એક ઘરમાં લુટ કરવાના ઈરાદા સાથે ઘુસી ગયા નાલાયકો, જયારે ઘરની દીકરીઓના રૂમમાં ઘુસ્યા તો ઘરની દીકરીઓ અજાણ્યા લોકોને જોઇને ગભરાઈ ગઈ. ત્યાર પછી જે થયું તે જાણીને તમે પણ ચકિત રહી જશો અને વિચારશો કે લુટારુ આવા પણ હોય છે.
આ ઘટના યુપીના પાટનગર લખનઉની છે. જ્યાં ગોમતીનગર જેવા પોશ વિસ્તારમાં વિવેકખંડ ૧ માં રહેવા વાળા એક રીયલ એસ્ટેટ ધંધા વાળા વ્યક્તિના ઘરમાં સાત લુટારુઓ ઘુસી ગયા અને આખા પરિવારને બંદી બનાવી લીધા. એટલું જ નહિ આ નાલાયકોએ ઘરના માલિક અને તેના ઘરના સભ્યો સાથે મારઝૂડ પણ કરી.
જયારે આ લોકોનું મન ભરાયું નહિ તો તે લોકોએ તે કર્યુ જે કોઈએ વિચાર્યુ ન હતું. આમ તો વાત એટલેથી જ ન અટકી અને ત્યાર પછી લુટારુઓએ એ બધું કર્યુ જેના વિષે કોઈએ વિચાર્યુ ન હતું. આ લુટારુઓએ પહેલા તો ઘરના માલિકના હાથ પગ બાંધી દીધા અને પછી તેની પત્નીને પોતાની સાથે લઇ જઈને લગભગ એક કલાક સુધી ઘરના તમામ કબાટને ફંફોળ્યા. જેમાં તેમને ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા અને પુરા ૨૦ લાખ રૂપિયા રોકડા હાથ લાગ્યા.
માલિક ચમનલાલ દિવાકર આમ તો મૂળ કાનપુરના રહેવાસી છે, પરંતુ લખનઉંમાં તે પોતાની પત્ની સુનીતા સાથે દીકરી કોમલ, પ્રિયા, કાજલ અને દીકરો પીયુષ સાથે રહે છે. દિવાકરે પોલીસને જણાવ્યું કે નાલાયકો જે ઘરમાં ઘુસ્યા હતા તે લોકોએ પોતાના ચહેરા ઉપર કપડું લગાવી રાખ્યું હતું. અને જયારે તેને જોઇને તે અને તેમના પરિવાર વાળા બુમો પાડવા લાગ્યા તો લુટારુઓએ તેમની ઉપર તમંચો તાકી દીધો અને મારી નાખવાની ધમકી પણ આપી. બીજું તો ઠીક જયારે ધમકીથી સંતોષ ન થયો તો પડદા અને ચાદરને કાપીને બધાના હાથ પગ બાંધીને મોઢા ઉપર ટેપ લગાવી દીધી.
ચમનલાલ આગળ જણાવે છે, કે જયારે લુટારુઓ તેની મોટી દીકરી કોમલ અને કાજલના રૂમમાં ઘુસ્યા તો તે એકદમથી ડરી ગઈ હતી. કોમલ અને કાજલની હાલત જોઇને નાલાયકોએ બન્ને છોકરીઓને કહ્યું કે ગભરાશો નહિ, અમારા ઘરે પણ બહેનો છે, શાંત રહો અને અમને અમારું કામ કરવા દો. ત્યાર પછી ચોર ઘરેથી ચોરી કરીને ભાગી ગયા, ત્યાર પછી હવે પોલીસ તેને શોધવામાં લાગી ગઈ છે, જેથી તેને વહેલામાં વહેલી તેને પકડી શકાય.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.