તારક મેહતા શો ના આ કલાકાર હતા જોરદાર સિંગર, આશા ભોંસલે જેવા મોટા કલાકાર સાથે મેળવ્યા હતા સુર.

ઉચ્ચ કક્ષાના સિંગર હતા તારક મેહતા શો ના આ કલાકાર, તેમણે આશા ભોંસલે સાથે પણ કર્યું હતું કામ, જાણો તેમના વિષે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો દરેક ઘરમાં પસંદ કરવામાં આવતો શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેમના અંગત જીવન વિષે પણ જાણવા માંગે છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની લાંબી એવી સ્ટારકાસ્ટ છે. શો ના તમામ સ્ટાર ઘણા ટેલેન્ટેડ છે. અભિનય સિવાય પણ તે અલગ અલગ ક્ષેત્રોમાં કુશળ છે. શો સાથે જોડાયેલા એવા જ એક કલાકાર હતા, જેમણે પોતાના મધુર અવાજથી લોકોના દિલ જીત્યા હતા.

જણાવી દઈએ કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના તે કલાકાર બીજા કોઈ નહિ પણ નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક હતા. ઘનશ્યામ નાયક (નટુ કાકા) એક પ્લેબેક સિંગર પણ હતા. NBT માં છપાયેલા સમાચાર મુજબ ઘનશ્યામ નાયકે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવા પ્રસિદ્ધ ગાયકો સાથે 12 ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તે ઉપરાંત તે 350 ગુજરાતી ફિલ્મો માટે ડબિંગ પણ કરી ચુક્યા છે.

નટુ કાકાએ થોડા દિવસો પહેલા જ દુનિયામાંથી વિદાય લીધી : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ના મહાન કલાકાર અને નટુ કાકા તરીકે પ્રસિદ્ધ ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી રહ્યા. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા મહિનાઓથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. 3 ઓક્ટોબરના રોજ આ કલાકારે છેલ્લા શ્વાસ લીધા. થોડા મહિના પહેલા તેમના બે ઓપરેશન પણ થયા હતા. 77 વર્ષની ઉંમરમાં તેમણે દુનિયા માંથી વિદાય લઇ લીધી. ઘનશ્યામ પોતાની બીમારી સામે કેવી રીતે લડી રહ્યા હતાં, તેના વિષે તેમના દીકરાએ મીડિયાને જાણકારી આપી હતી.

અવ સાન પછી કરવામાં આવ્યો હતો મેકઅપ : અંતિમ સમયની વાત કરવામાં આવે તો ઘનશ્યામ નાયકના દીકરાએ જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરના રોજ પપ્પાએ મને પૂછ્યું હતું કે, હું કોણ છું? તે પોતાનું જ નામ ભૂલી ગયા હતા. તે સમયે મને અનુભવ થયો કે તે બીજી દુનિયામાં જવા લાગ્યા છે. તેમના અવ સાન પછી અમે એક પ્રોફેશનલ મેકઅપ આર્ટીસ્ટને તેમના ચહેરા ઉપર મેકઅપ કરાવવા માટે બોલાવ્યા. તે મેકઅપ સાથે આ દુનિયામાંથી વિદાય લેવા માંગતા હતા. જયારે તેમની નાડી બંધ થઇ તો તેમના ચહેરા ઉપર અપાર શાંતિ હતી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.