આ નેતાઓનું ભણતર જાણીને ચકિત રહી જશો તમે

ભારતીય રાજનીતિમાં નેતા પોતાના ભણતરને લઈને ખુબ ખોટું બોલતા રહે છે. અને હંમેશા તેમના ભણતરને લઈને તેમણે જે ખોટું બોલ્યું છે તે પણ સાબિત થઇ જાય છે. તમે જાણીને દંગ થઈ જશો કે આપણો કાયદો બનાવવા વાળા ઘણા નેતા ગ્રેજ્યુએટ પણ નથી. હા, આજ હકીકત છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ઘણા તેના 12 પાસ પણ હોતા નથી પણ તેઓ નકલી સર્ટિફિકેટ સરકારને દેખાડે છે. તેમની હકીકત જાણવા માટે ઘણી તપાસ પણ કરવામાં આવી હતી.

લાલુની દીકરીનો હાર્વર્ડમાં લેક્ચર :

લાલુની દીકરી મીસા ભારતીએ પોતાના ફેસબુક પેજ પર ફોટો અપલોડ કરતા દાવો કર્યો છે કે તેમણે હાર્વડ યુનિવર્સીટીમાં લેક્ચર કર્યુ છે. આ દાવાની પોળ ખોલતા હાર્વડે સફાઈ આપી છે કે મીસાએ કોઈ લેક્ચર આપ્યો નથી. તે ફક્ત દર્શક તરીકે ત્યાં હાજર હતી. સોશિયલ મીડિયા પર તેમનો ફોટો ખુબ વાયરલ થઇ રહ્યો છે. ત્યાં તેમના વિરોધીઓએ તેમના પર નિશાના લાગવાની તક મળી ગઈ છે.

રાજનીતિની શાળા :

આપણા દેશમાં રાજનીતિ માટે ભણતર નહિ ફક્ત કૌશલની જરૂર હોય છે. બીજા નેતાઓની હાલત હજુ પણ ખરાબ છે. મીસાએ પટના મેડિકલ કોલેજ માંથી MBBS કર્યુ છે, અને તેઓ ક્લાસની ટોપર પણ રહી ચુકી છે. જયારે 121 સાંસદ 12 મુ કે તેનાથી ઓછું ભણ્યા છે.

ભાજપાના નેતા વરુણ ગાંધીનો દાવો હતો કે તેમણે લંડન સ્કૂલ ઓફ ઈક્નૉમિક્સથી પોતાનું ભણતર પૂર્ણ કર્યુ છે. હકીકત બહાર આવી કે તેમણે પોતાનું ભણતર ડીસ્ટેંન્સ લર્નિગ દ્વારા પૂર્ણ કર્યુ હતું.

માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનો દાવો હતો કે તેમની પાસે યેલ યુનિવર્સીટીની ડિગ્રી છે. તેમના આ દાવાની ચર્ચા ઘણા સમય સુધી ચાલી હતી, અને તેની ઘણી તપાસ પણ કરવામાં આવી હતી. તપાસ કર્યા પછી હકીકત સામે આવી કે તેમણે અન્ય સાંસદોની સાથે ફક્ત 6 દિવસનો એક કોર્સ કર્યો હતો.

1991 માં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો દાવો હતો કે તેમની પાસે ઇસ્ટ જોર્જિયા યુનિવર્સીટીથી ડોક્ટ્રેટની ઉપાધિ છે. તેમનો આ દાવો પણ ચર્ચામાં આવ્યો અને તપાસ કરવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું, કે આ પ્રકારની કોઈ ડિગ્રી અસ્તિત્વમાં નથી. આવી છે આપણા દેશની સરકારની સ્થિતિ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.