આ સ્ટાર્સ સાથે ચર્ચાઓમાં રહી કરિશ્મા કપૂર, એક માટે પિતાએ મોકલ્યું હતું લગ્નનું માંગુ, આજ સુધી છે કુંવારો

કરિશ્મા કપૂર આટલા બધા સ્ટાર સાથે ચર્ચામાં રહી છે, એક માટે તો પિતાએ મોકલ્યું હતું માંગુ, પણ આજ સુધી કુંવારો જ છે

બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર 90 ના દશકની સુંદર હીરોઇનોમાં શામેલ છે. કરિશ્મા કપૂરે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમણે ‘પ્રેમ કેદી’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ‘રાજા હિંદુસ્તાની’, ‘રાજા બાબુ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘બીબી નંબર વન’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપવાવાળી કરિશ્મા કપૂર હમણાં ફિલ્મોથી દૂર રહે છે. કરિશ્માનો જન્મ 25 જૂન 1974 માં મુંબઈમાં થયો હતો.

કરિશ્મા પ્રોફેશનલ લાઈફથી વધારે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે. પછી ભલે તે તેમનું અફેયર હોય કે પછી તેમના લગ્ન હોય. આજે અમે તમને કરિશ્મા કપૂરના જીવન સાથે જોડાયેલી થોડી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને તેમના જીવનમાં આવેલા પુરુષો વિષે જણાવીશું, જેના વિષે લોકોને સંપૂર્ણ જાણકારી નહિ હોય.

અજય દેવગન :

કરિશ્મા કપૂરનું નામ સૌથી પહેલા એક્ટર અજય દેવગન સાથે જોડાયું હતું. કરિશ્માએ અજય સાથે વર્ષ 1991 માં ફિલ્મ ‘પ્રેમ કેદી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ બંનેએ ઘણી ફિલ્મોમાં એક સાથે જોડી બનાવી. આ દરમિયાન બંને એક-બીજાની નજીક આવ્યા. બંને પોતાની રિલેશનશિપને લઈને ઘણા ચર્ચામાં રહ્યા હતા. પણ કોઈ કારણો સર તેમનો સંબંધ વધારે દિવસો સુધી નહિ ટકી શક્યો અને તે બંને અલગ થઈ ગયા. આ દરમિયાન અજય દેવગનના જીવનમાં કાજોલની એંટ્રી થઈ જે આજે તેમની પત્ની છે.

અક્ષય ખન્ના :

અજય પછી કરિશ્માનું નામ એક્ટર અક્ષય ખન્ના સાથે જોડાયું. બંને જણાએ એક સાથે મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ તેમના અફેયરના સમાચારોએ જોર પકડ્યું હતું. તેમજ ફિલ્મી બીટમાં છપાયેલા સમાચાર અનુસાર, રણધીર કપૂરે કરિશ્માના લગ્નનું માંગુ અક્ષય ખન્ના માટે મોકલ્યું હતું. પણ કરિશ્માની માં બબીતા કપૂર ઇચ્છતી હતી કે કરિશ્માના કરિયરમાં કોઈ પણ પ્રકારની અડચણ આવવી જોઈએ નહિ, એટલા માટે તેમણે તે સંબંધ માટે ના પાડી દીધી.

અભિષેક બચ્ચન :

અક્ષય ખન્ના પછી કરિશ્માનું નામ એક્ટર અભિષેક બચ્ચન સાથે જોડાયું. તે બંનેની તો સગાઇ પણ થઈ ગઈ હતી. પણ અમુક મહિના પછી તેમની સગાઇ તૂટી ગઈ.

સંજય કપૂર :

કરિશ્મા કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે વર્ષ 2003 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન તે સમયે ઘણા ચર્ચામાં રહ્યા હતા. પણ થોડા સમય બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લઈ લીધો, અને વર્ષ 2016 માં તેમના છૂટાછેડા થઈ ગયા.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.