આ આર્ટિકલ એ બહેને લખ્યો છે જેમના પતિ, પુત્ર અને પોતાને પણ કોરોના થઈ ગયો છે, ખૂબ સમજવા જેવી વાતો સેર જરૂર કરજો.

આજે હું મારો કોરોના અનુભવ તમારી સાથે શેર કરી રહી છું. વિચાર્યું હતું કે ભારત આ રોગચાળાથી બચી જશે અને મારે મારો અનુભવ તમારી સાથે શેર કરવાની જરૂર નહીં પડે. પણ દુર્ભાગ્યથી એવું બન્યું નહી.

મારા ઘરમાં પહેલા મારા પતિને કોરોના થયો. હોસ્પિટલમાં એક ડોક્ટરને કોરોનાથી બચવું સરળ ન હતું, તેથી મને ખબર હતી કે કોરોના મારા ઘરમાં આવશે જ. પતિને ગુરુવારે થયો, પુત્રને રવિવારે અને મને સોમવારે… અને આ રીતે અમે ત્રણેય કોરોનાની ઝપટમાં આવી ગયા. દીકરીને કંઈ થયું નહીં.

શરૂઆતના દિવસોમાં બધું સારું ચાલ્યું. ઘણા દિવસો પછી પતિને કામ ઉપરથી રજા મળી હતી, તો આખો પરિવાર રસોડામાં રસોઈ બનાવવામાં, મોબાઈલ અને ટીવી જોવામાં સમય પસાર કરી રહ્યા હતા. અમારે તાવ અને માથાના દુઃખાવા માટે ફક્ત પેરસીટમોલ લેવી પડતી હતી.

હું ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ ગઈ. પરંતુ સાતમા દિવસે મારો સૂંઘવાનો અને ખાવાનો ટેસ્ટ જતો રહ્યો. લગભગ એક મહિના પછી તે પાછો આવ્યો. પરંતુ આજે પણ કેટલીક વસ્તુનો ટેસ્ટ અને ગંધ આવતી નથી. (આ પણ કોરોનાનું લક્ષણ છે.) પુત્રને ઘણા બધા સીમ્પ્ટમ આવ્યા જેવા કે તાવ, માથાનો દુઃખાવો, ગળામાં દુ:ખાવો, ઝાડા અને ઉલટી આ બધું લગભગ 12 દિવસ સુધી ચાલ્યું.

સૌથી ખરાબ હાલત મારા પતિની થઈ. શરૂઆતમાં તેને હળવી ઉધરસ અને હળવો તાવ હતો… પણ સાત દિવસ પછી કફ વધતો ગયો, તાવ પણ તીવ્ર થવા લાગ્યો, તેને ઉકાળો, ડ્રાઇ સીરપ, હળદર વાળું દૂધ બધું આપવાનું શરૂ કર્યું, જેથી ઉધરસ ઓછી થઇ જાય, પણ ઉધરસ ઘણી વધવા લાગી. તેઓ દસમા દિવસે કંઈ બોલી શકતા ન હતા. માત્ર ઇશારાથી કંઇક માંગતા હતા.

ખાંસીથી જયારે છાતીમાં દુઃખાવો થવા લાગ્યો ત્યારે તે દિવસે દીકરાએ કહ્યું, એમ્બ્યુલન્સ બોલાવી લો (આ એ દિવસ હતો, જે દિવસે યુકેના પ્રધાનમંત્રીને પણ શ્વાસની તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમનો પણ આ ચેપનો દસમો દિવસ હતો. તેમને ઓક્સિજન આપવાની જરૂર પડી હતી.)

એમ્બ્યુલન્સ આવી અને તેમના ઓક્સિજનનું સ્તર ચેક કર્યું. બધું સારું હતું, પરંતુ તેમણે તેમને કહ્યું કે તમે ડોક્ટર છો, તેથી અમારા કરતાં વધુ સારી રીતે જાણો છો કે તમારે હોસ્પિટલમાં જવું જોઈએ કે નહીં. મારા પતિએ કહ્યું, મને હોસ્પિટલમાં લઈ જાઓ અને હું મારી છાતીનો એક્સ રે જોવા માંગું છું કે વાયરસનો મારા ફેફસાંને તો ચેપ નથી લાગી ગયો ને….. એ જ થયું જે અમને ડર હતો, વાયરસે જમણા ફેફસાંને થોડો સ્પર્શ કરી લીધો હતો. તે દિવસે તે બે કલાક હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે પાછા આવી ગયા.

વાયરલ ન્યુમોનિયાની કોઈ સારવાર થતી નથી. ફક્ત ગરમ ખોરાક લો, ગરમ પાણી પીવો અને ગરમ પાણીથી સ્નાન કરો. આ એકમાત્ર ઇલાજ છે. હવે આ બધું કરવાનું શરૂ કર્યું, પરંતુ તેની ઉધરસ વધી રહી હતી અને ઘણો તાવ પણ દિવસમાં ચાર વખત આવતો હતો. ત્યાર બાદ મેં તેને જબરજસ્તી એન્ટીબાયોટીક આપવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે આ વાયરલમાં એન્ટિબાયોટિક્સ કામ કરતી નથી.. પણ હું ન માની. તેમ છતાં તેની તબિયત લથડતી જતી હતી.

