૩૧ ડીસેમ્બર પછી બદલાઈ જશે આ નિયમ, છેલ્લી તારીખ પહેલા જરૂર પુરા કરી લો તમારા જરૂરી કામ

નવું વર્ષ શરુ થવામાં લગભગ પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યારબાદ એટલે કે ૩૧ ડીસેમ્બર પછી થોડા નિયમોમાં પણ ફેરફાર થવાના છે. તેવામાં તમારે એ જરૂર જાણી લેવું જોઈએ કે નવા વર્ષથી ક્યા ક્યા નિયમોમાં ફેરફાર થવાના છે, જેથી તમે તમારા કામ સમય પહેલા પુરા કરી શકો, અને પછી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. આજની આ પોસ્ટમાં અમે તમને બેંકો સાથે જોડાયેલા થોડા નિયમ બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં ૩૧ ડીસેમ્બર પછી ફેરફાર થવા જઈ રહ્યા છે.

૧. મેન્ગેટીક સ્ટ્રિપ વાળા એટીએમ કાર્ડ થશે બંધ :

ભારતીય રીઝર્વ બેંકના આદેશ મુજબ ૩૧ ડીસેમ્બર પછી મેન્ગેટીક સ્ટ્રિપ વાળા કાર્ડ બ્લોક થવા જઈ રહ્યા છે, તેની જગ્યાએ બેંક દ્વારા ઇએમવી ચીપ વાળા કાર્ડ પુરા પાડવામાં આવી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક જેવી મોટી મોટી બેંક પોતાના ગ્રાહકોને મફતમાં જુના કાર્ડના બદલે નવા કાર્ડ આપી રહ્યા છે. આ નિર્ણય તમારા કાર્ડની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. કેમ કે આજકાલ છેતરપીંડીના ઘણા કેસ સામે આવી રહ્યા છે. ઇએમવી ચીપ વાળા કાર્ડ નવી ટેકનીક દ્વારા બનાવવામાં આવેલા છે, જે પહેલાના કાર્ડથી વધુ સુરક્ષીત છે. પરંતુ તમારી પાસે પણ જુના મેન્ગેટીક સ્ટ્રિપ કાર્ડ છે તો ૩૧ ડીસેમ્બર પહેલા તમારી બેંકની શાખામાં જઈને નવા ઇએમવી ચીપ બેસ્ડ કાર્ડ માટે અપ્લાઈ કરી દો.

૨. નોન-સીટીએસ ચેક નહિ કરવામાં આવે સ્વીકાર :

જે લોકો ચેક દ્વારા ઘણી લેવડ દેવડ કરે છે, તેમને જણાવી દઈએ કે ૩૧ ડીસેમ્બર પછી કોઇપણ બેંક જુના નોનસીટીએસ ચેક નહિ સ્વીકારે. ભારતીય રીઝર્વ બેંક ૩ મહિના પહેલા જ તમામ બેંકોને આ આદેશ આપી ચુકી છે. બેંક વાળા હવે પોતાના ગ્રાહકોને નવી ચેક બુક આપી રહ્યા છે. એટલા માટે જો તમારી પાસે હજુ પણ તે જૂની ચેકબુક છે તો મોડું કર્યા વગર નવી સીટીએસ-૨૦૧૦ ચેકબુક માટે અપ્લાઈ કરી દો.

૩. ભરી દો તમારું ઇન્કમ ટેક્સ રીટર્ન :

બની શકે છે તમારા માંથી ઘણા લોકોએ હજુ સુધી પોતાનું ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઈલ ન કર્યુ હોય. જો એવું છે તો ૩૧ ડીસેમ્બર પહેલા પહેલા આઈટીઆર ફાઈલ કરી લો. હવે તમે ઇન્કમ ટેક્સ વિભાગની ઓફીશીયલ વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન પણ ITR ભરી શકો છો.

૪. મહિલાઓ માટે નવું બેંક એકાઉન્ટ :

આઈસીઆઈસીઆઈ બેંક નવા વર્ષ ઉપર કામકરતી મહિલાઓને એક નવી ભેંટ આપવા જઈ રહી છે. ખાસ કરીને icici બેંકએ નવા બચત ખાતાની શરૂઆત કરી છે. તેની હેઠળ ૧૮ વર્ષ કે વધુ ઉંમરની કામકરતી મહિલાઓને આઈસીઆઈસીઆઈ બેંકમાં નવું એકાઉન્ટ ખોલાવવા ઉપર વિશેષ રાહત આપવામાં આવી રહી છે. જ્યાં ઘણી બેંકોના એટીએમ કાર્ડમાં આ લીમીટ હોય છે કે મહિનામાં માત્ર ચાર કે પાંચ ટ્રાજેક્શન જ મફતમાં કરી શકો છો, ત્યાર પછી ચાર્જ આપવાનો હોય છે. પરંતુ આઈસીઆઈસીઆઈ બેંક મહિલાઓને મફતમાં અનલીમીટેડ ટ્રાઝેક્શનની સુવિધા આપી રહી છે.

૫. EMI માં મળશે રાહત :

જો તમે લોન લઇને નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે હાલમાં જ એચડીએફસી બેંકએ કસ્ટમ ફીટ કાર લોન સ્કીમ લોન્ચ કરી છે. તેની હેઠળ ગ્રાહક હવે ઓછા ઈએમઆઈ ઉપર કાર ખરીદી શકશે. ખાસ કરીને હવે તમે ‘બલુન રીપેમેંટ પ્રોગ્રામ’ હેઠળ કાર લોનના રીપેમેંટ પહેલા ત્રણ વર્ષ સુધી ૨૪ ટકા ઓછા EMI ઉપર કરી શકો છો.