દિગ્ગજ હસ્તીઓની શોક સભામાં હસતા રહ્યા હતા આ સ્ટાર્સ, નંબર 3 તો સસરાની શોક સભામાં હસતો દેખાયો

બોલીવુડ સ્ટાર્સ કોઈને કોઈ એવી હરકત કરતા રહે છે, જેના કારણે લોકો તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દે છે. સામાન્ય રીતે જયારે કોઈ વ્યક્તિ કોઈના અંતિમ સંસ્કારમાં જાય છે, તો મામલાની ગંભીરતા સમજતા ગંભીર રહે છે. આવા સમયે બધાના ચહેરા પર ઉદાસી જ રહે છે. પરંતુ બોલીવુડમાં કેટલાક કલાકારો એવા પણ છે, જે શોકની આ ઘટનામાં કેમેરામાં હસતા દેખાઈ આવે છે.

આ કલાકારો ગયા તો હતા પોતાનો શોક વ્યક્ત કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા, પણ તેઓ કેમેરા પર હસતા દેખાઈ આવે છે. આવા સંવેદનશીલ સમયમાં ગંભીર રહેવાની જગ્યાએ હસવું તેમના ફેન્સ માટે નિરાશાજનક હોય છે. આજે અમે તમને આ લેખ દ્વારા બોલીવુડના કેટલાક એવા સ્ટારને મળાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ કલાકારના અંતિમ સંસ્કારમાં હસતા દેખાય હતા. કોણ છે તે સ્ટાર, આવો જાણીએ.

જૈકલીન ફર્નાડિસ : શ્રીલંકન બ્યુટી જૈકલીન ફર્નાડિસ આજે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી બની ગઈ છે. પોતાના નાનકડા આ કરિયરમાં તે ઘણા મોટા કલાકારની સાથે કામ કરી ચુકી છે. પરંતુ તમને જણાવી દઈએ જયારે શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં તે આવી હતી, ત્યારે કેમેરાએ તેને હસતા કેદ કરી દીધી હતી. આ ફોટો ખુબ વાયરલ થયો હતો જેની લોકોએ ખુબ મજાક ઉડાડી હતી.

સૈફ અલી ખાન : બોલીવુડના નવાબજાદા સૈફ અલી ખાન પણ અભિનેતા શશી કપૂરના અંતિમ સંસ્કારમાં હસતા દેખાઈ ચુક્યા છે. તેમનો પણ આ ફોટો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો અને સૈફએ ખુબ ટ્રોલિંગનો શિકાર થવું પડ્યું હતું. એક ટ્રોલરે તો અહીંયા સુધી કહી દીધું હતું, કે આ કોઈ બોલીવુડની પાર્ટી નથી. પ્રાર્થના સભામાં કોઈ પણ હશે છે કે શું?

અનિલ કપૂર : આ લિસ્ટમાં આગળ નામ આવે છે બોલીવુડ અભિનેતા અનિલ કપૂરનું. જણાવી દઈએ કે કરિશ્મા અને કરિના કપૂરની દાદી કૃષ્ણ રાજ કપૂરનું નિધન થયું હતું, ત્યારે તેમની શોક સભામાં બોલીવુના દરેક કલાકાર આવ્યા હતા. અને આ જ ભીડમાં અનિલ કપૂર કેમેરામાં હસતા દેખાઈ આવ્યા હતા. આ હરકતના કારણે અનિલએ પણ ખુબ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા : શ્વેતા બચ્ચન નંદાના સસરા રાજન નંદાનું નિધન થયું હતું. ટી પ્રેયર મીટમાં અભિષેક બચ્ચન હસતા દેખાઈ આવ્યા હતા. એટલું જ નહિ, તેમની બહેન શ્વેતા પણ હસતા દેખાઈ ચુકી હતી. આ ફોટો જોયા પછી ફેન્સએ ભાઈ-બહેનને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. એક ફેનએ તો ત્યાં સુધી કહી દીધું હતું, કે શ્વેતાને આ દિવસની રાહ હતી.

રાની મુખર્જી અને કરણ જૌહર : એટલું જ નહિ બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી અને ડાયરેક્ટર કરણ જોહર પણ કૃષ્ણ રાજ કપૂરની શોકસભામાં હસતા દેખાઈ ચુક્યા હતા. આ ફોટોમાં તેમની સાથે બોલીવુડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાન પણ હતા. તેમનો આ અંદાજ જોઈને ફેન્સ પણ ચકિત થઇ ગયા. અને તેમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. એક ફેનએ તેમને ટ્રોલ કરતા આ લખી દીધું, કે બોલીવુડ કલાકારોમાં ઈમોશન નામની વસ્તુ હોતી નથી.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલશો નહિ.