14 માં દિવસે, તીવ્ર તાવને કારણે 4 વાગ્યે જાગી ગયા. તે બેચેન દેખાતા હતા મને કહ્યું ભજન લગાવી દે. મેં લગાવ્યું પણ તેની બેચેની ઓછી થઈ નહીં. છ વાગ્યે ઉલટી શરૂ કરી અને મને કહ્યું હોસ્પિટલમાં લઈ જાવ. પુત્રને જગાડવા ગઈ તો તે પણ બાથરૂમમાં બેસીને ઉલટી કરી રહ્યો હતો. તેમ છતાં પણ તે મારી સાથે હોસ્પિટલ જવા માટે તૈયાર થઇ ગયો.

પતિને હોસ્પિટલ લઈ ગઈ. આ રોગનો સૌથી દુઃખદાયક ભાગ એ હોય છે કે તમે દર્દીને હોસ્પિટલમાં મુકવા જાઓ છો, પણ તમે તેની સાથે રહી શકતા નથી. હું પાછી આવી ગઈ. તે દિવસે પ્રથમ વખત રડી, દીકરાએ રડતા જોઇ અને મને સમજાવ્યું, “મમ્મી, પપ્પાને કામ કરતી વખતે આ રોગ લાગ્યો છે.” તમને તેમના ઉપર ગર્વ થવો જોઈએ. તેમને કંઈ થશે નહીં. પપ્પા મારા ફાઇટર છે.

હજી સુધી મેં મારા બીજા પરિવારના સભ્યોને જણાવ્યું ન હતું. ફક્ત મારા ભાઈ અને મારા પતિનો ભાઈ જ જાણતો હતા. મેં વિચાર્યું કે જો ભગવાન મારું નહિ સાંભળે તો કદાચ મમ્મીની વાત જરૂર સાંભળશે. બંનેએ માને કહ્યું. તે દિવસે મારા પતિ 6 કલાક હોસ્પિટલમાં રહ્યા અને પછી હું તેને પાછા લઇ આવી, આ સમયે એક્સ રે રિપોર્ટમાં, વાયરસે ડાબા ફેફસામાં પણ ચેપ લગાડી દીધો હતો. ત્યાર પછી મારા પતિએ જાતે પોતાની દવા લખી- કોડીન, એન્ટિબાયોટિક્સ અને ઉલટીની દવા.

15 માં દિવસે પણ સ્થિતિ સારી નહોતી, પણ દવાને લીધે ઉલટી બંધ થઇ ગઈ. 16 મા 17 મા દિવસે તાવ આવવાનો ઓછો થયો પણ માથાનો દુઃખાવો ઘણો હતો. 18મા દિવસે તાવ આવ્યો નહતો. તે દિવસથી તે પહેલાની જેમ બોલવા લાગ્યા. અને આ રીતે મારા ઘરમાંથી કોરોનાનું ગ્રહણ ટળી ગયું.

મેં આ બધું ખૂબ વિગતવાર એટલા માટે લખ્યું છે. જેથી તમે લોકો જાણી શકો કે આ રોગ કેવી રીતે વર્તે છે. શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા બેચેની લાગે, તો સમય ગુમાવ્યા વિના તરત જ હોસ્પિટલમાં જાવ. પહેલાંથી દવાઓ ન લો. જેમ મેં મારા પતિને બળજબરીથી એન્ટિબાયોટિક આપી પરંતુ તેની કોઈ અસર થઈ નહિ.

તેમણે પોતાની રીતે એન્ટીબાયોટીક ત્યારે લીધી જયારે ઉલટીમાં કફ આવવા લાગ્યો. હાઈડ્રોક્સીકોલોરોક્વિન તે દર્દીઓને આપવામાં આવી રહી છે. જે વેંટીલેટર ઉપર જઈ રહ્યા છે. તેથી કોઈ અર્થ વિના દવાઓ ખાશો નહીં. તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે વિટામિન C, D અને multivitamin with zinc લો.

એવું જરાપણ વિચારશો નહીં કે તમને કોઈ રોગ નથી, તો કોરોના તમને કોઈ નુકસાન કરશે નહીં. મારા પતિને કોઈ રોગ નથી, છતાં પણ કોરોનાએ તેને ખૂબ ત્રાસ આપ્યો. જો તમને ડાયાબિટીઝ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ છે, તો પછી તમારે જાતને ઘરની અંદર બંધ કરી લો. ઇંગ્લેન્ડમાં આવા લોકોને ત્રણ મહિના ઘરમાંથી નીકળવાની મનાઈ કરી દેવામાં આવી છે.

તમે બધા તમારી જાતનું ધ્યાન રાખો. ડરશો નહીં, કાળજી લો. વહેલી તકે આપણે આ બીમારી ઉપર વિજય પ્રાપ્ત કરી લઈશું. ભગવાન ઉપર વિશ્વાસ રાખો.

લેખ પલ્લવી ઉપાધ્યાય મિશ્રા.