15 ડિસેમ્બરથી આ બેંકમાં બદલાઇ જશે પૈસાની લેવડદેવડના નિયમ, જાણી લો નહીતો થશે નુકશાન

જો તમારું બચત ખાતું (Saving Accounts) દેશની બીજી સૌથી મોટી પ્રાઈવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) માં છે, તો આ સમાચાર તમે જરૂર વાંચી લો, નહીં તો તમને મોટું નુકશાન થઈ શકે છે. હકીકતમાં ICICI બેંક 15 ડિસેમ્બરથી કેશ ટ્રાન્ઝેકશન ચાર્જમાં પરિવર્તન કરવા જઈ રહી છે. 15 ડિસેમ્બરથી એક નક્કી કરેલી લિમિટ કરતા વધારે કેશ ટ્રાન્ઝેક્શન પર તમારે વધારે ચાર્જ આપવો પડશે.

આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, કેશ ટ્રાન્ઝેક્શનમાં જમાં અને ઉપાડ બંને શામેલ છે. રેગ્યુલર બચત ખાતા ધારકોને બેંક પોતાની બ્રાન્ચમાં એક નિશ્ચિત સંખ્યા સુધી ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. બેંકે અલગ અલગ બેંક ખાતાઓ પર અલગ અલગ ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ નક્કી કરી છે. આ લિમિટની ઉપર જવા પર બેંક પોતાના ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલે છે.

કેશ ટ્રાન્ઝેક્શન માટે કેટલો ચાર્જ આપવો પડશે?

1. નંબર લિમિટ : ગ્રાહક દર મહિને રેગ્યુલર બચત ખાતામાંથી 4 વાર ફ્રી માં પૈસા જમા અને ઉપાડ કરી શકે છે. એ પછી 150 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે.

2. વેલ્યુ લિમિટ : ગ્રાહક હોમ બ્રાન્ચથી જમા અને ઉપાડ મળીને એક એકાઉન્ટમાંથી દર મહિને 2 લાખ રૂપિયા વગર કોઈ ચાર્જે ઉપાડી શકશે. 2 લાખ રૂપિયાથી વધારે રકમ પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે, જે મિનિમન 150 રૂપિયા હશે. નોન-હોમ બ્રાન્ચની બાબતમાં એક દિવસમાં 25,000 રૂપિયા સુધી કેશ ટ્રાન્ઝેક્શન ફરી હશે. 25,000 રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન પર પ્રતિ 1000 રૂપિયા પર 5 રૂપિયાના હિસાબે ચાર્જ લાગશે, જે મિનિમમ 150 રૂપિયા હશે.

3. થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શન : થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શનની બાબતમાં રોજ પ્રતિ દિવસ 25,000 રૂપિયા સુધીની લેવડ-દેવડ પર 150 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. 25,000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શનની પરવાનગી નહિ મળે.

ATM ટ્રાન્ઝેક્શનના પણ બદલાયા ચાર્જ :

ICICI બેંકે કેશ ટ્રાન્ઝેક્શનની સાથે એટીએમ ટ્રાન્ઝેક્શનના ચાર્જમાં પણ પરિવર્તન કર્યા છે. વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, બેંકના ખાતા ધારકો માટે એક મહિનાના પહેલા પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી હશે. એ પછી પ્રત્યેક ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા ચાર્જ થશે. ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં કેશ વિડ્રોઅલ શામેલ છે. તેમજ નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ફ્રી હશે. એમાં બેલેન્સ ઈન્કવાયરી, મીની સ્ટેટમેન્ટ અને પિન ચેંજ શામેલ છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.