25 લાખ GB વાળું આપણું આ મગજ શું એક સુપર કમ્પ્યુટર છે? જાણો આ લેખની અંદર

25 લાખ GB વાળું આપણુ મગજ શું એક સુપર કમ્યુટર છે? જાણો

કેટલી વિચિત્ર વાત છે ને! જ્યાં એક તરફ માણસ અંતરીક્ષ સાથે જોડાયેલા રહસ્યોને શોધવામાં લાગેલો છે, અને બીજી તરફ તે પોતે હજુ પણ પોતાના શરીરમાં છુપાયેલી ગુપ્ત અને રહસ્યમયી વાતોથી અજાણ છે. માણસનું શરીર એક રીતે જૈવિક ભૂલ ભુલૈયા છે. તમે જ્યાંથી પણ આ ભૂલ ભુલૈયાની અંદર પ્રવેશ કેમ ન કરો, તમારે તેની અંદર ખોવાઈ જ જવાનું છે.

આમ તો માણસના શરીરની અંદર આજે પણ ઘણા એવા અંગ છે. જેના વિષે વિજ્ઞાન પણ નથી જાણતું. પરંતુ આજે અમે લોકો એક એવા અંગની વાત કરવા જઈ રહ્યા છીએ. જેને દરેક જાણે છે. હું અહિયાં વાત કરી રહ્યો છું મગજની (brain facts) અને તેની સાથે જોડાયેલી ઘણી જ ચોંકાવનારી વાતોની.

આમ તો આ પહેલા પણ મેં મગજ ઉપર (brain facts) એક લેખ લખ્યો છે, જેની અંદર મેં તમને લોકોને તમારૂ મગજ કેવી રીતે ઓછા સમયમાં સફળતા પૂર્વક તેજ અને શક્તિશાળી કરી શકો છો, તેના વિષે જણાવ્યું છે. પરંતુ તમે પણ તમારા મગજને ઓછા સમયમાં શક્તિશાળી અને તેજ કરીને બીજાથી વધુ સ્માર્ટ અને સારું બનાવવા માગો છો? તો તમે એક વખત આ લેખ જરૂર વાંચો. આગળ વધતા પહેલા હું તમને એ જણાવી આપું કે આ લેખમાં તમારા મગજ સાથે જોડાયેલી ઘણી ગુપ્ત વાતો જાણવા મળશે એટલા માટે તેને શાંતિ પૂર્વક વાચતા રહો.

આમ તો આ પહેલા પણ મેં મગજ ઉપર (brain facts) એક લેખ લખ્યો

મગજ સાથે જોડાયેલી થોડી ગુપ્ત અને મજાના તથ્યો –

આવો હવે મગજ સાથે જોડાયેલા થોડા તથ્યો વિષે જાણીએ.

૧. શરીરનું સૌથી મોટું અંગ છે મગજ :

તમને જાણીને નવાઈ થશે કે આપણા શરીરનું સૌથી મોટું અંગ મગજ જ છે. મગજનો ૬૦ % ભાગ ચરબીથી ભરેલો હોય છે. એટલા માટે તેનું વજન અને આકારના હિસાબે વધુ છે અને મોટું પણ છે. આમ તો વધુ જાણકારી માટે જણાવી આપું કે, સરેરાશ માણસના મગજનું વજન ૩ પાઉંડ સુધી હોય છે.

૨. વીજળી પણ ઉત્પન્ન થઇ શકે છે તેમાં :

આમ તો વીજળી લાગવાથી માણસના શરીરની હાલત શું થાય છે? તે તો તમને લોકોને ખબર જ હશે. પરંતુ શું તમે જાણો છો માણસના મગજની અંદર વીજળી પણ બને છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એક સરેરાશ આકારના માણસની અંદર લગભગ ૨૩ વોટ સુધી વીજળી બની શકે છે.

