ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવી ખુબ મુશ્કેલ હોય છે, અને જેને સફળતા મળી તેને સ્ટાર બનવામાં વધારે સમય લાગતો નથી. આ એકમાત્ર એવી ફિલ્ડ છે જ્યાં પ્રસિદ્ધિની સાથે સાથે ખુબ મિકલત છે. એક વખત જો કોઈ સ્ટાર ચમકી ગયું તો તેના રાતોરાત લાખો ફેન્સ બની જાય છે. પરંતુ બોલીવુડ અને હોલીવુડમાં કેટલાક સ્ટાર એવા પણ છે જેમના ફેન ફોલોઇંગમાં વધારો તેના મૃત્યુ પછી થયો. આ સ્ટાર્સે જીવતે જીવ આટલું નામ કમાવ્યુ નહિ જેટ્લુ મૃત્યુ પછી કમાવ્યું. આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી એવા જ કેટલાક સ્ટાર્સ વિષે જણાવીશું જે મૃત્યુ પછી વધારે પ્રસિદ્ધ થયા છે.
પ્રત્યુષા બેનર્જી :
પ્રત્યુષા બેનર્જીએ ખુબ ઓછી ઉંમરમાં જ પોતાની ઓળખાણ બનાવી લીધી હતી. ઘરે ઘરે લોકો તેમને “આનંદી”ના નામથી જાણતા હતા. જણાવી દઈએ કે તેમણે પ્રખ્યાત સિરિયલ “બાલિકા વધુ” માં “આનંદી”નો રોલ નિભાવ્યો હતો. આ સીરિયલમાં આનંદી એક એવી છોકરી હોય છે જે કોઈ પણ હાલતમાં હાર માનતી નથી અને તેનો ખુબ સારી રીતે સામનો કરે છે. પરંતુ અસલ જીવનમાં પ્રત્યુષા ખુબ કમજોર નીકળી. બોયફ્રેન્ડ રાહુલ રાજથી દગો મળ્યા પછી તેમણે આત્મહત્યા કરી લીધી. પ્રત્યુષાની મ્ર્ત્યુ ઘણા દિવસો સુધી મીડિયાની હેડલાઈન બની રહી અને દુનિયા છોડ્યા પછી તે વધારે લાઇમલાઇટમાં રહી.
જિયા ખાન :
“ગજની” અને “નિશબ્દ” જેવી ફિલ્મો પછી જિયા બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ હતી. મુંબઈ આવ્યા પછી જિયાની ભેટ આદિત્ય પંચોલીના દીકરા સૂરજ પંચોલી સાથે થઇ. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને તેમને પ્રેમ થઇ ગયો. પરંતુ આ સંબંધનો પરિણામ ખુબ દર્દનાક રહ્યો. જિયાની લાશ 3 જૂન 2013 ના રોજ જુહુ સ્થિત એપાર્ટમેન્ટના પંખાથી લટકેલ મળી હતી. કેસ હાઈ પ્રોફાઈલ થવાના કારણે મામલામાં ખુબ તપાસ કરવામાં આવી અને સૂરજ પંચોલીને 23 દિવસ જેલ થઇ. આ અકસ્માત પછી જિયા ખાનને દરેક જાણવા લાગ્યા.
ઇંદર કુમાર :
2017 માં બોલીવુડ અભિનેતા ઇંદર કુમારના મૃત્યુથી આખું બોલિવુડ જ સદમામાં ચાલ્યો ગયું હતું. ફક્ત 44 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકથી ઇંદર કુમારની મૃત્યુ થઇ હતી. બોલીવુડમાં ઘણા સમય સુધી રહેવા છતાં પણ આમની લોકપ્રિયતા ખુબ ઓછી હતી પણ મૃત્યુ પછી તેમની લોકપ્રિયતા વધી ગઈ. મૃત્યુના પહેલા ઈંદરે પોતાનો એક વિડિઓ બનાવ્યો હતો જેમાં તે ખુબ દુઃખી દેખાઈ રહ્યા હતા.
દિવ્યા ભારતી :
દિવ્યા ભારતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી એક્ટ્રેસ હતી જેમણે ખુબ ઓછી ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવી હતી. તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ. દિવ્યા સુંદર હોવાની સાથે-સાથે ખુબ ટેલેન્ટેડ પણ હતી. પણ તેમનું ફિલ્મી કરિયર ખુબ નાનકડુ રહ્યું. પરંતુ આ દરમિયાન પણ તેમણે ઘણી હિટ ફિલ્મ આપી. જણાવી દઈએ દિવ્યા ભારતીની મૃત્યુ બિલ્ડિંગના પાંચમા માળથી પડવાના કારણે થઇ ગઈ હતી, અને મૃત્યુ પછી તે ખુબ ચર્ચામાં રહી.
દાનિશ જહાન :
થોડા સમય પહેલા પ્રસિદ્ધ યુટ્યુબર દાનિશ જહાનનું કાર કેસીડેન્ટમાં નિધન થઇ ગયું. દાનિશે એક પ્રખ્યાત યુટ્યુબર બનવા માટે ખુબ મહેનત કરી હતી. ફક્ત 21 વર્ષની નાનકડી ઉંમરમાં તેમના લાખો ફેન્સ બની ગયા હતા. થોડા સમય પહેલા તે એમ ટીવી શો “એસ ઓફ સ્પેસ”માં દેખાઈ ચુક્યા હતા. દાનિશના મૃત્યુ પછી ફેન્સને ખુબ દુઃખ થયું, મૃત્યુના થોડા જ સમય પછી જ તેમની ફેનફોલોવિંગ ખુબ વધી ગઈ. તેમને અંતિમયાત્રામાં સેંકડો લોકો તેને આખરી વિદાઈ આપવા આવ્યા હતા.