રણવીર જ નહિ આ 5 અભિનેતાઓની સાળીઓ પણ સુંદરતામાં આપે છે બહેનોને માત.

આ દિવસોમાં બોલીવુડની ગલીઓમાં સુંદર જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ખુબ ચર્ચા થઇ રહી છે. 14-15 નવેમ્બરે આ બંનેએ લગ્ન કરી લીધા હતા. ઇટલીના લેક કોમોથી લગ્ન કરીને પાછા આવ્યા પછી આ બંનેએ મિત્રો અને ખાસ સંબંધીઓને લગ્ન પાર્ટી પણ આપી. નવી જોડીએ 21 નવેમ્બરે બેંગલુરુમાં રિસેપશન પાર્ટી આપી.

લગ્ન અને રિસેપશન પાર્ટીમાં રણવીર-દીપિકા સિવાય જેની સૌથી વધારે ચર્ચા થઇ રહી હતી, તો તે હતી રણવીર સિંહની સાળી અનીશા પાદુકોણ. અનીશા કોઈ બોલિવૂડ હિરોઈનથી ઓછી નથી. ફક્ત રણવીર જ એવા બોલિવૂડ નથી જેમની સાળી આટલી સુંદર હોય. તેના સિવાય બીજા પણ ઘણા સ્ટાર છે જેમની સાળીઓ ખુબ જ સુંદર છે. તો આવો જાણીએ બોલિવૂડની આ સુંદર સાળીઓ વિષે.

અજય દેવગન અને તનિષા મુખર્જી :

બોલિવૂડના દિગ્ગજ કલાકાર અજય દેવગનની સાળીનું નામ તનિષા મુખર્જી છે. તનિષા કાજોલની બહેન હોવાની સાથે સાથે બોલિવૂડ અભિનેત્રી પણ છે. આમણે ‘શશ.. કોઈ હૈ’, ‘સરકાર’ અને ‘નીલ એન્ડ નીક્કી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કાજોલની બહેન તનિષા બોલિવૂડમાં વધારે નામ કમાવી શકી નહિ, એટલા માટે હમણાં પણ દર્શકો તેમને કાજોલની બહેનના નામથી ઓળખે છે. તનિષા બિગ બોસમાં પણ સુંદરતાના જલવા દેખાડી ચુકી છે.

અક્ષય કુમાર અને રિંકી શર્મા :

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની સાળી રિંકી ખન્ના ન ફક્ત સુંદર છે, પણ તે ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. રિંકી આની પહેલા ‘મુજે કુછ કહેના હૈ’, ‘જિસ દેશમેં ગંગા રહેતા હૈ’ અને ‘ચમેકિં’ જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લાખોનું દિલ જીતી ચુકી છે.

શક્તિ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે :

અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે બોલિવૂડનું પ્રખ્યાત નામ છે. તે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂરની સાળી છે. શક્તિ કપૂરની પત્નીનું નામ શિવાંગી કપૂર છે.

રાજ કુન્દ્રા અને શમિતા શેટ્ટી :

પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. રાજ કુન્દ્રાનું નામ બોલિવૂડમાં પણ ખુબ છે. રાજ કુન્દ્રાની સાળી શમિતા શેટ્ટી છે. શમિતા શેટ્ટી ફિલ્મી પરદાથી લાંબા સમયથી દૂર જતી રહી છે.

સાઉથ એક્ટર મહેશ બાબુ અને શિલ્પા શિરોડકર :

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુ દક્ષિણ ભારતીય સિનેમાનું પ્રખ્યાત નામ છે. તેમણે બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે. નમ્રતા શિરોડકટ વાસ્તવ અને પુકાર જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. અને તેમની બહેન શિલ્પા શિરોડકર છે. શિલ્પા ‘ખુદા ગવાહ’ અને ‘ગોપી કિશન’ જેવી ઘણા ફિલ્મોમાં કામ કરી ચુકી છે.