આ 7 ભારતીયો પાસે છે દુનિયાની સૌથી મોંઘી કાર, અંબાણી પણ આવે છે નંબર 3 પર

જ્યાં દુનિયામાં ગરીબ લોકોની લાઈનો છે તો ત્યાં પૈસાદાર લોકોની સંખ્યા પણ ઓછી નથી. સમયની સાથે સાથે હવે આપણા ભારત દેશમાં પણ પૈસાદાર લોકોની સંખ્યા વધતી જાય છે. પૈસાદાર લોકોના ઘણા પ્રકારના શોખ હોય છે જેને ગરીબ કે મધ્યમ વર્ગના માણસોને પરવડે એવા નથી. પછી તે સ્માર્ટફોન હોય, મોંઘા જેકેટ્સ હોય કે પછી બ્રાન્ડેડ કપડા. પરંતુ હવે પૈસાદાર લોકોની હરીફાઈમાં દોડવા માટે લકઝરી કારો પણ જોડાઈ ચુકી છે. તમે એવી ઘણી સારી સારી કારોને ટીવી ઉપર જોઈ હશે, જેને તમે સપનામાં પણ નથી ખરીદી શકતા. પરંતુ આવી કારોની સંખ્યા હવે ભારતના રોડ ઉપર પણ વધી ગઈ છે. આજે અમે તમને એવા ૭ ભારતીય લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની પાસે દુનિયાની સૌથી ઉત્તમ અને મોંઘી કારો છે, અને તેઓ કોઈ ચિંતા વગર આરામથી તેમાં ફરે છે.

૭. વિરાટ કોહલી :

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના લગ્ન અનુષ્કા શર્મા સાથે થયા હતા. તેના રીસેપ્શનની ચર્ચા આખા ભારતમાં હતી. પરંતુ તમને એ જાણીને નવાઈ થશે કે વિરાટ પાસે ઘણી ઉત્તમ કારો છે. જેમાંથી ઓડી R8 ટોપ ઉપર આવે છે. તે કારની હાલની કિંમત લગભગ ૨.૬૪ કરોડ રૂપિયા છે. તે કાર ઉપરાંત વિરાટ પાસે Q7 જેવી મોંઘી કાર પણ છે.

૬. સચિન તેંદુલકર :

સચિન તેંદુલકરને ક્રિકેટનો બાપ કહેવામાં આવે છે. આમ તો સચિન તેંદુલકર ક્રિકેટ જગત માંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. પરંતુ તેની રહેણી કરણીની ચર્ચા આજે પણ દરેકની જીભ ઉપર છે. સચિન પાસે બીએમડબલ્યુ i8 જેવી ઉત્તમ કાર છે જેને તેમણે ગયા વર્ષે જ ૨.૨૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે કાર તેની બીજી કારોની સરખામણીએ તેમને સૌથી વધુ ગમતી કાર છે.

૫. અમિતાભ બચ્ચન :

ફિલ્મી ઇન્ડસ્ટ્રીના શહેનશાહ અમિતાભ બચ્ચનને આજે આપણે બીગ બી ના નામથી પણ ઓળખીએ છીએ. પોતાના ફિલ્મી કેરિયરમાં તેમણે એક એક થી ચડીયાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. અમિતાભ બચ્ચન પાસે રોલ્સ રોયલ ફેન્ટમ જેવી સારી કાર છે, જેની કિંમત ૩ કરોડ રૂપિયાથી ઉપર છે. અમિતાભ પાસે બીજી પણ ઘણી મોંઘી કારો છે પરંતુ રોલ્સ રોયલ ફેન્ટમ એમની ફેવરીટ છે.

૪. રામ ચરણ :

સાઉથ ઇન્ડસ્ટ્રીના ઉભરતા કલાકાર રામ ચરણ પણ રહેણી કરણી અને શોખની બાબતમાં કોઈનાથી ઓછા નથી. તેની પાસે રેંજ રોવર જેવી ઉત્તમ કાર છે, જેની કિંમત ૩.૧ કરોડ રૂપિયા છે. તેમણે હાલમાં જ રેંજ રોવર ઓટોબાયોગ્રાફી ખરીદી હતી. તે કાર ઉપરાંત તેમની પાસે એસ્ટમ માર્ટીન, જીપ અને ઘણી બીજી કારો પણ છે.

૩. મુકેશ અંબાણી :

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને કોણ નથી ઓળખતું. તે રજવાડું દેખાડવામાં ક્યારે પણ પાછા નથી પડતા. પરંતુ કારોની બાબતમાં તે ત્રીજા નંબર ઉપર આવે છે. તેની પાસે મેબેક ૬૨ છે, જેની કિંમત હાલમાં ૫.૪૦ કરોડ રૂપિયા છે. તે કાર તેમણે ઓફીસ આવવા જવા માટે ખરીદી છે.

૨. આમીર ખાન :

બોલીવુડના સૌથી પરફેક્ટ કલાકાર માનવામાં આવે છે આમીર ખાન. તે ફિલ્મોમાં જેટલા સારા અભિનય માટે ઓળખવામાં આવે છે, એટલા જ વધુ રીયલ લાઈફમાં પોતાના કારોના શોખ માટે પ્રસિદ્ધ છે. આમીર ખાન પાસે મર્સીડીસ બેંઝ એસ ૬૦૦ છે, જે લગભગ ૧૦ કરોડ રૂપિયાની છે. વિશેષ વાત એ છે કે મર્સીડીસ બેંઝ એસ ૬૦૦ બુલેટ પ્રૂફ કાર છે.

૧. શાહરૂખ ખાન :

બોલીવુડના કિંગ ખાન પોતાના રોમાંટિક રોલ માટે ઓળખવામાં આવે છે. પરંતુ શાહરૂખ ખાન પાસે બુગાટી વેરોન છે જેની કિંમત ૧૨ કરોડ રૂપિયા છે. આ કાર ઉપરાંત તેની પાસે રોલ્સ રોયલ અને બીએમડબલ્યુ સહીત ઘણી બીજી લકઝરી કારો પણ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.