વ્હેલ માછલીના પેટ માંથી નીકળ્યું ચકિત કરી દેનાર વસ્તુ, થોડા વર્ષો પછી તમારા પેટ માંથી પણ નીકળી શકે છે આવુ

પ્લાસ્ટિકનો ઉપયોગ દરેક રીતે નુકશાનકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે માણસ સાથે સાથે જાનવરોને પણ નુકશાન પહોંચાડી શકે છે? આ વાત એકદમ સાચી છે. પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવા છતાંપણ આજે પણ લોકો ઢગલાબંધ રીતે એનો ઉપયોગ કરે છે. તમારામાંથી ઘણા લોકોએ રખડતા જાનવરોને પ્લાસ્ટિક ચાવતા હોય હશે. પરંતુ હવે દરિયાના જીવ પણ ધીમે ધીમે તેની ઝપેટમાં આવતા જાય છે. આજે અમે તમારા માટે એક એવા જ સમાચાર લઈને આવ્યા છીએ કે ઇન્ડોનેશિયામાં એક વ્હેલ માછલીના પેટ માંથી એટલું પ્લાસ્ટિક નીકળ્યું છે જેના વિષે તમે સાંભળતા જ દંગ રહી જશો. પરંતુ આ વાત નવાઈથી વધુ દુ:ખી કરનારી છે.

નીકળ્યા ૧૦૦૦ પ્લાસ્ટિકના ટુકડા :

ઇન્ડોનેશિયામાં એક નેશનલ પાર્ક છે જેનું નામ Wakatobi છે, અને આ સમાચાર તે નેશનલ પાર્કના છે. ખાસ કરીને અહિયાં પર એક વ્હેલ માછલીના પેટમાંથી લગભગ ૧૦૦૦ પ્લાસ્ટિકના ટુકડા નીકળ્યા. વ્હેલ માછલીએ એટલા બધા પ્લાસ્ટિક ખાઈ લીધા હતા કે તેનું મૃત્યુ થઇ ગયું. એટલા બધા પ્લાસ્ટિક પેટમાં ગયા પછી વ્હેલ જીવતી ન રહી શકી.

આપણો કચરો ખાય છે દરિયાના જીવ :

આમ તો પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે, પરંતુ તેમછતાં પણ ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે. વેચવા વાળા અને ખરીદવા વાળા પણ પ્લાસ્ટિકનો ઉપયોગ આરામથી કરે છે. ગેરકાયદેસર રીતે માણસ નિર્મિત કચરો ઘણા દેશોમાં દરિયામાં ફેંકી દેવામાં આવે છે. આ સમસ્યા આખા વિશ્વ સાથે છે. પ્લાસ્ટિકની વસ્તુ જે દરિયામાં ફેંકવામાં આવે છે તે ખાવા માટે માછલીઓ મજબુર થઇ જાય છે.

ભારતમાં તો ઉદ્યોગોનો કચરો પણ દરિયામાં ફેંકવામાં આવે છે. પ્લાસ્ટિક અને કચરો ખાઈને માછલીઓમાં હાલના દિવસોમાં જાત જાતની બીમારીઓ વધી રહી છે, અને આ બીમારીઓ માછલીઓ માંથી માણસના શરીરમાં પ્રવેશ કરી રહી છે. માછલીઓ દરિયામાં ફેંકવામાં આવેલ કચરો ખાય છે અને તે માછલીઓને માણસ ખાય છે. તેવામાં જોવામાં આવે તો માછલીઓ બીમાર થઇ રહી છે સાથે જ તેના દ્વારા ઘણા પ્રકારની બીમારીઓ માણસ સુધી પહોંચી રહી છે.

વ્હેલ છે એક દુર્લભ જાતી :

તમને જણાવી દઈએ કે વ્હેલ માછલી દુર્લભ જાતીઓમાં આવે છે. વ્હેલ માછલીની સંખ્યા દિવસેને દિવસે ઓછી થતી જઈ રહી છે, અને આવું જ ચાલતું રહેશે તો સિંહની જેમ વ્હેલનું પણ નામ અને નિશાન મટી જશે. હવે તમે જરા વિચારો કે આ કચરો દરિયા સુધી પહોંચે છે કેવી રીતે? કચરો દરિયામાં પોતાની જાતે તો નહિ પહોંચી જતો હોય, તે માણસની જ મહેરબાની છે.

માણસની બેદરકારીની સજા બિચારા મૂંગા જાનવરોને ભોગવવું પડી રહ્યું છે. એક ડેટા મુજબ દર વર્ષે લગભગ ૧૦ હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક દરિયામાં મળે છે. આપણે તેને વહેલામાં વહેલી તકે રોકવાનો પ્રયાસ કરવો પડશે. કેમ કે એમ જ ચાલતું રહ્યું તો તે દિવસો દુર નથી જ્યાં બીમારીઓને લઈને જાનવરોની સાથે સાથે માણસનું પણ દેખાવું દુર્લભ બની જશે.