૩. આકારમાં નાનું હોવા છતાં પણ સૌથી વધુ ઓક્સીજનનો ઉપયોગ કરે છે આપણુ મગજ :

ભલે આપણુ મગજ (brain facts) શરીરનું સૌથી મોટું અંગ કેમ ન હોય, પરંતુ તેના આકારની ગણતરીએ આપણા શરીરની અંદર બીજા ઘણા બધા મોટા મોટા અંગ પણ રહેલા છે. પરંતુ રસપ્રદ વાત તો એ છે કે, આકારમાં નાનું હોવા છતાં પણ તે આપણા શરીરમાં ઉત્પન્ન થનારા કુલ ઓક્સીજનના પ્રમાણમાં લગભગ ૨૦ % ઓક્સીજન ઉપયોગ કરી લે છે.

કેમ કે મગજ જ તે અંગ છે, જે આખા શરીરમાં થનારી પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે અને એટલા માટે તેને હંમેશા ઓક્સીજનની જરૂર પડતી જ રહે છે.

૪. લોહી અને મગજનો એક અલગ સંબંધ :

આમ તો જો કોઈ પણ અંગની અંદર લોહી જવાનું બંધ થઇ જાય તો, તે અંગ કામ કરવાનું બંધ કરી દે છે પરંતુ એમ થવા માટે પણ થોડો સમય જરૂર લાગે છે. જો મગજ પાસે લોહી જવાનું થોડી સેકંડ (૭-૮ સેકંડ) માટે પણ બંધ થઇ જાય છે, તો મગજ કામ કરવાનું જ બંધ કરી દેશે.

૫. એટલી લાંબી કોશિકા છે તમારા મગજની અંદર :

એક માણસના મગજની અંદર રહેલી કોશિકાઓની કુલ લંબાઈ લગભગ ૧ લાખ ૬૦ હજાર કી.મી જેટલી છે.

૬. આટલી વારમાં થાય છે મગજનું મૃત્યુ :

જો કોઈ કારણવશ મગજ સુધી ૬ થી ૮ મિનીટ સુધી ઓક્સીજન જવાનું બંધ થઇ જાય છે, તો તમારું મગજ જાતે જ મૃત્યુ સુધી પહોચી જાય છે.

૭. શિશુઓનું મગજ એટલું ઝડપથી વિકસિત થાય છે :

મગજની ઉપર આધારિત આ લેખમાં હવે જે વાત હું તમારી લોકોની સામે રજુ કરવા જઈ રહ્યો છું, તે વાત ઘણી જ રસપ્રદ અને અજાણ છે. તે સાંભળ્યા પછી તમે તમારા પોતાના કાન ઉપર વિશ્વાસ નહિ કરી શકો, કેમ કે વાત એટલી અનોખી છે.

શીશુઓની અંદર દર એક મિનીટની અંદર લગભગ ૨,૫૦,૦૦૦ ન્યુરન બનતા જ રહે છે અને તે પણ નિયમિત રીતે. એટલા માટે તો ઝડપથી વધવાને કારણે વયસ્ક થતા થતા આપણા મગજની અંદર લગભગ ૧ અજબથી પણ વધુ ન્યુરન રહેલા હોય છે. આમ તો વધુ જાણકારી માટે જણાવી આપું કે ન્યુરન સેલ વાસ્તવિકમાં આપણા શરીરના સ્નાયુ તંત્રનું કેન્દ્ર છે અને તેના દ્વારા મગજ અલગ અલગ સ્થાનો ઉપર રહેલા અંગોને નિયંત્રિત કરી શકે છે.

૮. ગઢપણમાં કોઈ વસ્તુ એટલા માટે યાદ નથી રહેતી :

માણસનું મગજ એક પ્રકારે ભાવનાઓ અને સ્મૃતિઓનો સંગ્રહ કરવાનું સ્થળ છે. તો આખા જીવન કાળમાં આપણે લોકો અનેક પ્રકારની સ્મૃતિઓને મગજની અંદર સંગ્રહિત કરીને રાખીએ છીએ, જેથી આ સ્મૃતિઓની ભરમાર આપણા મગજની અંદર થઇ જાય છે.

મોટા પ્રમાણમાં સ્મૃતિઓની ઉપસ્થિતિ મગજની કાર્યક્ષમતાને પડકાર આપે છે અને ગઢપણ થવાને કારણે આપણું મગજ તે પડકારને સંભાળી નથી શકતું. તે કારણે જ આપણે ગઢપણ દરમિયાન ઘણી બધી વસ્તુ ભૂલતા જ રહીએ છીએ.

