દરેક વ્યક્તિ વૃદ્ધ થવાથી ખુબ ગભરાય છે, પરતું વૃદ્ધાવસ્થા દરેકને આવાવાની તો છે જ. આ એક અટલ સત્ય છે. ફિલ્મોમાં જે એકટર વધારે ચાલે છે તે પોતાને વૃદ્ધ થવા દેતો નથી, એના માટે તે ઘણા પ્રકારની નાના-મોટી સર્જરી કરાવતા રહે છે. પણ કહેવાય છે ને “પ્રેમ અને વૃદ્ધાવસ્થા છુપાવવા છતાં પણ છુપાતા નથી, તે એકને એક દિવસ સામે આવી જાય છે.”
બોલીવુડમાં પણ ઘણા એવા જ કલાકાર છે જેમના વાળે જવાબ આપી દીધો છે, પરંતુ નકલી વાળ લગાવીને પોતાની સુંદરતા બનાવી રાખે છે. આમાં એવા મોટા સ્ટાર્સના નામ આવે છે જે તમને ચકિત કરી દેશે. વૃદ્ધાવસ્થાના છેલ્લા પગથિયે ઉભા છે આ 5 અભિનેતા, આ સ્ટારોએ પોતાને સુંદર દેખાવા માટે કોઈ કસર છોડી નથી.
વૃદ્ધાવસ્થામાં છેલ્લા પગથિયે ઉભા છે આ 5 અભિનેતા :
બોલીવુડ એક એવી દુનિયા છે જ્યાં ઘણા એવા રહસ્ય છે જેને લોકો ખુબ સમય પછી જાણી શકે છે, અને ક્યારે ક્યારે એ રહસ્ય, રહસ્ય જ બનીને રહી જાય છે. આજે અમે તમને 5 એવા બોલીવુડ અભિનેતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના વાળના કારણે પરેશાન થઈને મોંઘા અને નકલી વાળનો ઉપયોગ કરે છે. જેને જોઈને તમે કહેશો કે આ અભિનેતા કેટલો સુંદર છે.
સલમાન ખાન :
બોલીવુડના દબંગ ખાન સાથે ટક્કર લેવી દરેકના હાથમાં નથી. તેમની ઉંમર 53 વર્ષની થઇ ગઈ છે પરંતુ આજે પણ તમે તેમને જોશો તો એવું જ કહેશો કે તે કેટલા યુવાન છે. પણ તમારે આ જાણીને નિરાશ થવું પડશે કે યુવાનીના દિવસોમાં જ સલમાનના વાળ ખરવા લાગ્યા હતા, અને તેમણે અમેરિકા જઈને હેયર વીવિંગ કરાવી હતી, અને આજે જે વાળ સાથે સલમાન ખાનને જોવ છો તે વિગનું જ કમાલ છે.
અમિતાભ બચ્ચન :
મહાનાયક ભલે પોતાની ઉંમરના 76 વર્ષ પાર કરી ચુક્યા છે, પરંતુ વર્ષ 2000 માં જ તેમના વાળ ખરવા લાગ્યા હતા. જયારે તે 45 વર્ષના હતા ત્યારે તે પોતાના વાળ ખરવાથી ખુબ પરેશાન હતા. એટલે તેની અસર ફિલ્મ સૂર્યવંશમમાં પણ દેખાવા લાગી હતી. પછી અમિત જી અમેરિકા ગયા અને ત્યાં પોતાના ખરતા વાળનું સોલ્યુશન કરાવ્યું અને પછી પોતાના ભરાવદાર વાળો વાળી વિગ એમના અંદાજમાં આવી ગઈ. હમણાં આમના વાળ ઓરીજનલ છે પુરા વાળ વિગ નથી પરંતુ જે છે તેમાં તે આજે પણ સુંદર દેખાય છે.
ગોવિંદા :
90 ના દશકમાં ગોવિંદા લગભગ દરેક ફિલ્મમાં હિટ થતા હતા. કારણ કે તેમની એક્ટિંગ કરવાનો અંદાજ બધાથી અલગ હતો. તેમની ફેન ફોલોવિંગ છોકરીઓમાં પણ વધારે હતી. ગોવિંદાએ પોતાની ફિટનેસ પર ધ્યાન ન આપતા પોતાના કામ પર ધ્યાન આપ્યું અને પરિણામ એ આવ્યું કે વર્ષ 2000 શરુ થતા જ તેમના વાળ ખરવા લાગ્યા અને તેમની ફિલ્મ ઓછી પસંદ કરવા લાગ્યા. પછી તેમણે હેયર ટ્રાંસપ્લાંટ કરાવ્યું.
કપિલ શર્મા :
કોમેડી કિંગથી બોલીવુડ એક્ટર બનેલા કપિલ શર્માના હવે થોડા સમય પહેલા જ લગ્ન થયા છે. કપિલ શર્મા જયારે નવા નવા આવેલા હતા ત્યારે જ તેમના વાળ ખરતા હતા. આ જ વાળના આધારે તેમણે કોમેડી શો માં જીત મેળવી તેના પછી તેમને સફળતા વધારે મળવાની સાથે તેમણે પોતાના વાળનું ટ્રાંસપ્લાંટ કરાવ્યું.
અક્ષય કુમાર :
બોલીવુડના ખિલાડી કુમારના વાળ ફિલ્મ ચાંદની ચૌક ટુ ચાઈનાથી ખરવા લાગ્યા હતા. જેનો ઈલાજ તેમણે અમેરિકામાં કરાવ્યો. હેયર ટ્રાંસપ્લાન્ટ કરાવ્યા પછી તેમના વાળ સારા થઇ ગયા. હવે ફિલ્મ કેસરી માટે તેમણે પોતાના વાળની કુરબાની આપી. એવું એટલા માટે કારણ કે ભારે પાઘડીમાં તેમના વાળમાં ઇચિંગ થતું હતું અને ફિલ્મ ગોલ્ડમાં તેમણે વિગનો ઉપયોગ કર્યો હતો.