ઘરમાં આ સ્થાનો ઉપર હોય છે રાહુનો પ્રભાવ, અહીં ગંદકી થવાથી જીવનમાં આવતી રહે છે મુશ્કેલીઓ.

તમે ઘરના આ સ્થાનો પર સાફ-સફાઈનું નથી રાખતા ધ્યાન, તો તમે આપો છો રાહુને આમંત્રણ, જાણો કઈ ભૂલ કરવાથી બચવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપ અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. રાહુને કારણે જ દુર્ઘટનાના યોગ ઉભા થાય છે. રાહુને કારણે જ વ્યક્તિ ગાંડપણનો પણ ભોગ બની શકે છે. લાલ કિતાબ મુજબ, ઘરમાં અમુક વિશેષ સ્થાન જેવા કે શૌચાલય અને સીડીઓ રાહુથી પ્રભાવિત હોય છે. આ સ્થાન ઉપર જો ગંદકી રહે છે કે અન્ય કોઈ દોષ હોય છે, તો રાહુ સંબંધિત અશુભ ફળ મળવા લાગે છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલી ખાસ વાતો.

(1) શૌચાલય એટલે કે ટોયલેટનું ખરાબ હોવું, તૂટેલું ફૂટેલું હોવું, ડાઘા વાળું કે ગંદુ હોવું એટલે રાહુને આમંત્રણ આપવું એવું માનવામાં આવે છે. તે ઘરમાં રોગ અને શોકને જન્મ આપે છે.

(2) જો ભૂલથી તમારું શૌચાલય ઇશાન ખૂણામાં બની ગયું છે, તો પછી તે ઘણી વધારે ઘનહાની અને અશાંતિનું કારણ બની જાય છે. શૌચાલયમાં બેસવાની વ્યવસ્થા જો દક્ષીણ કે પશ્ચિમ મુખી છે તો તે યોગ્ય છે.

(3) રાહુના અશુભ ફળથી બચવા માટે શૌચાલયને સ્વચ્છ, સુકું અને સુદંર જાળવી રાખો. તેમાં સુગંધિત વાતાવરણ હશે તો રાહુના દોષ નહિ લાગે. તેના માટે તમે શૌચાલયના કોઈ ખૂણામાં કપૂરની એક ટીકડી રાખી દો કે કોઈ કાચના બાઉલમાં આખું મીઠું રાખી દો.

(4) રાહુનું બીજું સ્થાન હોય છે સીડીઓ ઉપર એટલે કે દાદરા ઉપર. સીડીઓ તૂટેલી કે ગંદી છે તો રાહુ સક્રિય થશે. જો સીડીઓ સ્વચ્છ, સુંદર અને સાફ નથી તો ત્યાં રાહુ સક્રિય થઈને જીવનમાં ઉથલ-પાથલ મચાવી દે છે. તેનાથી શત્રુ સક્રિય બની જાય છે અને વ્યક્તિ દેવાથી પણ ઘેરાઈ જાય છે.

(5) ઘરમાં સીડીઓ પૂર્વથી પશ્ચિમ કે ઉત્તરથી દક્ષીણ તરફ જ બનાવડાવો. ક્યારેય પણ ઉત્તર-પૂર્વમાં સીડીઓ ન બનાવડાવો. પરંતુ જો ખોટી દિશામાં બની ગઈ છે તો તેને સ્વચ્છ જરૂર રાખો.

(6) લાલ કિતાબ મુજબ રાહુના દોષ ઉભા થવાથી જીવનમાં ઘટના અને દુર્ઘટના વધી જાય છે. એટલે ઘરના ટોયલેટ અને સીડીઓ હંમેશા સ્વચ્છ અને દોષમુક્ત રાખવા જોઈએ.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.