આ અભિનેત્રી 4 અફેયર અને એક લગ્ન પછી 5 મા સાથે બનાવી રહી છે સંબંધ, કરોડોની સંપત્તિ છે આના નામે

બોલીવુડની ગલીઓ માંથી કોઈ પણ દિવસે કોઈ ને કોઈ સમાચારો ચર્ચાનો વિષય બનતા રહે છે. આ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે પોતાની ફિલ્મોને લઇને સમાચારોમાં છવાયેલા રહે છે. પરંતુ ઘણા સ્ટાર્સ એવા છે જે પોતાની રીયલ લાઈફને લઇને મીડિયાના સમાચારોમાં છવાયેલા રહે છે. તે સ્ટાર્સ માંથી ઘણી અભિનેત્રીઓ એવી છે જે હંમેશા પોતાના વાસ્તવિક જીવનને લઇને સમાચારોમાં છવાયેલી રહે છે. એ અભિનેત્રીઓ માંથી આજે અમે તમને એક એવી અભિનેત્રી વિષે જાણકારી આપવાના છીએ જેના ચાર અફેયર અને એક લગ્ન થવા છતાંપણ, તે હવે પાંચમાં માણસ સાથે સંબંધ જોડી રહી છે.

ખાસ કરીને અમે જે બોલીવુડની અભિનેત્રી વિષે વાત કરી રહ્યા છીએ, તે બીજી કોઈ નહિ પરંતુ બોલીવુડની અભિનેત્રી કીમ શર્મા છે. હાલના દિવસોમાં અભિનેત્રી કીમ શર્મા પોતાના અફેયરને કારણે ઘણી સમાચારોમાં છવાયેલી છે. અભિનેત્રી કીમ શર્મા હંમેશા હર્ષવર્ધન રાણે સાથે મોડી રાત સુધી સ્પોટ થઇ છે. પરંતુ તેના સંબંધોને ક્યારેય પણ તેમણે મીડિયા સામે જાહેર નથી કર્યા. તેમણે હંમેશા મીડિયા સામે પોતાના સંબંધોને નકાર્યા છે.

પરંતુ અભિનેત્રી કીમ શર્માએ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક એવી પોસ્ટ શેર કરી છે, જેણે તેમના સંબંધ ઉપર સિક્કો મારી દીધો છે. આ પોસ્ટની અંદર અભિનેત્રી કીમ શર્માએ હર્ષવર્ધન રાણે સાથે ફોટો પણ પોસ્ટ કર્યો છે. કીમ શર્માને તે પહેલા હર્ષવર્ધન રાણે સાથે મુંબઈના રોડ ઉપર સ્કુટી ઉપર ફરતા જોવામાં આવ્યા હતા.

અભિનેત્રી કીમ શર્માના આ ફોટામાં હર્ષવર્ધન રાણે સ્કુટી ચલાવતા જોવા મળી રહ્યા છે, અને અભિનેત્રી કીમ શર્મા તેના ખંભા ઉપર માથું રાખીને બેઠેલી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે હર્ષવર્ધન રાણે બોલીવુડ ફિલ્મ ‘સનમ તેરી કસમ’ માં જોવા મળી ચુક્યા છે. ત્યાર પછી તેમણે ‘પલટન’ માં પણ કામ કર્યુ છે. પરંતુ જો અમે અભિનેત્રી કીમ શર્માની વાત કરીએ તો તેમણે મોટા પડદા ઉપર કાંઈ વિશેષ સફળતા પ્રાપ્ત કરી નથી. પરંતુ તે પોતાના અફેયરને લઈને હંમેશાથી જ સમાચારોમાં છવાયેલી રહે છે.

અભિનેત્રી કીમ શર્મા બોલીવુડની સુંદર અભિનેત્રીઓ માંથી એક માનવામાં આવે છે. તેમણે પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૦ માં રીલીઝ થયેલી ફિલ્મ ‘મોહબ્બતે’ થી કરી હતી. તેમણે ફિલ્મ મોહબ્બતેની અંદર બોલીવુડના મોટા મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને એશ્વર્યા રાય સાથે કામ કર્યુ છે. તેમણે આ ફિલ્મની અંદર મહત્વની ભૂમિકા નિભાવી છે. દર્શકો દ્વારા તેની ફિલ્મને ઘણી પસંદ પણ કરવામાં આવી હતી, અને આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ રહી હતી. એ ફિલ્મને કારણે જ અભિનેત્રી કીમ શર્માનું નામ બોલીવુડની પ્રસિદ્ધ અને ટોપ અભિનેત્રીઓમાં જોડાઈ ગયું હતું.

બોલીવુડ ફિલ્મ મોહબ્બતેમાં કામ કર્યા પછી અભિનેત્રી કીમ શર્માએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેને તે સ્થાન પ્રાપ્ત ન થયું જે તે ઇચ્છતી હતી. તે પોતાની ફિલ્મોથી વધુ અંગત જીવનને લઇને ઘણી સમાચારોમાં રહેતી હતી. અભિનેત્રી કીમ શર્મા ક્રિકેટર યુવરાજ સિંહ સાથે અફેયરને લઇને પણ ઘણી ચર્ચાનો વિષય બની ગઈ હતી. તે બન્નેનો સંબંધ લગભગ ૪ વર્ષ સુધી ચાલ્યો હતો, અને પછી તેનું બ્રેકઅપ થઇ ગયું હતુ.

અભિનેત્રી કીમ શર્માએ વર્ષ ૨૦૧૦ માં કેન્યાના રહેવાસી બિઝનેસમેન અલી પૂજાની સાથે મોમ્બાસમાં લગ્ન કર્યા હતા. પરંતુ તે બન્નેએ વર્ષ ૨૦૧૭ માં છુટાછેડાની અરજી દાખલ કરી હતી. અલી પૂજાની પહેલાથી જ પરણિત હતો અને તેને ૩ બાળકો પણ હતા તેમણે પોતાની પત્ની સાથે છુટાછેડા લઇને અભિનેત્રી કીમ શર્મા સાથે લગ્ન કર્યા હતા.

અભિનેત્રી કીમ શર્મા જયારે અલી પૂજાનીથી અલગ થઇ તો ત્યાર પછી તે મુંબઈમાં જ ફેશન ડિઝાઈનર અર્જુન ખન્નાને ડેટ કરવા લાગી હતી. સમાચારોના જણાવ્યા મુજબ એવું જણાવવામાં આવે છે, કે અર્જુન ખન્ના સાથે પણ તેનો બ્રેકઅપ થઇ ગયો છે. ખાસ કરીને અર્જુન ખન્નાની પત્નીનું નામ શેફાલી છે અને તે પહેલાથી જ પરણિત છે.