થર્ડ સ્ટેજ કેન્સરને કારણે આવી થઈ ગઈ પૂર્વ મિસ ઈન્ડિયાની હાલત, વાયરલ થઈ રહ્યા છે જુના ફોટા

‘યમલા પગલા દીવાના’ અને ‘લાઈફ ઈન ધ મેટ્રો’ અને ‘લાહોર’ જેવી સારી ફિલ્મો કરવા વાળી નફીસા અલી આ દિવસોમાં કેન્સર જેવી ખતરનાક બીમારીનો સામનો કરી રહી છે. નફીસા અલીનો જન્મ 18 જાન્યુઆરી 1957 ના રોજ મુંબઈમાં થયો હતો. એમના પરિવારની જડો પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે. નફીસા 1976 માં મિસ ઈન્ડિયા બની હતી.

કેન્સર સાથે જંગ લડી રહેલી નફીસાએ પોતાનો જૂનો ફોટો શેયર કર્યો છે. આ ફોટો 1976 નો છે, જયારે તે મિસ ઈન્ડિયા બની હતી. આ ફોટાને શેયર કરતા સમયે એમણે લખ્યું, ’19 ની ઉંમરમાં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા પછી હું. આ ફોટો મારા પિતા અહમદ અલીએ લીધો હતો.’

નફીસાનો આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેન્સરને કારણે નફીસાના લુકમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. નફીસા ‘મિસ ઈન્ટરનેશનલ – 1977’ માં રનર અપ રહી ચુકી છે. ફિલ્મ ‘જુનૂન’ થી નફીસાએ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે 9 ફિલ્મોમાં કામ કર્યું છે. તે શશિ કપૂર, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સલમાન ખાન જેવા સ્ટાર સાથે કામ કરી ચુકી છે.

નફીસાના લગ્ન અર્જુન પુરસ્કારથી સમ્માનિત પોલો ખેલાડી કર્નલ આરએસ સોઢી સાથે થયા. લગ્ન પછી તેમણે પોતાના ફિલ્મી કરિયરમાંથી બ્રેક લઈ લીધો. કેન્સર પછી નફીસા પોતાના પરિવાર સાથે સમય પસાર કરતા અને ફોટા શેયર કરતા જોવા મળે છે. નફીસા કેન્સરના થર્ડ સ્ટેજમાં છે અને એવામાં એમનો આ ફોટો હકીકતમાં પ્રેરણાદાયક છે.

કેન્સર જેવી ખતરનાક બીમારીનો સામનો કરી રહેલી નફીસા અલીએ કહ્યું હતું કે, તે જીવનમાં કોઈ પણ અઘટિત થતા પહેલા પોતાના ત્રીજા પૌત્ર કે પૌત્રીને જોવા માંગે છે. નફીસાએ એ પણ જણાવ્યું હતું કે, એમને કેન્સરની ખબર કેવી રીતે પડી. એમણે કહ્યું હતું કે, મને પેટમાં દુઃખાવો થવાને કારણે મેં ડોક્ટરની મુલાકાત લીધી. પાંચ દિવસ દવા ખાધા પછી દુઃખાવો ઓછો ન થયો. એ પછી ડોક્ટરી તપાસમાં ખબર પડી કે મને ત્રીજા સ્ટેજનું કેન્સર છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

ફોટો :