શું તમે જાણો છો એવા ફૂડસ વિષે જે ક્યારેય એક્સપાયર નથી થતા? જાણો આ યાદીમાં કોનો સમાવેશ થાય છે.

ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક વસ્તુઓ ઘણા લાંબા સમય સુધી ખરાબ થયા વગર રહી શકે છે, જાણો તેના વિષે.

રસોડા કે ઘરના બીજા કામોમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ સામગ્રીઓની એક એક્સપાયરી ડેટ જરૂર હોય છે. તેનો અર્થ એ થયો કે તે સામગ્રીઓ ક્યારેય પણ ખરાબ થઇ જાય છે. ઘણી સામગ્રીઓ 3 મહિના, તો અમુક 12 મહિના અને કેટલીક 24 મહિનામાં ખરાબ થવા લાગે છે અને તે પછી તેનો ઉપયોગ કરવો આરોગ્ય માટે નુકશાનકારક બની જાય છે.

પણ શું તમે જાણો છો કે, કેટલીક એવી પણ સામગ્રીઓ છે જે ક્યારેય પણ ખરાબ નથી થતી કે પછી એવું કહીએ કે, તે ઘણા લાંબા સમય સુધી ખરાબ ન થઈને પોતાના પોષણને જાળવી રાખે છે? જો તમે એ સામગ્રીઓ વિષે નથી જાણતા તો અમે તમને આ લેખમાં તેના વિષે જાણકારી આપવાના છીએ.

સફેદ ચોખા : સામાન્ય રીતે બ્રાઉન ચોખા તેના ઓઈલી કંટેન્ટને કારણે લગભગ 6 મહિનામાં ખરાબ થવા લાગે છે, પણ સફેદ ચોખાને અનિશ્ચિત કાળ સુધી સ્ટોર કરીને રાખી શકાય છે. એક શોધમાં જાણવા મળ્યું છે કે, જયારે 40 ડીગ્રી ફેરેનહાઈટથી નીચેના તાપમાનમાં ઓક્સીજન મુક્ત કંટેનરોમાં સફેદ ચોખાને સંગ્રહિત કરવામાં આવે, તો સફેદ ચોખા 30 વર્ષો સુધી પોતાની પોષક સામગ્રી અને સ્વાદને જાળવીને રાખી શકે છે.

મધ : મધને એક એવી સામગ્રી તરીકે જોવામાં આવે છે જે હકીકતમાં હંમેશા માટે સુરક્ષિત રાખી શકાય છે. તેના જાદુઈ રસાયણ વિજ્ઞાન અને મધમાખીઓથી તૈયાર થવાને કારણે તે ક્યારેય પણ ખરાબ નથી થતું. ફૂલોમાંથી પ્રાપ્ત અમૃત મધમાખીઓની અંદર એંજાઈમો સાથે ભેગું થાય છે જે તેને કાઢે છે, જે અમૃતની સંરચનામાં બદલી દે છે અને તેને સરળ શર્કરામાં તોડી નાખે છે જે મધુકોશમાં જમા થાય છે.

સરસીયાના દાણા : જો સરસીયાના દાણાને સારી રીતે સ્ટોર કરવામાં આવે તો તે પોતાના ગુણોને કારણે જ પોતાની બેસ્ટ બીફોર ડેટ પછી પણ ઘણા વર્ષો સુધી સુરક્ષિત અને પોષક તત્વોથી ભરપુર રહે છે. જો તમે કોઈ સારી બ્રાંડના સરસીયાના દાણા લઇ રહ્યા છો, તો તે એક વર્ષથી વધુ સમય સુધી ખુલ્લા રહેવા છતાં પણ સારા રહેશે.

સોયા સોસ : સોયા સોસને ફેરમેંટશન કરીને બનાવવામાં આવે છે એટલા માટે તે ક્યારે પણ ખરાબ નથી થતા. તેને ખોલ્યા પછી પણ તમારા ફીઝમાં વર્ષો સુધી સુરક્ષિત રાખી શકાય છે.

કઠોળ :અધ્યયનો મુજબ કઠોળ 30 વર્ષ પછી પણ ખાવા માટે સૌથી સારા રહે છે. કઠોળ હંમેશા આકસ્મિક ભોજન માટે એક ઉત્તમ વિકલ્પ છે. તે ઉપરાંત તે પ્રોટીન સહીત ઘણા પોષક તત્વોથી ભરપુર પણ છે. બધા કઠોળને સારી રીતે એયર ટાઈટ કન્ટેનર્સમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

ખાંડ : બીજી વસ્તુઓની જેમ ખાંડને પણ લાંબા સમય સુધી તેના પોષણથી ભરપુર ગુણોને ખોયા વગર સ્ટોર કરી શકાય છે. ખાંડ માટે ઉપયોગ કરવામાં આવતી ભંડારણ વિધિ તે નિર્ધારિત કરે છે કે, તમે તેને હંમેશા માટે પણ રાખી શકો છો. પાવડર અને દાણાદાર ખાંડને એયરટાઈટ કન્ટેનરમાં લાંબા સમય માટે રાખવું એક સારો વિકલ્પ છે.

મીઠું : મીઠાનો ઉપયોગ સદીઓથી અન્ય ખાદ્ય પદાર્થના સંરક્ષણ માટે એક ઉપકરણ તરીકે પણ કરવામાં આવી રહ્યો છે, કેમ કે તે ભેજને દુર કરે છે. મીઠાને પણ ખાંડની જેમ જ લાંબા સમય માટે તેની ગુણવત્તા ગુમાવ્યા વગર જ સ્ટોર કરી શકાય છે. મીઠું સારી રીતે સ્ટોર કરવાથી ન તો તેમાં ક્યારેય ગાંઠ પડે છે અને ન તો ક્યારેય તેમાં જીવાત પડે છે.

ઉપર જણાવેલી તમામ સામગ્રીઓનો ખરાબ થવાની ચિંતા કર્યા વગર પણ તમે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.