રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુ ઘરમાં લાવે છે ગરીબી અને અશાંતિ, તરત દુર કરો.

વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ રસોડામાં આ વસ્તુ રાખવાથી ઘરના સભ્યો વારંવાર થાય છે બીમાર.

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ભાગને લઈને કેટલાક નિયમ અને ખાસ બાબતો જણાવવામાં આવી છે. તેમાં રસોડું પણ સામેલ છે, જે ઘરનો મુખ્ય ભાગ છે. રસોડાની દિશા તેમજ તેમાં રાખવામાં આવેલી વસ્તુને લઈને કરવામાં આવતી ભૂલ કુટુંબના સભ્યોને ઘણી ભારે પડી શકે છે. આજે અમે એવા જ વાસ્તુ નિયમો વિષે જણાવીશું જે અપનાવવાથી ઘરના સભ્યો વચ્ચે ઝગડા અને મતભેદ થાય છે. સાથે જ ઘરમાં ગરીબી આવે છે.

રસોડામાં ક્યારે પણ ન રાખો આ વસ્તુ :

રસોડામાં ગુંદેલો લોટ રાખવો – વાસ્તુ શાસ્ત્ર મુજબ ફ્રીઝમાં આખી રાત ગુંદેલો લોટ રાખવો અશુભ હોય છે. તેનાથી ઘરમાં નેગેટીવ એનર્જી આવે છે. તે ઉપરાંત મેડીકલ સાયન્સમાં વાસી લોટ માંથી બનેલી રોટલી ખાવાથી કેન્સર થવા સુધીનું જોખમ જણાવવામાં આવ્યું છે.

રસોડામાં દવાઓ રાખવી – રસોડામાં દવાઓ રાખવાથી બીમારીઓ વધે છે. એમ કરવાથી સારવારમાં સતત ખર્ચ થાય છે અને કોઈને કોઈ સભ્ય હંમેશા બીમાર રહે છે. તેની અસર ઘરના મુખ્ય વ્યક્તિ ઉપર સૌથી વધુ થાય છે.

રસોડામાં પૂજા ઘર (ઘર મંદિર) – હંમેશા ઘરમાં પૂજા ઘર રસોડામાં જ હોય છે, જે એકદમ ખોટું છે. ભગવાનને હંમેશા સાત્વિક ભોગ જ ચડાવવામાં આવે છે. રસોડામાં લસણ ડુંગળી કે નોનવેજ વગેરે બને છે તેથી ત્યાં ભગવાનની મૂર્તિ કે ફોટા રાખવાથી પૂજા ઘર ઉપર નકારાત્મક અસર પડે છે.

રસોડામાં અરીસો રાખવો – રસોડામાં અરીસો લગાવવો પણ અશુભ હોય છે. જો તે અરીસામાં ગેસ, માઈક્રોવેવ વગેરેનું પ્રતિબિંબ દેખાય તો ઘરમાં ક્યારે પણ પૂરી ન થાય એવી સમસ્યાઓ શરુ થઇ શકે છે. જો તમે પણ તમારા રસોડામાં અરીસો લગાવ્યો છે તો તે વહેલી તકે દુર કરી દો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. અને તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.