૯. દારુ પીવાથી મગજ ઉપર આ વિચિત્ર અસર પડે છે :

હંમેશા તમે દારુ પીધેલા લોકોને જોયા હશે કે, તે દારુના નશામાં કોઈ પણ વસ્તુ યાદ રાખવામાં સક્ષમ નથી રહેતા. પરંતુ વાસ્તવમાં દારુનો નશો જ તેને વસ્તુ ભૂલવા મજબુર કરે છે અથવા કોઈ બીજું કારણ છે તેની પાછળ. એક અધ્યનથી જાણવા મળે છે કે, જયારે એક માણસ દારુ પીવે છે, તો તેનું મગજ પણ ઘટનાને યાદ રાખવાની હાલતમાં નથી રહેતું અને તેના કારણે જ દારુડીયાને કોઈ પણ વસ્તુ યાદ નથી રહેતી.

૧૦. એક સેકંડમાં મગજ 100,000,00,000,000,000,000,000,000,000,000,000,000,000,000 ભાવનાઓને નિયંત્રિત કરે છે. :

ઉપર આપવામાં આવેલું શીર્ષક સંપૂર્ણ રીતે સાચું છે. આપનું મગજ આપણા વિચારથી પણ વધુ શક્તિશાળી છે. કહેવાનો અર્થ છે કે એક સેકંડની અંદર આપણા મગજની અંદર ૧૦^૩૯ ભાવનાઓ આવે છે અને તેને મગજ પણ સરળતાથી નિયંત્રિત કરી શકે છે. આમ તો જોવામાં આવે તો દરેકનું મગજ કોઈ સુપર કમ્પ્યુટરથી ઓછું નથી.

૧૧. આટલી ઝડપથી તમારા મગજની અંદર ભાવનાઓનું થાય છે આદાન પ્રદાન, સાંભળીને ઉડી જશે હોશ :

આપણા મગજની અંદર ભાવનાઓનું આદાન-પ્રદાનની પ્રક્રિયા ઘણી જ ઝડપથી થાય છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ સૌથી ધીમી ગતિથી થતી ભાવનાઓના આદાન-પ્રદાનની પ્રક્રિયા ૪૧૮ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી થાય છે. તો તમે અંદાઝ લગાવી શકો છો કે તેનાથી ઝડપી થતી પ્રક્રિયા કેટલી હોતી હશે.

૧૨. વિમાન યાત્રા કરવાથી થઇ શકે છે યાદશક્તિ નબળી. થઇ જાવ સાવચેત :

મોટાભાગે લાંબા અંતરની વિમાન યાત્રા પછી લોકોને જેટ લેગની સમસ્યા થાય છે. હાલમાં જ અમુક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે વધુ પડતા જેટ લેગને કારણે મગજની યાદશક્તિ ઉપર ખરાબ અસર પડે છે.

૧૩. મગજની સર્જરીમાં દુઃખાવો થતો નથી :

તમે હંમેશા જોયું હશે તો જરૂર ખબર હશે કે કોઈ પણ સર્જરી પહેલા (ગંભીર સર્જરી) દર્દીને બેભાન કરીને સુવરાવવામાં આવે છે. ત્યાર પછી જયારે બેભાનની અવસ્થામાં રહે છે. ત્યારે તેના શરીરમાં આ સર્જરી પૂરી કરવામાં આવે છે. એમ કરવાથી રોગીની સર્જતી વખતે વધુ ડર અને દુઃખાવો થતો નથી.

પરંતુ શું તમે જાણો છો! મગજની સર્જરી વખતે દર્દી ભાનમાં રહે છે અને આ સર્જરી વખતે કોઈ પ્રકારનો દુઃખાવાનો પણ અનુભવ નથી કરતા. આમ તો તેના માટે થોડી દવાઓ જરૂર ઉપયોગ કરવામાં આવે છે, જેથી રોગી દર્દીને ઓછો અનુભવ થાય.

