તમે કેટલા પ્રકારના વોશિંગ મશીન વિષે જાણો છો? અહીં મેળવો દરેક પ્રકારના વોશિંગ મશીનની માહિતી.

વોશિંગ મશીન લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં જાણો તમારા માટે કયું મશીન સારું રહેશે પછી ખરીદી કરો.

રેફ્રીજરેટર સાથે જ વોશિંગ મશીન પણ એક એવી વસ્તુ છે, જે તમને લગભગ દરેક ઘરમાં જોવા મળી શકે છે. તે આજના સમયમાં સૌથી જરૂરી છે. તેની મદદથી નાના કપડાથી લઈને, રૂમના પડદા, બેડશીટ કવર્સ બધું જ ધોવું ઘણું જ સરળ થઇ જાય છે. ઘણા લોકોના વિચાર એવા હોય છે કે, વોશિંગ મશીન ભલે કેવું પણ હોય, બસ ઘરમાં હોવું જોઈએ. પણ શું તમને ખબર છે કે, બજારોમાં કેટલા પ્રકારના વોશિંગ મશીનો રહેલા છે?

સેમી ઓટોમેટીક, ફુલ્લી ઓટોમેટીક, ફ્રંટ લોટેડ, ઈંટીગ્રેટેડ વગેરે. તે અલગ અલગ પ્રકારના મશીનો અલગ રીતે કામ પણ કરે છે. એવા જ મશીનો વિષે આવો આજે વિસ્તારથી જાણીએ. ટેકનોલોજીમાં દરરોજ કાંઈક નવું થતું રહે છે. વોશિંગ મશીનને પણ આપણે ટેકનોલોજી વંડર કહીએ, તો ખોટું નહિ ગણાય, ખરેખર તે પણ તો આપણા કામોને સરળ કરી રહ્યું છે. આવો જોઈએ કે વોશિંગ મશીન કેવી રીતે આપણા કામ સરળ બનાવી રહ્યું છે.

સમયની બચત : વોશિંગ મશીન આપણા તે સમયને બચાવવામાં મદદ કરે છે જે આપણે આપણા કપડા ધોવામાં પસાર કરી દેતા હોઈએ છીએ. આપણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે તેની મદદથી આપણે મલ્ટી ટાસ્ક કરી શકીએ છીએ. જ્યાં સુધી આપણા કપડા ધોવાઇ રહ્યા હોય છે, ત્યાં સુધીમાં આપણે આપણા બીજા કામ પુરા કરી લઈએ છીએ.

મહેનત નથી કરવી પડતી : વોશિંગ મશીનો આવતાની સાથે જ આપણને કપડા ધોવાની પરેશાનીમાંથી છુટકારો મળી ગયો છે. કોઈ પણ પ્રકારની મહેનત ઓછી થઇ ગઈ છે. તેની સાથે જ કપડા ધોવાની પ્રક્રિયા અને વોશિંગ મશીનના ફીચર્સને કારણે જ આપણા કપડાની જાળવણી પણ થઇ જાય છે.

અલગ અલગ સાયકલ સાથે આવે છે વોશિંગ મશીન : વોશિંગ મશીન અલગ અલગ સાયકલ્સ સાથે આવે છે. જેમ કે જો તમારે વજનદાર કપડા ધોવા છે, તો તેના માટે એક હેવી સાયકલ વાળું વોશિંગ મશીન આવશે. એવા કપડા માટે જેને વધુ જાળવણીની જરૂર હોય છે કે જે નાજુક હોય છે, તેને ડેમેજ થવાથી બચાવવા માટે અલગ અલગ સાયકલ ઉપર મશીનને સેટ કરી શકાય છે. કપડાને ડેમેજ થવાથી બચાવવા માટે યોગ્ય સાયકલનો ઉપયોગ કરવો જરૂરી છે.

હવે એ પણ જાણો કે બજારમાં કેટલા પ્રકારના વોશિંગ મશીન રહેલા છે.

ફ્રંટ લોડીંગ વોશિંગ મશીન : જો તમારી પાસે ઓછી જગ્યા છે અને તમારે ઘણા બધા કપડા ધોવા છે, તો આ વોશિંગ મશીન ઘણું ઉત્તમ છે. તેમાં વધુ પાણીની જરૂર પણ નહિ પડે. તેનું ઈંટીરીયર મોટું હોય છે, જેમાં તમે ઘણા બધા કપડા સરળતાથી ધોઈ શકો છો.

સ્ટેકેબલ વોશિંગ મશીન : જો તમે ફૂલ- સર્વિસ લોન્ડ્રીનો વિકલ્પ ઈચ્છો છો, તો સ્ટેકેબલ વોશર-ડ્રાયર એક સારો વિકલ્પ છે. આ મશીન માટે તમારે વધુ જગ્યા નહિ જોઈએ. તેને લોન્ડ્રી સેંટર પણ કહેવામાં આવે છે. તેમાં ડ્રાયર વોશરની બાજુમાં ફીટ કરવાને બદલે ઉપર ફીટ કરી શકાય છે.

ફુલ્લી ઓટોમેટીક વોશિંગ મશીન : તે સામાન્ય પ્રકારનું વોશિંગ મશીન છે. તેમાં તમે કપડા નાખો અને લીડ લગાવી દો. સાથે જરૂરી ફન્કશન સેટ કર્યા પછી વોશિંગ મશીન તેની જાતે જ કામ કરે છે અને કપડા ધોવાઈ ગયા પછી તેને સૂકવવા સુધીની પ્રક્રિયા થઇ જાય છે.

પોર્ટેબલ વોશિંગ મશીન : જો તમે નાના એવા ઘર કે એવા એપાર્ટમેન્ટમાં રહો છો જ્યાં એક મોટું વોશિંગ મશીન નથી રાખી શકાતું, તો આ તમારા માટે સારો વિકલ્પ છે. જો તમારા ઘરમાં એટલી સ્પેસ નથી જેટલી એક મશીનને જોઈએ, તો જ તે ખરીદો કેમ કે તેની કેપેસીટી ઓછી હોય છે.

ઈંટીગ્રેટેડ વોશિંગ મશીન : આ મશીનોની આગળ એક કપબોર્ડ ડોર લગાવવામાં આવે છે. તેને હંમેશા રસોડામાં જ મુકવામાં આવે છે બીજે ક્યાય મુકવામાં નથી આવતું. તેનું કારણ એ છે કે, રસોડાના યુનિટ્સ આં મશીનને સ્થિરતા આપે છે અને તે તમારા ડેકોર સાથે શોભે પણ છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.