ફક્ત 17 હજાર રૂપિયા પગાર લે છે આ દેશના પ્રધાનમંત્રી… સાંસદ મંત્રી દુકાન લગાવીને કરે છે કામ

દુનિયાભરમાં એવા ઘણા નેતા છે જેમની શક્તિનો ડંકો આખી દુનિયામાં વાગે છે. આખા વિશ્વમાં આ નેતાઓને સૌથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ નેતા કેટલુ કમાય છે. આજે અમે તમને વિશ્વમાં પ્રભાવશાળી નેતાના પગાર વિષે જણાવવાના છીએ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો પોતે જ એટલા રઈસ છે કે તેને કોઈ પગારની જરૂર નથી. પરંતુ તેમ છતાં આ હોદ્દા ઉપર તેમને વર્ષનો ૨.૭૦ કરોડ રૂપિયાનો પગાર મળે છે. સિંગાપુરના પ્રધાનમંત્રી લીસેન લુંગનો વર્ષનો પગાર ૧૧.૩૦ કરોડ રૂપિયા છે.

લુજમેવર્ગના પ્રધાનમંત્રી જોવિયર બીટેલ આખું વર્ષ દેશની સેવા કરવાના બદલે ૨.૨૦ કરોડ રૂપિયા કમાય છે. આયરલેન્ડના પ્રેઝીડેંટ માઈકલ ડી હિંગીસનો વર્ષનો પગાર ૨.૨૦ કરોડ રૂપિયા છે. જર્મનીના ચાંસલર એંજેલ માર્કેલ તે હોદ્દા માટે વર્ષનો ૧.૫૫ કરોડનો પગાર લે છે. દુનિયાભરમાં ફ્રાંસનો ઘણો દબદબો છે. આ દેશના પ્રેઝીડેંટ ફ્રાંસવા હોલાંદે ૧.૩૪ કરોડ રૂપિયા કમાય છે. સૌથી શક્તિશાળી દેશો માંથી એક ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી થેરેસા વર્ષમાં ૧.૨ કરોડ રૂપિયા પગાર લે છે.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીસ ટુતોનો વર્ષનો પગાર ૧.૯ કરોડ રૂપિયા છે. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જોન કી ની વર્ષની આવક રૂસમાં ૧.૯ કરોડ રૂપિયા મળે છે. ઇટલીના રાષ્ટ્રપતિ જાર્જિયા નેપોલીતાને વર્ષમાં ૧.૮ કરોડ રૂપિયા પગાર મળે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીને વર્ષનો પગાર માત્ર ૧૮.૯ લાખ રૂપિયા મળે છે. ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગને દેશની સરકાર ૧૩.૮ લાખ રૂપિયા વર્ષનો પગાર આપે છે.

તિબેટની નિર્વાસિત સરકાર ૨.૨ કરોડ ડોલરના સામાન્ય બજેટથી દુનિયાના ૧૨ દેશોમાં લગભગ ૧.૫૦ લાખ તિબેટીઓના હિતનું રક્ષણ કરે છે. તિબેટની નિર્વાસિત સરકારના પ્રધાનમંત્રી ડો. લોબસાંગનો મહિનાનો પગારે માત્ર ૧૭ હજાર રૂપિયા છે.

આ છે દુનિયાના નેતાઓનો પગાર : આ યાદીમાં સૌથી પાછળ ભારત અને તેના સામેના દેશ ચીનનું નામ આવે છે. બીજા દેશોની સરખામણીમાં ભારત અને ચીનને ઘણો ઓછો પગાર મળે છે. પ્રધાનમંત્રી મોદીના પગારથી વધુ તો આપણા દેશમાં ઊંચા હોદ્દા ઉપર બેઠેલા અધિકારોઓને જ મળી જાય છે.

માર્કેટમાં દુકાન લગાવીને કપડા વેચી થયા છે સાંસદની પત્ની, સાંસદ પણ દુકાન ઉપર તેને સાથ આપે છે :

તિબેટ નિર્વાસિત સરકારના સાંસદ છેવડ ટાસીની પત્ની છીરોડ છોટન ધનબાદના લ્હાસા માર્કેટમાં સ્ટોલ લગાવીને ગરમ કપડા વેચી રહી છે. હિમાચલ પ્રદેશમાં આવેલા સોલનના છેવડ ટાસી તિબેટ નિર્વાસિત સરકારના વિશ્વભરના આ ૪૫ સંસદ સભ્યોમાં એક છે, જે પાંચ વર્ષો માટે પ્રત્યક્ષ ચૂંટણીમાં જીતેલા હતા.

આ ચૂંટણી માટે ભારતના હિમાચલ પ્રદેશમાં ૧૦ અને દિલ્હીમાં ચાર મતદાન કેન્દ્ર સહીત નેપાળ, ભૂતાન, ઓસ્ટ્રેલીયા, યુરોપ અને અમેરિકા વગેરે દેશોમાં મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. લ્હાસા માર્કેટનો સ્ટોલ લગાવનારી છીરોડ છોટનના જણાવ્યા મુજબ પતિ પત્ની દર વર્ષે ઠંડીની સીઝનમાં ધનબાદમાં ગરમ કપડાનો સ્ટોલ લગાવીએ છીએ. પતિની દુકાન જૂની બજારમાં આવેલી લ્હાસા માર્કેટમાં હતી. જો કે તે પોતાની દુકાન કોર્ટ વળાંકના કોહીનુંર મેદાનમાં આવેલા લ્હાસા માર્કેટમાં ચલાવે છે. આ વખતે જરૂરી કામ માટે તેને ફ્રાંસ જવું પડ્યું. તેના કારણે તે ધનબાદ ન આવી શક્યા.

ધંધાથી ડોક્ટર છે પતિ : પત્ની છીરોડના જણાવ્યા મુજબ સાંસદ પતિ ધંધાથી ડોક્ટર છે. લોકોનો ઈલાજ કરે છે. ૨૦૦૫ માં તેમના લગ્ન થયા હતા. એમના બે બાળકો છે, જે ધર્મશાળામાં રહીને અભ્યાસ કરે છે. ડોક્ટરનો વ્યવસાય અને ઘર પરિવાર હોવા છતાં પણ તે સતત તિબેટી શરણાર્થીઓને તેમનો અધિકાર અપાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

વારસાગત ધંધો છે કપડા વેચવાનો : ગરમ કપડાના પોતાના ધંધાના સંબંધમાં છીરોડ કહે છે, આ તેમનું વારસાગત કામ છે. તેના દ્વારા ન માત્ર તેમને પૈસા મળે છે પરંતુ તેનાથી તેમની કળા અને સંસ્કૃતિ વણાયેલી છે. આ વારસાગત ધંધાને બચાવી રાખવા અને આખી દુનિયાને તેનાથી માહિતગાર કરાવવા માટે તે લોકો દર વર્ષે ગરમ કપડાનો સ્ટોલ લગાવે છે.