ઘણુ દુઃખદ રહ્યું આ સ્ટાર્સ માટે વર્ષ ૨૦૧૮, કોઈ ફેમીલીથી થયા ટોર્ચર તો કોઈ એ ગુમાવ્યો બાળક

થોડા દિવસોમાં વર્ષ ૨૦૧૮ પૂરું થવાનું છે અને ૨૦૧૯ શરુ થવાનું છે. ઘણા લોકો માટે આ વર્ષ ઘણું સારું રહેશે તો થોડા માટે ઘણું ખરાબ. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા કલાકારો એવા હશે જેમના માટે આ વર્ષ સારું અને ખરાબ રહેશે. આજની આ પોસ્ટમાં અમે એવા જ થોડા કલાકારો વિષે વાત કરીશું જેમના માટે આ વર્ષ સારું સાબિત ન થયું.

કપિલ શર્મા :

સુનીલ ગ્રોવરથી અલગ થયા પછી કપિલના શો ની ટીઆરપી નીચી આવી, અને એક સમય એવો આવ્યો જયારે શો બંધ કરવો પડ્યો. ત્યાર પછી વર્ષ ૨૦૧૮ માં કપિલ નવાશો ‘ફેમીલી ટાઈમ વિથ કપિલ’ લઈને આવ્યા જે સુપરફ્લોપ સાબિત થઇ. ઘણા એપિસોડ પછી જ તેને બંધ કરવો પડયો ત્યારબાદ તે ડીપ્રેશનમાં જતો રહ્યો હતો.

જન્નત જુબેર :

આજકાલ નાના પડદાની અભિનેત્રી જન્નત જુબેર ‘તું આશિકી’ સીરીયલમાં જોવા મળી રહી છે. ઘણા સમય પહેલા સીરીયલમાં જન્નત અને તેના કો-સ્ટાર વચ્ચે એક કિસિંગ સીન સુટ થવાનો હતો, જેના વિષે જાણીને જન્નતના ઘરવાળા ગુસ્સે થઇ ગયા હતા. આ વાતની અસર આવનારા દિવસોમાં તેના કેરિયર ઉપર પણ પડી શકે છે.

જયા ભટ્ટાચાર્ય :

જ્યા ભટ્ટાચાર્ય નાના પડદાની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. જ્યા માટે આ વર્ષ ઘણું દુ:ખદ સાબિત થયું. વર્ષની શરૂઆતમાં જ તેની માં નું અવસાન થઇ ગયું. પરંતુ હદ તો ત્યારે થઇ જયારે લોકો દુવિધામાં જયાના મૃત્યુનો શોક મનાવવા લાગ્યા. આ વર્ષે તેણે ઘણી આર્થિક તકલીફોનો પણ સામનો કરવો પડ્યો.

આદિત્ય નારાયણ :

પ્રસિદ્ધ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ માટે આ વર્ષ શરૂઆતથી જ દુ:ખ દાયક રહ્યું. આ વર્ષમાં તેમણે પોતાની કારથી એક ઓટો રીક્ષાને ટક્કર મારી દીધી હતી, જેમાં એક મહિલા અને ડ્રાઈવર ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. તેના કારણે જ તેણે પોલીસ સ્ટેશનના ઘણા ધક્કા ખાવા પડ્યા હતા. તે ઉપરાંત તે રાંચી એયરપોર્ટ ઉપર એક કર્મચારી સાથે પણ ઝગડી પડ્યા હતા.

અરમાન કોહલી :

અરમાન કોહલી માટે પણ આ વર્ષ સારું નથી રહ્યું. હાલમાં જ એવા સમાચારો આવ્યા હતા કે ગુસ્સામાં તેણે પોતાની ગર્લફ્રેન્ડને મારીને ખરાબ રીતે ઘાયલ કરી દીધી છે. તે ઘટના પછી તે ભાગી ગયો હતો પરંતુ પોલીસે તેને શોધી કાઢ્યો.

આકાશદીપ સહગલ :

ટીવી કલાકાર આકાશદીપ સહગલએ હાલમાં જ એક ઓટો રીક્ષા ડ્રાઈવરને ખરાબ રીતે માર્યો હતો, કેમ કે ડ્રાઈવરએ તેને એ જણાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે પોતાની કાર ખોટી સાઈડ માંથી લઇને આવી રહ્યા છે. પાછળથી આકાશદીપની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી, ત્યાર પછી તેને પોલીસ સ્ટેશનમાં ઘણા ધક્કા ખાવા પડ્યા.

કરણ પટેલ :

કરણ પટેલ નાના પડદાના સૌથી પ્રસિદ્ધ અભિનેતા છે. કરણ માટે આ વર્ષ જેટલું સારું થયું તેનાથી પણ વધુ ખરાબ રહ્યું. વર્ષની શરૂઆતમાં તો તેના ઘેર આનંદનું વાતારવણ હતું કેમ કે તેની પત્ની અંકિતા માં બનવાની હતી. પરંતુ થોડા સમય પછી જ તેની મિસકેરીજ થઇ ગઈ ત્યાર પછી આનંદ દુ:ખમાં ફેરવાઈ ગયો.