ભૂલથી પણ તમારી પાસે ન રાખો કોઈ બીજાની ઉપયોગ કરેલી આ પાંચ વસ્તુ, નહિ તો હંમેશા ગરીબ જ રહેશો

સામાન્ય રીતે આપણા લોકોમાં બીજાની વસ્તુ વાપરવાની આદત હોય છે કે એવી વૃતિ હોય છે, જે ખુબ જ ખરાબ માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિષે વિગતવાર.

કહેવામાં આવે છે કે બીજાની ઉપયોગ કરેલી અમુક વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમ છતાં પણ તેમાં ઘણા લોકો એવા છે જે બીજાની ઉપયોગમાં લીધેલી વસ્તુનો ઘણી સરળતા પૂર્વક ઉપયોગ કરે છે. એવું કરવા વાળા લોકો સામાન્ય રીતે તેનાથી થતા નુકશાનથી અજાણ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ બીજાની ઉપયોગમાં લીધેલી વસ્તુનો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં ખરાબ સમય આવી શકે છે.

એમ કરવાથી એ તમારી આર્થિક સ્થિતિ (Financial Condition) અને તમને બન્નેને નુકશાન પહોંચાડી શકે છે. તમારા જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તેના માટે વસ્તુ શાસ્ત્રમાં થોડા નિયમ દર્શાવવામાં આવ્યા છે, જેમાં થોડી એવી વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે જેને બીજા પાસેથી લઇને ઉપયોગ ન કરવી જોઈએ.

૧. કપડા : વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા મુજબ બીજાના કપડા માંગીને ક્યારે પણ ન પહેરવા જોઈએ. નહિ તો તેનાથી ધન અને આરોગ્ય બન્ને સાથે જોડાયેલી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ કોઈ પાસેથી કપડા માંગીને પહેરો છો તો એવું ન કરવામાં જ તમારું ભલું છે.

૨. રૂમાલ : એ વાતથી મોટા ભાગના લોકો માહિતગાર છે કે કોઈ બીજાનો રૂમાલ આપણે ઉપયોગમાં ન લેવો જોઈએ. વસ્તુ શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલા નિયમો મુજબ એમ કરવાથી તમારા અને રૂમાલ આપવા વાળા વ્યક્તિ વચ્ચે તણાવ વધી શકે છે. તે ઉપરાંત તે આર્થિક તકલીફનું કારણ બની શકે છે.

૩. ઘડિયાળ : બીજાની ઘડિયાળ પહેરવાથી દુર રહેવું જોઈએ. કહેવામાં આવે છે કે તેનાથી તમારો સમય ક્યારે પણ તમારા મુજબ નહિ ચાલે, અને તમારે કામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા માટે સારું એ રહેશે કે તમે બીજાની ઘડિયાળનો ઉપયોગ કરવાથી દુર રહો.

૪. ઉછીના પૈસા : જો તમે કોઈ પાસેથી પૈસા ઉછીના લો છો તો તેને સમય પ્રમાણે પાછા આપી દેવા જોઈએ. જો તમે કોઈ પાસેથી ઉછીના પૈસા લઇને તે પૈસાનો ઉપયોગ કરો છો, અને તેને સમય પહેલા પાછા નથી આપતા તો તેનાથી તમારી પાસે ધન ક્યારે પણ ટકશે નહિ, અને તમારે ધન સંબંધિત તકલીફોનો સામનો કરવો પડશે.

૫. પેન : કોઈ બીજાની ઉપયોગમાં લીધેલી પેનનો ઉપયોગ કરવાથી દુર રહેવું જોઈએ. ખાસ કરીને ત્યારે તમે તેને માંગ્યા પછી પાછી આપવાનું ભૂલી જાવ. વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા મુજબ તેનાથી આર્થિક સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.