એક સારી બોડીની ચાહત આજકાલના સમયમાં દરેક યુવાનનું સપનું હોય છે. દરેક યુવાન પોતાની જબરદસ્ત બોડી બનાવવા માટે ઘણો પ્રયત્ન કરે છે. તે જીમમાં પોતાનો પરસેવો પાડે છે જેથી તેની બોડી સારી બની શકે. આજના યુવાનો માંથી મોટા ભાગના યુવાન, ફિલ્મોમાં પોતાની બોડીનું પ્રદર્શન કરવા વાળા અભિનેતાઓને જોઇને તેમના મનમાં પણ બોડી બનાવવાની ચાહ લાગી જાય છે. જો અમે બોલીવુડના અભિનેતાઓની વાત કરીએ તો આજકાલ બોલીવુડમાં પણ બોડી બનાવવાનો ટ્રેન્ડ ઘણો ચાલ્યો છે.
પણ જયારે હિન્દી સિનેમાની શરુઆત થઇ હતી ત્યારે હિન્દી સિનેમામાં આવવા સમયે બોડીની જરૂર નહોતી. પણ જેમ જેમ ડીમાંડ વધતી ગઈ તેમ તેમ અભિનેતાઓએ બોડી બનાવવાનું શરુ કરી દીધું. પણ શું તમે આ વાતથી પરિચિત છો, કે સિનેમા જગતમાં સૌથી પહેલા બોડી બનાવવાનું કયા અભિનેતાએ શરુ કર્યુ હતું? કદાચ તમારામાંથી ખુબ જ ઓછા લોકોને ખબર હશે એના વિષે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા પાંચ અભિનેતાઓ વિષે જાણકારી આપવાના છીએ, જેણે સૌથી પહેલા બોડી બનાવવાનું શરુ કર્યુ હતું.
સુનીલ શેટ્ટી : બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી પણ અત્યારના સમયમાં બોડીની બાબતમાં કોઇથી પાછળ નથી. તમને જણાવી દઈએ કે અભિનેતા સલમાન ખાનથી લગભગ 2 વર્ષ પહેલા સુનીલ શેટ્ટીએ બોડી બનાવવાનું શરુ કર્યુ હતું. તેમની ફિલ્મ ‘વિનાશક’, ‘મોહરા’ તથા ‘ભાઈ’ માં તમે લોકોએ તેમની દમદાર બોડી તો જરૂર જોઈ હશે.
દારા સિંહ : હિન્દી સિનેમા જગતમાં સૌથી પહેલા બોડી બનાવવા વાળા અભિનેતા દારા સિંહ જ છે. માન્યું કે તે હવે આપણા વચ્ચે નથી રહ્યા. તે 81 વર્ષની ઉંમર પાર કરીને આ દુનિયાને છોડી ચુક્યા છે. તેટલું જ નહિ આ હિન્દી સિનેમાના લેજેન્ડ પણ કહેવાય છે. તેમને લોકપ્રિયતા રામાનંદ સાગરની રામાયણથી મળી હતી, જેમાં તમે બધા લોકોએ તેમની બોડી તો જોઈ જ હશે. તેમણે પોતાની બોડીના દમ પર જ હનુમાનનો રોલ અદા કર્યો હતો.
સંજય દત્ત : તમેં બધા લોકો આ જાણીને ચકિત જરૂર થઇ જશો, કે અભિનેતા સંજય દત્તે સની દેઓલ સલમાન ખાન તથા સુનીલ શેટ્ટીથી પણ પહેલા બોડી બનાવવાની શરુ કરી દીધી હતી. તેમની પહેલી ફિલ્મ 1981 માં આવી હતી, જેમાં તેમણે ઘણો દમદાર અભિનય ભજવ્યો હતો. તેમની લોકપ્રિયતાની જાણ એ વાત પરથી લાગે છે કે તેમની બાયોપિકએ પણ ઘણી ધમાલ મચાવી હતી.
સલમાન ખાન : બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા સલમાન ખાનનું નામ સૌથી ઉપર આવે છે આ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રસિદ્ધ અને સૌથી વધુ પસંદ કરવામાં આવતા અભિનેતા છે. તમે બધા લોકોએ સલમાન ખાનની ફિલ્મ “બીવી હો તો એસી” જોય જ હશે. જો તમે આ ફિલ્મ જુઓ તો આ ફિલ્મની અંદર અભિનેતા સલમાન ખાન ખુબ પાતળા અને નબળા દેખાય છે. અને આ ફિલ્મ વધુ હીટ પણ ન થઇ શકી. જેના કારણે સલમાન ખાને પોતાની આવવા વાળી ફિલ્મો માટે બોડી બનાવવાનું શરુ કરી દીધું હતું. હાલમાં અભિનેતા સલમાન ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એકમાત્ર એવા અભિનેતા છે જેની બોડીના આજે પણ ઉદાહરણ અપાય છે.
સની દેઓલ : હિન્દી સિનેમામાં સની દેઓલ એક એવા અભિનેતા મનાય છે, જેણે સલમાન ખાન અને સુનીલ શેટ્ટીથી પણ પહેલા બોડી બનાવી હતી. સની દેઓલની બોડીનો જબરદસ્ત અંદાજ તમે તેમની ફિલ્મ ‘બેતાબ’ માં જોઈ શકો છે. પણ સની દેઓલનું એવી કહેવું છે કે તેમણે પોતાની બોડી જીમમાં નથી બનાવી પણ પોતે મહેનત કરીને બનાવી છે.