થોડા જ સમયમાં બંધ થવાની છે આ બેંક, જલ્દી જ ઉપાડી લો પોતાના પૈસા, જાણો વધુ વિગત

ફેબ્રુઆરી 2018 માં વેપાર શરુ કરવા વાળા આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ લિમિટેડ (ABIPBL) બેંક પોતાનો વેપાર સમેટવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક મુજબ કંપનીએ સ્વેચ્છાથી પોતાનો વેપાર સમેટવાનું આવેદન કર્યા પછી તેમના લિક્રિડેશન એટલે બંધ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

રિઝર્વ બેંકે એક નોટિફિકેશ જાહેર કરતા જણાવ્યું કે, ‘આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ લિમિટેડના સ્વેચ્છાથી લિક્વિડેટ કરવાના આવેદન પર મુંબઈ હાઈ કોર્ટે 18 સપ્ટેમ્બર 2019 ના રોજ આદેશ જાહેર કરી દીધો છે.’

આરબીઆઈના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, મુંબઈ હાઈ કોર્ટે ડેલોઈટ ટાઉછે તોમસ્તુ ઇન્ડિયા (એલએલપી) ના વરિષ્ઠ નિર્દેશક વિજયકુમાર બી. અય્યરને આના માટે લિક્વિડેટર નિયુક્ત કર્યા છે.

આ જણાવી દઈએ કે, આ વર્ષે જુલાઈની શરૂઆતમાં આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ્સ બેંકે પોતાનો વેપાર સમેટી લેવાની ઘોષણા કરી હતી. કંપનીએ આની પાછળનું કારણ ‘અનઅપેક્ષિત ઘટનાક્રમ’ ના કારણે વેપારનું ‘વ્યવહારિક’ થવાનું જણાવ્યું હતું.

એ પછી ABIPBL ની ઓફિસિયલ વેબસાઈડ www.adityabirla. bank પર મેસેજ દ્વારા પોતાના કારોબારને સમેટવાની જાણકારી આપી હતી. આ મેસેજમાં બેંકે પોતાના ગ્રાહકો માટે લખ્યું છે કે, ‘અમે તમને ખાતરી કરાવવા માંગીએ છીએ કે બેંકે પોતાની જમા પાછી આપવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે.

વેબસાઈડમાં દેખાડેલ મેસેજમાં આગળ લખ્યું છે કે, અમે તમને ઓનલાઇન / મોબાઈલ બેન્કિંગ / નજીકના બેંક પોઇન્ટના માધ્યમથી પેમેન્ટ બેંકમાં જમા રકમને ટ્રાન્સફર કરવા અનુરોધ કરીએ છીએ.

આની સાથે જ બેંકનો હેલ્પલાઇન નંબર 18002092265 આપવામાં આવેલ છે. આના સિવાય vcare4u@ adityabirla.bank પર ઈમેલ કરી જાણકારી લઇ શકો છો. આવું પહેલી વખત થયું નથી કે, કોઈ પોતાની પેમેન્ટ બેંકનો કારોબાર સમેટી રહ્યું હોય. આ પહેલા ટેક મહિન્દ્રા, ચોલામંડળમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનૅન્સ કંપની, આઈડીએફસી બેંક અને ટેલિનોર ફાઈનેશિયલ સર્વિસીસે પણ પોતાની પેમેન્ટ બેંક સર્વિસને બંધ કરી દીઘી છે. ભારતીય રિઝર્વ બેંકે આ બધી કંપનીઓની પેમેન્ટ બેંક સર્વિસ માટે 2015 માં લાઈસન્સ જાહેર કર્યું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.