૧૪. અમેરિકી ટેલીફોન નંબર અને મગજની યાદશક્તિ :

હવે આ તથ્યને જાણીને તમને થોડું અટપટું જરૂર લાગશે, કેમ કે આ વાત જ કાંઈક એવી છે. મગજને તરત જ ૭ આંકડા માંથી બનેલી સંખ્યાઓ સરળતાથી યાદ રાખી શકે છે છે. એટલા માટે અમેરિકી ટેલીફોન નંબર મોટાભાગે ૭ આંકડા માંથી બનેલા નંબર હોય છે. આ તથ્ય અમેરિકી વૈજ્ઞાનિકોએ પણ સંમતી આપી છે.

૧૫. તમારું મગજ એક સમયમાં એક જ કામ કરી શકે છે :

મોટાભાગે લોકોને લાગે છે કે, તેમનું મગજ એક સમયમાં એકથી વધુ કામ કરવામાં સક્ષમ છે. પરંતુ એવું નથી, તમારું મગજ એક સમયની અંદર બે કામ કરી જ નથી શકતું અને જો તમે તેને એક જ સમયમાં બે કામ કરાવો છો, તો તે બે કામને અદલ બદલ કરતા તે એટલા જ સમયની અંદર જ કરશે.

૧૬. સંગીત શીખવાથી થઇ શકે છે તમારું મગજ તેજ :

હાલમાં જ એક અધ્યયનથી એ જાણવા મળ્યું છે કે, સંગીત શીખવામાં તમારા મગજની અંદર થેલા ન્યુટન એક્ટીવ રહે છે. તો જો તમે પણ તમારા મગજને તેજ કરવા માગો છો, તો સંગીત શીખવું તમારા માટે એક વિકલ્પ બની શકે છે. તે ઉપરાંત તેનાથી મગજની યાદશક્તિ પણ મજબુત બને છે.

૧૭. કોઈ પણ વસ્તુને યાદ કરવાથી થાય છે આ ફાયદો :

વૈજ્ઞાનિક કહે છે કે, જો આપણે કોઈ વસ્તુને ઘણા દિવસો પછી યાદ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો આપનું મગજ ભૂતકાળમાં સંગ્રહિત સ્મૃતિઓને ફરીથી એક વખત શોધે છે. તેનાથી દબાયેલી જૂની સ્મૃતિઓની પ્રક્રિયાને જ રચનાત્મકતા કહે છે. તેનાથી મગજ સ્વસ્થ રહે છે.

૧૮. શું તમે રંગોને સાંભળી અને શબ્દોને સુંઘી શકો છો :

હવે તમે અહિયાં કહેશો કે શું મજાક કરી રહ્યા છો, ખરેખર કેવી રીતે કોઈ રંગોને સાંભળી અને શબ્દોને સુંઘી શકે છે? પૃથ્વીમાં એવા પણ ઘણા બધા લોકો છે, જે રંગોને સાંભળી અને શબ્દોને સુંઘી શકે છે. આમ તો એક પ્રકારે આ એક બીમારી છે જેને ‘સિન્સેસ્થીસ્યા’ કહેવામાં આવે છે.

૧૯. ૨૫ લાખ જીબીની સ્ટોરેજ રહેલી છે તમારા મગજની અંદર :

આજના સમયમાં દરેક સ્માર્ટ-ફોન ઉપયોગ કરે છે, જેની અંદર એક નિર્ધારિત સ્ટોરેજની કેપેસીટી આપવામાં આવેલી હોય છે. આમ તો હજુ સુધી ફોનમાં સૌથી વધુ ૨૫૬ જીબી સ્ટોરેજ કેપેસીટી રહેલી છે. પરંતુ શું તમે જાણો છો? તમારા મગજની અંદર કેટલા જીબીની સ્ટોરેજ કેપેસીટી રહેલી છે?

આપણા મગજની અંદર લગભગ ૨૫ લાખ જીબી સ્ટોરેજ કેપેસીટી રહેલી છે. તો તમે જેટલું પણ ધારો એટલી સ્મૃતિઓ અને યાદો તેની અદંર સંગ્રહ કરીને રાખી શકો છો.

