમાં રાખવું વાસ્તુ શાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે, તે ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં તેની સાથે જોડાયેલા થોડા નિયમ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ઘણું જ જરૂરી છે, જો તમે તમારા ઘરમાં માટીનું માટલું રાખો છો, તો તમે તેને ક્યારે પણ ખાલી ન રાખો, માટલામાં ઉનાળાની ઋતુમાં પાણી ભરીને રાખવું જોઈએ, એવું માનવામાં આવે છે કે દેવી દેવતા એમ કરવાથી વાસ કરે છે, જો તમે તમારા ઘરમાં ૧૨ મહિના સુધી માટીનું માટલું રાખો છો, તો શીયાળાની ઋતુમાં પણ આ માટલું ભરીને રાખો, તમે શિયાળામાં માટીના માટલાની અંદર અનાજ ભરી શકો છો, પરંતુ તમે તેને ખાલી ન રાખો નહિ, તો તમારા ઘર માંથી સુખ સમૃદ્ધી જતી રહેશે.

માટીનો દીવો :-

જયારે ઘરના પૂજા સ્થળમાં પૂજા કરવામાં આવે છે, તો તે સમય દરમિયાન દીવો જરૂર પ્રગટાવવામાં આવે છે, તે ઉપરાંત ઘણા લોકો એવા છે, જે દીવા જેવી લાઈટનો ઉપયોગ પોતાના પૂજા ઘરમાં કરે છે, આજકાલના યુગમાં દીવાની પરંપરા જેમ કે ભુલાઈ રહી છે, પરંતુ આપણે વસ્તુશાસ્ત્ર મુજબ જોઈએ તો ઘરમાં માટીનો દીવો પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે, જો તમે માટીનો દીવો શનિવારના દિવસે શમીના ઝાડ નીચે પ્રગટાવો છો, તો તેનાથી ભગવાનની કૃપા તમારી ઉપર હંમેશા જળવાઈ રહે છે, એટલા માટે તમે માટીનો દીવો જરૂર ઉપયોગ કરો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.