આ કૂતરો છેલ્લા 4 વર્ષથી તે જ જગ્યા પર પોતાના માલિકની રાહ જોઈ રહ્યો છે, જ્યાં બંને જુદા થયા હતા

તે કહેવત છે ને કે કુતરાથી વધુ કોઈ વફાદાર નથી હોતું. અને આપણે જોઈએ પણ છીએ કે કુતરા હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, અને માલિક ઉપર કોઈ પણ મુશ્કેલી આવે તો તેમાં તે મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે, માટે જ લોકો મોટાભાગે પોતાના ઘરમાં કુતરા પાળતા જોવા મળે છે. અને કુતરા ઘણા બુદ્ધિશાળી પણ હોય છે, અને તેનામાં થોડી એવા પ્રકારની શક્તિ હોય છે, જે બીજા પ્રાણીઓમાં ઓછી જોવા મળે છે. એવું ઘણી જગ્યાએ સાબિત પણ થઇ ચુક્યું છે. આ કહેવતને વધુ મજબુત કરે છે આ કહાની તમારે જાણવી જોઈએ.

Leo નામના કુતરા ચાર વર્ષ પહેલા પોતાના માલિકથી થાઈલેન્ડમાં ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) માંથી છુટા પડી ગયા હતા. ગુમ થઇ ગયા પછી Leo ચાર વર્ષ સુધી તે સ્થળ ઉપર પોતાના માલિકની રાહ જોતો રહ્યો.

તેમાં લોકોએ Leoની મદદ કરવાનો પ્રયાસ પણ કર્યો, તે દુબળો પાતળો થઇ ગયો હતો. તેને કોઈ બીમારી પણ થઇ ગઈ હતી. એક ૪૫ વર્ષની મહિલા તેને પોતાની સાથે લઇ ગઈ પરંતુ Leo દરેક બીજા દિવસે ભાગીને ગેસ સ્ટેશન ઉપર ઉભો થઇ જતો હતો. પછી મહિલા તેના માટે ગેસ સ્ટેશન ઉપર જ ખાવાનું મોકલતી હતી.

Anuchit Uncharoen નામના એક વ્યક્તિએ Leoની કહાની સોશિયલ મીડિયા ઉપર મૂકી અને લોકોને અપીલ કરી કે તેના માલિકને શોધવામાં મદદ કરો. સોશિય મીડિયાની શકતી Leoને કામ લાગી અને તેના જુના માલિક તેને લેવા આવી ગયા.

કહાની પૂરી થઇ જવી જોઈતી હતી પરંતુ Leo ઉપર તે મહિલાનો પણ ઉપકાર હતો જે તેને દરરોજ ખાવાનું ખવરાવતી હતી, એટલા માટે તે પોતાના જુના માલિક સાથે ન જતા તે મહિલા સાથે રહેવા માંગતો હતો.

તેના જુના માલિકે મહિલાને વચન આપ્યું કે તે Leoને મળવા આવતા રહેશે અને તેની સારવાર ઉપર જે પણ ખર્ચ થશે તે ભોગવશે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.