૨૦. દેકારો કરવાથી થાય છે મગજ વિકસિત :

લોકોને કહેવામાં આવે છે કે, ધીમે અને શાંતિ પૂર્વક વાત કરવાથી મગજ શાંત રહે છે. પરંતુ એક અધ્યયન તે વાતનું ખંડન કરી રહ્યું છે. તે અધ્યયન કહે છે કે, જો તમે કોઈ પુસ્તકને ખુબ જ ઊંચા અવાજે વાચો છો, તો તમારું મગજ તેનાથી ઘણું વધુ વિકસિત થઇ શકે છે. વાસ્તવમાં મગજ સાથે જોડાયેલા તથ્ય ઘણા જ વિશિષ્ઠ છે.

૨૧. પરસેવો વહેવાથી થઇ શકે છે મગજની આ અવસ્થા :

જો સતત એક કલાક તમારા શરીર માંથી પરસેવો નીકળતો રહે, તો તમારું મગજ થોડે અંશે સંકોચાઈ જશે. કુદરતી રીતે તે સંકોચાવા માટે એક વર્ષનો સમય લે છે.

૨૨. ૨૫ વર્ષમાં થાય છે આ વિશેષ વાત :

મોટાભાગના લોકોનું માનવું છે કે, ૧૮ વર્ષ પછી કોઈ પણ માણસનું મગજ પરિપક્વ થઇ જાય છે, પરંતુ તે સાચું નથી. માણસના મગજને પૂર્ણ રીતે પરિપક્વ થવા માટે લગભગ ૨૫ વર્ષનો સમય લાગે છે.

૨૩. એક દિવસમાં તમારા મગજની અંદર આટલા વિચારો આવે છે :

એક વયસ્ક વ્યક્તિના મગજની અંદર એક દિવસની અંદર લગભગ ૫૦,૦૦૦ વિચાર આવે છે. અહિયાં ધ્યાન આપવાની વાત એ છે કે, ભાવનાઓની સંખ્યા વિચારોની સંખ્યાથી વધુ જ હોય છે.

૨૪. ૧ મિનીટની અંદર ૧ લીટર લોહી તમારા મગજમાં પહોચે છે :

મગજની અંદર દર એક મિનીટમાં લગભગ ૧ લીટર સુધી લોહી પહોચાડી શકે છે. એટલી ઝડપથી આટલું લોહી આ અંગ માટે ઘણું વધુ છે.

૨૫. પુરુષોનું મગજ મહિલાઓના મગજથી હોય છે આટલું મોટું :

જો આપણે સરેરાશ પુરુષોના મગજના આકારને મહિલાઓના મગજના આકાર સાથે સરખામણી કરીએ, તો ખબર પડશે કે તે ૧૦% મોટું છે. તેની પાછળનું કારણ પુરુષોના શરીરનો આકાર મોટું હોવું છે.

૨૬. આઈન્સટાઈનના મગજ સાથે જોડાયેલું એક ગજબનું તથ્ય :

પૃથ્વીના સૌથી બુદ્ધીશાળી લોકોની યાદીમાં આઇન્સટાઈનજીના નામથી સૌથી ઉપર છે. પરંતુ જાણીને નવાઈ થશે કે તેનું મગજ સરેરાશ મગજના આકારથી નાનું હતું. તેનું મગજ લગભગ ૧,૨૩૦ ગ્રામનું હતું. જે સાધારણ મગજના વજન(૧,૪૦ ગ્રામ)થી ઘણું નાનું છે.

૨૭. ચિંતા કરવાથી થઇ શકે છે તમારું મગજ ખરાબ :

સર્વેથી જાણવા મળે છે કે, વધુ ચિંતા કરવાથી આપણું મગજ વધુ દબાણને લઈને ધીમે ધીમે પોતાની કાર્ય ક્ષમતા ગુમાવી દે છે.

૨૮. વયસ્ક વ્યક્તિઓથી બાળકોનું મગજ હોય છે વધુ તેજ :

બાળકોનું મગજ ૧૮થી ૩૪ વર્ષના વયસ્કના મગજથી ઘણું તેજ હોય છે. એટલા માટે તો બાળક એક વસ્તુને વયસ્કોથી વધુ સમય સુધી યાદ રાખી શકે છે.

