જ્યોતિષ શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વ્યક્તિના જીવનમાં ક્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે તો તે પહેલા જ તેના સંકેત મળવા લાગે છે. અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તે પોતાના જીવનમાં ક્યારે પણ ખરાબ સમયનો સામનો ન કરવો પડે. જેના માટે તે ઘણા પ્રયાસ પણ કરે છે. પરંતુ જાણે અજાણે આપણાથી એવી ઘણી ભૂલો થઇ જાય છે, જે આપણા જીવનમાં દુઃખોનું કારણ બની જાય છે.
જો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ અને આપણા હાથમાંથી કોઈ પણ વસ્તુ પડી જાય છે, તો હંમેશા આપણે તેને સામાન્ય વાત સમજી ધ્યાન બહાર કરી દઈએ છીએ, પરંતુ તમે આ વસ્તુને ધ્યાન બહાર ન કરો. કેમ કે અમુક વસ્તુ એવી હોય છે, તે જો તમારા હાથમાંથી પડી જાય તો તે આપણને કાંઈક સંકેત આપે છે.
શાસ્ત્રોમાં એવી ઘણી બધી વસ્તુ વિષે જાણકારી આપવામાં આવી છે, જેનું હાથમાંથી પડી જવું શુભ હોય છે, તો અમુક વસ્તુ એવી હોય છે જે તમારા હાથમાંથી પડી જાય તો તે તેનાથી ધન સંબંધિત તકલીફો ઉભી થવાની શક્યતા રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ વસ્તુનું પડી જવું ભવિષ્યમાં થનારી ઘટનાઓ તરફ ઈશારો કરે છે. આજે અમે તમારા હાથમાંથી વસ્તુ પડી જવાના શુભ-અશુભ સંકેતો વિષે જાણકારી આપવાના છીએ.
આવો જાણીએ હાથમાંથી વસ્તુ પડી જવાના શુભ અને અશુભ સંકેત :
જો તમારા હાથમાંથી ઘઉં, ચોખા જેવા ખાદ્ય પદાર્થ પડી જાય છે, તો તે દેવી અન્નપુર્ણા અને માતા લક્ષ્મીજીના નારાજ થવાનો સંકેત માનવામાં આવે છે. જો તમારાથી ક્યારે પણ જાણે અજાણે આ વસ્તુ પડી જાય છે, તો તમે તેને ઉપાડીને માથા સાથે અડાડીને જાણે અજાણે થયેલી ભૂલની માફી માગો.
જો તમારા હાથમાંથી કાળા મરી પડે છે, તો તેનો અર્થ થાય છે કે ભવિષ્યમાં કોઈ સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે, કે પછી કોઈ સાથે ઝગડા થવાની શક્યતા રહે છે.
જો તમારા હાથમાંથી મીઠું પડી જાય છે, તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ તે અશુભ માનવામાં આવે છે. મીઠું હાથમાંથી પડવાથી આર્થિક નુકશાન થવાની શક્યતા રહે છે. જો તમારા હાથમાંથી પણ મીઠું પડી જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે, તમને ધન સાથે સંબંધિત કોઈ મોટું નુકશાન થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો દૂધ ઢળી જાય છે, તો તે શુભ નથી માનવામાં આવતું. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો જોવામાં આવે તો દૂધ પડવાને કારણે જ કુટુંબના સભ્યો વચ્ચે ઝગડા વધે છે અને કુટુંબમાં તકલીફો ઉભી થવાની શક્યતા રહે છે.
જો તમારા હાથમાંથી તેલ ઢળી જાય છે તો તે અશુભ ગણાય છે. તે એ વાત તરફ ઈશારો કરે છે કે, કુટુંબમાં કોઈ મોટું કરજ(દેવું) આવી શકે છે, તેના કારણે જ ગરીબી આવી શકે છે.
જો કોઈ પરણિત મહિલાના હાથમાંથી સિંદુર જમીન ઉપર પડી જાય છે, તો તેનો અર્થ થાય છે કે તેના પતિ ઉપર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે.
જો કપડા પહેરતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય છે તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં કાંઈક સારું થઇ શકે છે, અને તમને ધન પ્રાપ્તિ થવાની છે.
આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.