150 વર્ષ જૂની આ ઐતિહાસિક વાવ વિષે જાણીને તમે ચકિત થઇ જશો, ગુજરાતમાં આ જગ્યાએ આવેલી છે.

હમીરપર વાડી વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વાવ.

– મહાદેવ બારડ વાગડ.

રાપર તાલુકાના હમીરપર ગામથી ભીમાસર જતા હમીરપરથી બે કિલોમીટરના અંતરે ભીમાસર બાજુ એક વાડી વિસ્તાર આવે છે જેનુ નામ છે ચંડેસર વાડી વિસ્તાર, જ્યાં પેલા ચંડેસર શાખના મકવાણા રાજપૂતો રહેતા હતા. પછી ત્યાંથી સ્થળાંતર કરીને ગેડી ગયા અને હાલે તેમનો ત્યાં ચંડેસર વાસ આવેલો છે! હાલે આ વાવ આવેલી છે ત્યાં બ્રાહ્મણનું ખેતર આવેલું છે!

આ વિસ્તાર માંથી પેલાના સમયમાં હમીરપર અને ભીમાસરનો રસ્તો ચાલતો હતો! આ રસ્તા ઉપર જ એક ઐતહાસિક વાવ આવેલી છે! પણ હાલે આ રસ્તો બંધ થઈ ગયો છે અને થોડે દૂર પાકો રસ્તો નિકળ્યો છે! આ વાવ વિશે માહિતી આપતા ખેતર માલિક જગદીશચંદ્ર વ્યાસ જણાવે છે કે, અમારા બાપા દાદા આજ થી ૧૫૦ વર્ષ પહેલાં મેઘજી બાપાએ આ વાવ ખોદાવી હતી જેમાં પેલા કૂવા ખોદયો હતો પછી કૂવામા પાણી ન થતા તે કુવો બે પેઢી સુધી પડ્યો રહ્યો હતો.

ત્યારબાદ તેમના વંશમા નાથાભાઈ વ્યાસ દ્વારા આ કૂવાને ખોદવામા આવ્યો અને પાણી નીકળતા ત્યારબાદ આ કૂવામા વધારે પાણી ન નીકળતા આ કૂવા ને વાવ મા ફેરવી નાખવા માટે નાથાભાઈ વ્યાસ દ્વારા તે કૂવાને પગથિયાં બનાવ્યા અને વાવનું બાંઘકામ કર્યું હતું. ત્યારે આ વિસ્તારમાં પાણીની બહુજ તંગી હતી!

વાવની લંબાઈ ૩૫ ફૂટ જેવી છે અને પહોળાઈ ૮ થી ૧૦ ફૂટ જેવી લાગે છે! તેમજ પગથિયાં છેક નીચે પાણી સુધી બનાવેલા છે પણ ધ્યાન રાખવી પડે નહિતર નીચે એકદમ કરાર એટલે કે ઢાળ વારા જોવા મળે છે અને પથ્થર પણ એકદમ ભોકર જેવો જોવા મળે છે. એટલે જો ધ્યાન ન રાખો તો લપસી જવાય તેમ છે!

વાવના પગથિયાં આશરે ૧૦ જેટલા જોવા મળે છે તેમજ પગથિયાંની લંબાઈ ૩ ફૂટ છે અને પહોળાઈ બે ફૂટ જેવી છે! આ વાવની બાજુ માંથી જ હમીરપર અને ભીમાસરનો જુનો બળદગાડા મારગ ચાલતો હતો! એટલે અહીંયા લોકો વાવનું પાણી પીવે અને વિસામો ખાતા હતા! અને છેલ્લે આ વાવને હાલમાં મોજુદ અને હમીરપરના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને જેમનું ખેતર છે તે જગદીશચંદ્ર વ્યાસ દ્વારા આજથી ત્રીસ વર્ષ પહેલાં આ વાવને ઉકેરીને અંદરથી ગાર બહાર કાઢ્યો હતો.

જ્યારે આ વાવનો ગાર બહાર કાઢ્યો હતો ત્યારે આ વાવના કૂવામાંથી બળદ હકાવાનું ટીલું કહેવાતું હતું તે અંદરથી મળેલ હતી તેવું જગદીશચંદ્ર વ્યાસ એ જણાવ્યું હતું! વાગડમા ગાર એટલે કે કૂવામા જે ધૂળ કે અંદર જે મલબો પડ્યો હોય તેને બહાર કાઢે તેને ગાર કહેવાય છે! વાવમા બે ભડ પણ દેખાય છે અને બહાર ટાંકી પણ બનાવેલ છે પેલાના સમાયમા કોશ દ્વારા બહાર પાણી કાઢી ને ઢોર અને માણસો પાણી પીવે તેવી આયોજન હતું!

આ વાવના થારા માટે એક મોટી શીલા પથ્થર બળદગાડામા લાવેલા. તે એવડી મોટી હતી કે બળદગાડામા લાવતા હતા ત્યારે ગાડું તૂટી ગયું હતું અને અહીંયા લાવીને થારું બનાવેલ હતું પણ અમુક વર્ષો પહેલા આ થારું તૂટી ગયું હાલે જોવા મળતું નથી!

વાગડમા આવી ઐતિહાસિક વાવ અને એ પણ છેક કૂવા સુધી પગથિયાં વાટે પહોચી શકાય તેવી અદભુત વાવ આવેલી છે! આવી ભવ્ય વાવ વાગડ બહુજ ઓછી જોવા મળે છે અને જોવા મળે તો મોટા ગામોમાં જોવા મળે છે. પરંતું આ વાવ ગામથી દુર વગડામા વટેમાર્ગુ માટે બનાવેલ આવી ભવ્ય વાવ જોનારને મોઢા માંથી વાહ શબ્દ નીકળી જાય તેવી ભવ્ય વાવ આવેલી છે!

આ વાવ જોયા પછી આપણને થાય કે વાગડમા અને એ પણ વનવગડામાંમા આવી ભવ્ય વાવ અને આ વાવના દર્શન કરીને મન રોમાંચિત થઈ જવાય છે!આવી તો અનેક વિરાસતો વાગડ મા ગામડે ગામડે અને વનવગડામાંમા આવેલી છે!

આ વાવ બતાવનાર અને માહિતી આપનાર: નરેશજી પરમાર હમીરપર.

– મહાદેવ બારડ વાગડ.