૨૯. મગજની કોશિકા પોતાને પણ ખાઈ શકે છે :

મોટાભાગે આ તથ્ય લોકોને નહિ ખબર હોય, કેમ કે તેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે. જયારે પણ તમારા શરીરને યોગ્ય સમયે તેનું ખાવાનું નહિ મળી શકે ત્યારે તે પોતાની કોશિકાઓને જ ખાવાનું શરુ કરી દે છે. તેનાથી ઘણું જ ઝડપથી મગજની કાર્ય ક્ષમતા ઓછી થઇ જાય છે. તો તમે દરેક સમયે યોગ્ય સમય ઉપર પોતાનું ભોજન ખાવાનું ન ભૂલો.

૩૦. મોબાઈલ ફોનનો મગજ ઉપર પડે છે ઘણી જ ખરાબ અસર :

આપણા મગજની અદંર ૧૪૦ પ્રોટીનના પ્રકાર એવા છે, જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો માંથી ઘણું વધુ પ્રભાવિત થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ક્ષેત્રોને લઈને વિચારો અને મગજની અંદર ભાવનાઓનું આદાન પ્રદાન યોગ્ય રીતે નથી થઇ શકતી. તેના વજનથી લોકોને ઘણી રીતે માનસિક બીમારી પણ થઇ શકે છે.

૩૧. ઘણું જ નાજુક હોય છે મગજ :

ઘણી બધી જટિલ પ્રક્રિયાઓને નિયમિત રીતે જ પરિણામ આપનારું આપણું મગજ, વાસ્તવમાં ઘણું જ નાજુક હોય છે. આમ તો જોવામાં આવે તો શરીરની અંદર હોવાને કારણે જ તેને એટલો ફરક નથી પડતો, પરંતુ છતાં પણ જાણી લો કે ન્યુરન કોશિકાઓની સરખામણીમાં ઘણું વધુ નાજુક હોય છે. એટલા માટે સર્જરીના સમયે તેને ઘણી જ સાવચેતી પૂર્વક જાળવણી કરવામાં આવે છે.

૩૨. દરેકનું મગજ ઘણું જ અનોખું હોય છે :

તમે જો ફિંગર પ્રિન્ટનું નામ સાંભળ્યું હશે તો ખબર જ હશે કે દરેક એક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ ખુબ જ વિશેષ અને અલગ અને અનોખું હોય છે. આમ તો બસ આવી રીતે દરેક વ્યક્તિનું મગજ પણ અનોખું અને અલગ હોય છે.

૩૩. મગજની અંદર ક્યારે પણ દુઃખાવો નથી થતો :

તમને જાણીને નવાઈ થશે કે મગજની અંદર કોઈ પ્રકારના પણ ‘પે રીસેપ્ટર’ નથી હોતા, એટલા માટે મગજના દુઃખાવા વિષે કાંઈ ખબર જ નથી થતી, આમ તો બીજા અંગો સુધી દુઃખાવાનો અનુભવ જ પહોચાડે છે.

૩૪. મગજ જીવન ભર પોતાનો આકાર બદલતું રહે છે. :

મગજના ચપટાપણાને કારણે તે પોતાનો આકાર જીવનભર બદલી શકે છે.

૩૫. પોતાને સંભાળીને રાખવા માટે મગજ આ લીક્વીડને પોતાની અંદર બનાવે છે :

સેરેબ્રાલ ફ્લુઈડ નામના આ લીક્વીડને મગજની અંદર બનાવે છે. આ લીક્વીડથી મગજ સંક્રમણ અને બહારના ઝટકાથી સુરક્ષિત રહે છે.

૩૬. દરેક અક્ષરને નહિ પરંતુ શબ્દોની પડે છે આપણા મગજ ઉપર અસર :

જોવામાં આવે છે કે, કોઈ પણ શબ્દમાં મગજ અક્ષરોને બદલે શબ્દોને વાચવામાં વધુ કેન્દ્રિત રહે છે.

આ માહિતી વિજ્ઞાનમ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.