ચોરોએ પાડ્યું એક નાનકડું કાળું અને લૂંટીને લઈ ગયા 7800 કરોડના દાગીના

દુબળા-પાતળા ચોરોની એક ગેંગે દુનિયાની એક સૌથી મોટી ચોરી કરી છે. તે ચોરોએ જર્મનીના ઐતિહાસિક ડ્રેસ્ડેન ગ્રીન વોલ્ટ મ્યુઝિયમમાંથી લગભગ 7800 કરોડના ઘરેણાંની ચોરી કરી છે. ઘરેણાં હીરાથી બનેલા હતા. લગભગ 1 ફૂટના ગેપમાંથી થઈને ચોર અંદર ઘુસ્યા હતા. આ ઘટના સોમવારે સવારે બની હતી.

ચોરોએ સૌથી પહેલા આગ લગાવીને મ્યુઝિયમના અલાર્મ સિસ્ટમને ફેલ કરવા પ્રયત્ન કર્યો. એ પછી એમણે એક બારીમાં લગભગ 1 ફૂટનો ગેપ બનાવ્યો. એની મદદથી ચોર મ્યુઝિયમમાં ઘુસવામાં સફળ રહ્યા. હાથોમાં ટોર્ચ લઈને ચોર અંદર ગયા અને ચોરી કરી. આ ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે, પણ ચોરોના ચહેરા દેખાતા ન હતા.

જર્મનીના ઐતિહાસિક ડ્રેસ્ડેન ગ્રીન વોલ્ટ મ્યુઝિયમને દુનિયાના સૌથી જૂના મ્યુઝિયમોમાં ગણવામાં આવે છે. અલાર્મ સિસ્ટમ ફેલ થવાને કારણે અધિકારીઓને ચોરીની જાણકારી મોડેથી મળી.

18 મી શતાબ્દીના અત્યંત મૂલ્યવાન ઘરેણાંના ત્રણ સેટોને ચોર ચોરી કરીને લઈ ગયા છે. જર્મનીના અધિકારીઓનું કહેવું છે કે, ખુલ્લા બજારમાં આ ઘરેણાં વેચવા અસંભવ હશે. અધિકારીઓ અનુસાર, ચોર કાચના ફક્ત એક સેટને તોડવામાં સફળ રહ્યા જેમાંથી એમણે ત્રણ ઘરેણાં ચોરી લીધા. આ ઘરેણાં ડર્ઝનો રત્નોથી બનાવેલા હતા.

મ્યુઝિયમે ચોરોને વિનંતી કરી છે કે, તે ઘરેણાંને બરબાદ ન કરે, અથવા ઓગાળે નહિ. મ્યુઝિયમે કહ્યું છે કે, તે ઘરેણાં ઐતિહાસિક મૂલ્યના છે અને ઘણું મહત્વ રાખે છે. લગભગ 30 વર્ષ પહેલા બોસ્ટનના ગાર્ડનર મ્યુઝિયમમાંથી ચોરોએ 3580 કરોડના સામાનની ચોરી કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, એ પછી આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે.

પોલીસે ડ્રેસ્ડેન ગ્રીન વોલ્ટ મ્યુઝિયમમાંથી ચોરીના કેસની તપાસ શરુ કરી દીધી છે. જો કે તે ચોરો વિષે અત્યારસુધી કોઈ જાણકારી સામે નથી આવી. આ પહેલા આ મ્યુઝિયમને સૌથી સુરક્ષિત મ્યુઝિયમ જણાવવામાં આવ્યું હતું. આ કારણે હવે સવાલ ઉઠી રહ્યા છે કે, કઈ રીતે ચોરોની ગેંગ અલાર્મ સિસ્ટમને ફેલ કરવામાં સફળ થઈ ગઈ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.