તમારી શુશુપ્ત શક્તિ જાગૃત કરવા કરો થર્ડ આઈ મેડીટેશન જાણો કરવાની રીત અને તેના ફાયદા

મેડીટેશન કર્યા પછી થોડા સમય પછી તેનું પરિણામ મળે છે. તેથી ઉતાવળ ન કરવી અને ધીમે ધીમે મેડીટેશન રોજીંદા જીવનનો એક ભાગ બનાવો. થર્ડ આઈ મેડીટેશન તમને નવી શક્તિ આપે છે.

આપણી થર્ડ આઈ ત્રીજી આંખ આપણી અંદરની આંખ હોય છે જે આપણી શક્તિનું કેન્દ્ર હોય છે. આપણા મસ્તિકની બરોબર વચ્ચે આંખનું કેન્દ્ર હોય છે. તેને બાયોલોજીની ભાષામાં પીનલ ગ્રંથી કહે છે, જયારે તે એક્ટીવ થાય છે તો સમજવામાં આવે છે કે તમારી શક્તિ બીજાથી વધુ છે, ત્રીજી આંખ જાગૃત કરવા માટે થર્ડ આઈ મેડીટેશન કરવામાં આવે છે જો કે તમારી શક્તિ કેન્દ્રિત થાય છે. આવો જાણીએ કેવી રીતે કરવામાં આવે છે થર્ડ આઈ મેડીટેશન.

(1) તમારી જગ્યા પસંદ કરો : મેડીટેશન માટે તમારે એક શાંત જગ્યાની જરૂર રહે છે. તેથી એક એવી શાંત જગ્યા પસંદ કરો.

(2) યોગ્ય સમય પસંદ કરો : યોગ્ય સ્થાનની જેમ જ યોગ્ય સમય પસંદ કરો મોટાભાગના લોકો સવારે મેડીટેશન કરે છે. તમે ધારો તો દિવસના કોઈ બીજા સમયે પણ મેડીટેશન કરી શકો છો.

(3) શરીરને સ્ટ્રેચ કરો : મેડીટેશન કરતા પહેલા 30 સેકન્ડ સુધી પોતાના શરીરને સ્ટ્રેચ કરો. સ્ટ્રેચ કરવાથી આખું શરીર એક સાચી સ્થિતિમાં આવી જાય છે.

(4) સાચી સ્થિતિમાં બેસો : પલોઠી વાળીને, કમર સીધી રાખીને બેસવાની સ્થિતિ યોગ્ય માનવામાં આવે છે. તેનાથી તમને ફોકસ કરવાની અને શ્વાસોશ્વાસ પ્રણાલીની શક્તિ સરળતાથી વધે છે.

* તમારી કમર સીધી રાખો.

* છાતીને કડક રાખો અને પલોઠી વાળીને બેસો.

* તમારું માથું સીધું રાખો અને આંખ બંધ કરીને રાખો.

(5) બ્રીધીંગ : બ્રીદિંગ મેડીટેશન માટે ખુબ જરૂરી છે. ધીમે ધીમે શ્વાસ લો અને છોડો અને પોતાની શ્વસન ક્રિયા ઉપર ધ્યાન આપો અને ધ્યાન લગાવો. દરેક ઊંડા શ્વાસ ને ગણવાનું રાખો અને આ ક્રિયાને દોહરાવો.

(6) તમારું મગજ ખાલી રાખો : આ તો બિંદુ છે જેની ઉપર તમે ત્રીજી આંખ ઉપર ધ્યાન આપવાનું શરુ કરો છો. જે કે તમારી આંખોની વચોવચ હોય છે, આંખો બંધ કરો અને થર્ડ આઈ ઉપર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. ત્રીજી આંખ ઉપર ધ્યાન આપતી વખતે ઉંધી ગણતરી કરો, જો તમે એક સાથે તેની ઉપર ધ્યાન નથી આપી શકતા તો પરેશાન ન થશો. ત્રીજી આંખ ઉપર ધ્યાન આપવામાં થોડો સમય લાગે છે.

(7) ત્રીજી આંખ ઉપર ધ્યાન આપો : જયારે તમે ત્રીજી આંખ ઉપર ધ્યાન આપો છો તો તમારું ત્રીજુ નેત્રચક્ર એટલે ત્રીજી આંખનું ચક્ર ઉપરાંત દરેક જગ્યાએ માત્ર અંધારું જોવા મળે છે. તે એ વાતનો સંકેત છે કે તમારી ત્રીજી આંખ જાગૃત છે અને તમારા મગજના બન્ને ભાગ એક સાથે કામ કરી રહ્યા છે તેનાથી તમારા શરીરમાં પોતાની જાતે જ એક નવી શક્તિનો સંચાર થવા લાગે છે.

(8) ત્રીજી આંખની અનુભૂતિ : તેની અનુભૂતિ જુદા-જુદા લોકો માટે જુદી-જુદી હોય છે. લોકોને જુદા જુદા દ્રશ્યો દેખાય છે, જેમાં ઝરણા, કુદરતી, લોકો, ટ્રેન અને જુદા જુદા દ્રશ્યો હોય છે. બની શકે કે પહેલી વખતમાં તમને આ ક્રિયામાં માથાનો દુઃખાવો થાય જેના લીધે ગભરાશો નહી જે સ્વરૂપે તમારા મગજમાં થર્ડ આઈ ના દ્રશ્યો છે તેની ઉપર ધ્યાન કરવાનો પ્રયાસ કરો.

(9) મેડીટેશન ને પૂરું કરો : તમારી આંખની ત્રીજી આંખ ધીમે ધીમે દુર કરો. રીલેક્સ રહો પરંતુ તમારા શ્વાસ પ્રત્યે વધુ ધ્યાન આપો, તમારા શ્વાસ ઉપર ધ્યાન આપીને શ્વાસ લો અને છોડો ધીમે ધીમે આંખો ખોલો.

વિડીયો