આ રુદ્રાક્ષ માંથી મળે છે સદ્દબુદ્ધી, જાણો તેની વિવિધ વિશેષતાઓ.

ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદાની સાથે ઓળખવાની રીત અને તેનું મહત્વ જાણો. જીવનમાં હંમેશા નિર્ણાયક વળાંક આવતા રહે છે, જે આપણા જીવનની દશા અને દિશા બદલી નાખે છે. જો આ નિર્ણાયક વળાંક ઉપર આપણે યોગ્ય નિર્ણય લઈએ છીએ, તો સકારાત્મક પરિવર્તન આવે છે અને જો આપણા દ્વારા લેવામાં આવેલો નિર્ણય ઉલટો પડી જાય તો પછી જે થાય છે, તે જોઇને આપણે હચમચી જઈએ છીએ એટલે પરિવર્તન નકારાત્મક આવે છે.

ઘણી વખત આપણે જાણી જોઇને તો ઘણી વખત અજાણતામાં જ આત્મવિશ્વાસથી ભરી યોગ્ય અને ખોટા નિર્ણય લેવામાં સમર્થ હોય છે, તેવામાં આપણે આપણા નિર્ણયોને સાચા ખોટા હોવાથી કોઈ વધુ ખુશી અને દુઃખ મનાવવાની જરૂરિયાત નથી હોતી કેમ કે પરિણામ ભલે જે પણ રહે, આપણે તેના માટે માનસિક રીતે તૈયાર રહીએ છીએ. પરંતુ ઘણી વખત નિર્ણય લેવામાં એવા ગૂંચવાઈ જાય છે કે પોતે નક્કી નથી કરી શકતા કે જઈએ તો ક્યાં જઈએ. તે ગૂંચવણ, તે ગેરસમજમાં તે ઘેરાયેલા હો, તો આપણેને કોઈ એવા જોઈએ જે આપણેને રસ્તો બતાવી શકે, જે આપણેને સદ્દબુદ્ધી આપી શકે.

ganesh vrudhraksha
ganesh vrudhraksha

હવે સદ્દબુદ્ધી કોણ આપે છે તે આપનારા છે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે, તેમના આશીર્વાદ હંમેશા સાથે રાખનારા તરીકે ઓળખવામાં આવે છે એક અનમોલ રત્ન જેને કહે છે ગણેશ રુદ્રાક્ષ. રુદ્રાક્ષ એટલે ભગવાન રુદ્રના અક્ષ એટલે ભગવાન શિવશંકરના નેત્રોનું જળ બિંદુ. રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે. પરંતુ ખાસ કરીને તે ગૌરી શંકર રુદ્રાક્ષ, ગણેશ રુદ્રાક્ષ અને ગૌરીપાઠ રુદ્રાક્ષ માનવામાં આવે છે. તેમાંથી ભગવાન ગણેશનો રુદ્રાક્ષ નિર્ણય લેવાની ક્ષમતાને મજબુત કરે છે. વિદ્યાર્થીઓ માટે તો તે ઘણું જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

ગણેશ રુદ્રાક્ષનું મહત્વ :ભગવાન શ્રી ગણેશ જે બુદ્ધીના દેવતા રિદ્ધી સિદ્ધીઓના સ્વામી માનવામાં આવે છે, તે શ્રી ગણેશનું સ્વરૂપ તેને માનવામાં આવે છે. માન્યતા છે કે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાથી લોકોની બુદ્ધી ઉપર તેની સકારાત્મક અસર પડે છે. જેથી લોકો મહત્વના નિર્ણયો લેવામાં કોઈ પ્રકારની મુંજવણમાં નથી પડતા. એટલું જ નહિ પરંતુ તે રુદ્રાક્ષ ધારણ કરવાથી લોકોના તમામ દુઃખ દુર થઇ જાય છે અને એશ્વર્યનું જીવન ભોગવતા અંત સમયે મોક્ષને પ્રાપ્ત થાય છે.

ganesh vrudhraksha
ganesh vrudhraksha

કેવી રીતે કરવી ગણેશ રુદ્રાક્ષની ઓળખ : ગણેશ રુદ્રાક્ષની ખાસ ઓળખાણ એ હોય છે કે રુદ્રાક્ષમાં ભગવાન ગણેશની આકૃતિ હોવી. ગણેશ રુદ્રાક્ષમાં સુંઢની જેમ જ એક ઉભરેલુ જોવા મળે છે. તે એક ઘણો જ દિવ્ય મણકો માનવામાં આવે છે.

ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ : ગણેશ રુદ્રાક્ષને લાલ દોરા કે સોના અથવા ચાંદીના તારમાં ધારણ કરવામાં આવે છે. રુદ્રાક્ષ ધારણ કરવા માટે સોમવારનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે પણ આ રુદ્રાક્ષ ધારણ કરવું ઘણું ભાગ્યશાળી અને શુભ ફળદાયક માનવામાં આવે છે.

ganesh vrudhraksha
ganesh vrudhraksha

અમારી સલાહ છે કે કોઈ પણ રત્ન ભલે મોતી હોય કે રુદ્રાક્ષને ધારણ કરતા પહેલા કોઈ વિદ્વાન જ્યોતિષ પાસે સલાહ જરૂર લેવી જોઈએ. રુદ્રાક્ષ હોય કે બીજા રત્ન ધારણ કરતા પહેલા પોતાની કુંડળી જરૂર બતાવી દેવી જોઈએ. કેમ કે રુદ્રાક્ષ કે રત્ન પ્રભાવી ત્યારે રહે છે જયારે તમે તેને તમારી કુંડળીમાં ગ્રહોની દશા અને દિશા મુજબ ધારણ કરો છો.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.