આ વસ્તુઓ આર્થિક પ્રગતિને રોકે છે, સુખને ગ્રહણ લગાડે છે, થઇ જજો સાવધાન.

જો તમે પણ આ ભૂલો કરતા હોય તો થઈ જજો સાવચેત, તે તમારી આર્થિક પ્રગતિને અટકાવી દે છે.

દરરોજ આપણે ઘણા કામ કરીએ છીએ અને આ દરમિયાન જાણ્યે-અજાણ્યે આપણે કેટલીક ભૂલો પણ કરીએ છીએ. કેટલીક વાર આપણી ભૂલો નાનું નુકસાન પહોંચાડે છે, પરંતુ કેટલીકવાર તે જીવનમાં સંકટ સમાન સાબિત થાય છે. આવી ભૂલો વ્યક્તિની આર્થિક પ્રગતિ, કારકિર્દીની પ્રગતિને અટકાવે છે. તેની ખુશીને ગ્રહણ લગાડી દે છે. આજે આપણે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલી એવી જ ભૂલો વિશે જાણીશું જેનાથી દરેક વ્યક્તિએ બચવું જોઈએ.

ફોટા સામસામે ન મૂકશો : ક્યારે પણ ઘરમાં પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિઓ-ફોટાને સામસામે ક્યારેય ન રાખશો. આમ કરવાથી આર્થિક પ્રગતિનો માર્ગ બંધ થઈ જાય છે. ધન પ્રાપ્તિમાં અવરોધો આવે છે.

સાવરણી સંતાડીને રાખો : ઘરમાં સાવરણીને લઈને કેટલીક વાતોનું હંમેશા ધ્યાન રાખો. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો. તેને સંતાડીને રાખો. તેને ક્યારેય તિજોરીની નજીક ન રાખો. આમ કરવાથી ધનનું નુકશાન થાય છે.

તૂટેલી ફૂટેલી વસ્તુઓ : ક્યારે પણ તૂટેલા ફૂટેલા વાસણોનો ઉપયોગ ન કરો. ફાટેલા ચંપલ કે કપડાં ન પહેરો. આમ કરવાથી ઘરમાં પૈસા આવવાનો રસ્તો બંધ થઈ જાય છે અને પરિવાર ગરીબીમાં ડૂબી જાય છે.

બોન્સાઈ : ઘરમાં બોન્સાઈનું વૃક્ષ લગાવવાથી પ્રગતિ અટકે છે. તમારા ઘર કે ઓફિસમાં બોન્સાઈ વૃક્ષો ક્યારેય ન લગાવો. આ સિવાય કાંટાવાળા ઝાડ-છોડ ન લગાવો.

ફાટેલું પર્સ : ફાટેલું પર્સ ક્યારેય સાથે ન રાખો. પર્સનો સીધો સંબંધ આપણી આવક સાથે છે. ફાટેલું પર્સ તમારી આવક ઘટાડવામાં વધુ સમય નહીં લે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.