અભિનયની દુકાન ઉપરાંત પોતાનો સાઈડ બિઝનેસ ચલાવીને ઘણા રૂપિયા કમાય છે આ 6 કલાકારો

બોલીવુડની દુનિયા ઘણી ઝાકમઝોળ જેવી હોય છે. અને આપણે બધા આ કલાકારોની વૈભવી લાઈફસ્ટાઈલ જોઈને આકર્ષિત થઈએ છીએ. અને એ વાત પણ કોઈનાથી છુપાયેલી નથી કે, આ બોલીવુડ સ્ટાર્સ પાસે અઢળક પૈસા હોય છે. ત્યાં સુધી કે ફ્લોપ ગયેલા કલાકારો પણ પોતાનું જીવન આરામથી પસાર કરે છે.

અને તેનું કારણ એ પણ છે કે, ઘણા કલાકારો પોતાના અભિનય સાથે સાઈડમાં બીજો બિઝનેસ પણ ચલાવે છે. તેવામાં તેની વધારાની આવક પણ થતી રહે છે. આવી રીતે તેઓ પોતાના મોંઘા શોખ પણ પુરા કરી શકે છે. તેવામાં આજે અમે તમને બોલીવુડના થોડા ખાસ કલાકારોનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેનો સાઈડ બિઝનેસ તેમને માલામાલ બનાવી રહ્યો છે.

અજય દેવગન :

અજય દેવગન આજે પણ ફિલ્મોમાં એક્ટીવ છે, અને તેમની ફિલ્મો પણ બોક્સ ઓફીસ ઉપર સારો દેખાવ કરે છે. જણાવી દઈએ કે, અજયનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. અને તેનું નામ ‘દેવગન ઇન્ટરટેનમેંટ સોફ્ટવેયર લીમીટેડ’ છે. તે ઉપરાંત તેમણે રોજા ગ્રુપ સાથે ભાગીદારી કરી ૨૫ MW ના વીજળીના પ્લાન્ટમાં રોકાણ કરેલું છે. એટલું જ નહિ તેમણે ગુજરાતમાં સોલર પ્રોજેક્ટ ‘ચારનાકા’ માં પણ રોકાણ કરેલું છે.

સુનીલ શેટ્ટી :

સુનીલ શેટ્ટીનું ફિલ્મી કેરિયર પણ ઘણું સફળ રહ્યું છે. પરંતુ ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, સુનીલ એક સફળ બિઝનેસમેન પણ છે. સુનીલ પાસે ‘પોપકોર્ન એન્ટરટેઈનમેંટ’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેની સાથે જ તેમણે યુવા લોકો માટે આકર્ષક નાઈટ ક્લબ અને રેસ્ટોરેન્ટ પણ બનાવેલા છે. હવે તમે એના પરથી અંદાજો લગાવી શકો છો કે સુનીલ કેટલા પૈસા કમાતો હશે.

અક્ષય કુમાર :

અક્ષય કુમાર એક સફળ અભિનેતા છે. તે આજના સમયમાં પણ ઘણી સારી ફિલ્મો ખાસ કરીને મુખ્ય કલાકાર તરીકે કરે છે. સમાચાર તો એ પણ સામે આવ્યા છે કે, તે તમામ અભિનેતાઓની સરખામણીમાં ઘણો વધુ ટેક્સ ભરે છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે, તેમના અભિનય ઉપરાંત બીજા ઘણા બિઝનેસ પણ છે. અક્ષયે રાજ કુન્દ્રા સાથે ભાગીદારી કરીને ઓનલાઈન શોપિંગ ચેનલ ‘બેસ્ટ ડીલ ટીવી’ ખોલી છે. તેની સાથે જ તેમનીનું ‘હરી ઓમ એન્ટરટેઈનમેંટ’ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે.

માધુરી દીક્ષિત :

બોલીવુડની દિલકશ કલાકાર માધુરી દીક્ષિત એમના અભિનય સાથે ઉત્તમ ડાન્સ માટે પણ ઓળખાય છે. તેમણે પોતાના એ શોખને ફોલો કરતા તેમણે ઓનલાઈન પોતાની ડાંસ એકેડમી પણ શરુ કરી છે.

બોબી દેઓલ :

બોબી દેઓલનું ફિલ્મી કેરિયર ઉતાર ચડાવથી ભરેલું રહ્યું છે. લાંબા વખતના સમયગાળા પછી તેમણે રેસ ૩ જેવી ફિલ્મોથી કબબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ફિલ્મ પણ ફ્લોપ રહી. પરંતુ બોબી હાર માને તેવા નથી. તે જલ્દી જ ‘હાઉસફૂલ ૪’ માં જોવા મળવાના છે. અભિનય ઉપરાંત બોબી એક સારા ડીજે પણ છે. તેમણે આ કામની શરૂઆત વર્ષ ૨૦૧૬ માં દિલ્હીના એક નાઈટ ક્લબથી કરી હતી.

મલાઈકા અરોડા :

અર્જુન કપૂર સાથે લવ અફેયરને લઇને ચર્ચામાં રહેવા વાળી મલાઈકા અરોડા પણ પોતાનો એક સાઈડ બિઝનેસ ચલાવે છે. મલાઈકાને બોલીવુડમાં આઈટમ સોંગની ઘણી ઓફર પણ મળી છે. તે ખાસ કરીને અભિનેત્રી તરીકે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેમ છતાંપણ તેની લાઈફસ્ટાઈલ વિશાળ છે. ખાસ કરીને મલાઈકાએ બિપાશા બસુ અને સુઝેન ખાન સાથે મળીને પોતાની એક ફેશન સંબંધિત વેબસાઈટ શરુ કરી દીધી છે. આ વેબસાઈટનું નામ ‘દ લેબલ લાઈફ’ છે.