રિયલ લાઈફમાં એક-બીજાને નફરત કરે છે આ 5 ટીવી એક્ટર-એક્ટ્રેસ, છતાં પણ આપે છે રોમાન્ટિક સીન

ટેલીવિઝનની દુનિયામાં એવી ઘણી બધી જોડીઓ છે. જેને ફેંસ એક સાથે જોવાનું ખુબ પસંદ કરે છે. પણ શું તમે જાણો છો? કે આ ટેલીવિઝન ઉપર પ્રસારિત થનારા આ શો માં ભલે તે પરફેક્ટ કપલ હોય અને તેની વચ્ચે કેમેસ્ટ્રી પડદા ઉપર ઘણી કમાલની જોવા મળતી હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તેમને એક બીજા સાથે જરાપણ બનતું નથી. તેમાંથી ઘણા કલાકાર તો એવા છે. જે સેટ ઉપર પણ એક બીજા સાથે વાત પણ ન કરતા હતા. આ અભિનેત્રીઓની યાદીમાં દિવ્યાંકા ત્રિપાઠી અને હીના ખાનનું નામ પણ આવે છે.

હીના ખાન – કરણ મેહતા :-

સ્ટાર પ્લસ ઉપર આવતા હીટ ધારાવાહિક ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ ના મુખ્ય કલાકાર નૈતિક અને અક્ષરાના પાત્રને કરણ મેહતા અને હીના ખાને ઘણી સારી રીતે નિભાવ્યું પણ પડદા ઉપર તેની કેમેસ્ટ્રી જેટલી સારી જોવા મળે છે ઓફ સ્ક્રીન તેમની વચ્ચે જરાપણ ટ્યુનીંગ ન હતું. દર્શકોની આ મનપસંદ જોડી ક્યારે પણ સેટ ઉપર ફેન્ડલી નથી રહી. આ બંને ભલે એક બીજા સાથે લડાઈ ઝગડા નથી કર્યા પણ આ બંને હંમેશા એક બીજા સાથે વાત કરવાથી દુર રહે છે.

તોરલ રાસપુત્રા – સિદ્ધાર્થ શુક્લ ;-

બાલિકા વધુની સુપરહિટ જોડી તોરલ રાસપુત્રા અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે પણ અંગત જીવનમાં કડવાશ આવી ગઈ હતી, તેમની વચ્ચે સંબંધો ત્યારે ખરાબ થયા જયારે તે બંને હનીમુન સિક્વેંસના શુટિંગ માટે કાશ્મીર ગયા હતા. ત્યાં કોઈ કારણસર તે બંને વચ્ચે ઝગડો થઇ ગયો. અહેવાલ મુજબ કાશ્મીરથી પાછા ફર્યા પછી પણ તેમની વચ્ચે સંબંધોમાં ક્યારે પણ સુધારો ન આવ્યો અને તે બંને સેટ ઉપર એક બીજાને ઇગ્નોર કરતા હતા.

રજત ટોસ્ક – પરિધિ શર્મા :-

ટેલીવિઝન ઉપર પ્રસારિત થનારી સુપરહિટ ધારાવાહિક ‘જોધા અકબર’ ના મુખ્ય કલાકાર રજત ટોક્સ અને પરિધિ શર્માની જોડીને લોકોએ ઘણી પસંદ કરી. પણ વાસ્તવિક જીવનમાં તેને જરાપણ બનતું નથી. તેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ઘણી જ કમાલની હતી પણ તેની વચ્ચે ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી જરાપણ ન હતી. રજતને હંમેશા એવો અહેસાસ થતો હતો કે તે પરિધિથી સીનીયર છે. એટલા માટે તે હંમેશા પરિધિને ઇગ્નોર કરતો હતો અને ક્યારે પણ તેની સાથે સારી રીતે વાત કરતો ન હતો.

દિવ્યાંકા ત્રિપાઠી – કરણ પટેલ :-

સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થતી ધારાવાહિક ‘યે હે મોહબ્બતે’ ની મુખ્ય અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલને પણ દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો. પણ વાસ્તવિક જીવનમાં બંને એક બીજાથી દુર રહેતા હતા. સમાચારો મુજબ યે હે મોહબ્બતેના સેટ ઉપર કરણ પટેલ ઘણા એટીટ્યુડ દેખાડતા હતા અને હંમેશા શુટિંગ માટે મોડેથી પહોચતા હતા. પણ આ બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ છે. તેની દોસ્તી ત્યારે થઇ જયારે દિવ્યાંકાનો અકસ્માત થયો. આ અકસ્માત પછી દિવ્યાંકાને લઈને કરણનું વર્તન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું.

દીપિકા સિંહ – અનસ રશીદ :-

‘દિયા ઔર બાતી હમ’ ના મુખ્ય કલાકાર દીપિકા સિંહ અને અનસ રશીદ વચ્ચે પહેલા ઘણી જ સારી દોસ્તી હતી, પણ એક વખત દીપિકાએ સૌની સામે અનસને થપ્પડ મારી દીધી ત્યારથી તે બંનેના સંબંધમાં કડવાશ આવી ગઈ. અહેવાલ મુજબ ખોટી રીતે સ્પર્શ કરવાથી દીપિકાએ અનસને થપ્પડ મારી હતી. ત્યારથી તે બંનેએ એક બીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.