રૂપિયાની નોટની આ ખાસિયત વિષે જરૂર નહિ જાણતા હો, વાત જ છે એકદમ સિક્રેટ.

કાગળ માંથી નહિ પણ આમાંથી બનાવવામાં છે નોટ : વાંચો રૂપિયાની નોટોથી જોડાયેલા આ ફેક્ટ્સ

આપણે રોજ આપણા ખિસ્સામાં ઘણી નોટ રાખીને ચાલીએ છીએ, જ્યાં કાંઈક ખરીદવાનું હોય છે, તો તેનો ઉપયોગ કરીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર નોટ કઈ વસ્તુ માંથી તૈયાર કરવામાં આવે છે? મોટા ભાગના લોકો એવું વિચારે છે કે નોટને કોઈ કાગળ માંથી બનાવવામાં આવે છે, જયારે તે જવાબ ખોટો છે. કાગળની નોટની ઉંમર લાંબી નથી હોતી, એ કારણે જ નોટ તૈયાર કરવા માટે કાગળ નહિ પણ રૂ ઉપયોગમાં લેવામાં આવે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુજબ નોટમાં સો ટકા રૂ નો ઉપયોગ થાય છે, જેથી નોટ લાંબા સમય સુધી ચાલે છે.

કાગળ માંથી નહિ પણ આમાંથી બનાવવામાં છે નોટ

જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નોટ શેમાંથી બને છે, તો મોટા ભાગના લોકોનો જવાબ કાગળ હશે. પણ તમને એ જાણીને નવાઈ થશે કે નોટ કાગળની નહિ પણ રૂ ની બને છે. તેની પાછળ એક કારણ છે. ખાસ કરીને રૂ કાગળની સરખામણીમાં વધુ મજબુત હોય છે. એટલા માટે તે જલ્દી ફાટતી નથી. ભારત જ નહિ પણ ઘણા દેશોમાં નોટ બનાવવા માટે રૂ નો ઉપયોગ કરવામાં આવે છે.

કઈ વસ્તુ મેળવીને બનાવવામાં આવે છે નોટ?

રૂ ના રેસામાં લેનિન નામનું ફાઈબર હોય છે. નોટ બનાવતી વખતે રૂ ની સાથે સાથે ગેટલીન અને આધેસિવેસ નામના સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી નોટની ઉંમર લાંબી થઇ જાય છે. ભારતીય નોટોમાં સૌથી વધુ સિક્યોરીટી ફીચર હોય છે, જેના કારણે જ નકલી કે ખોટી નોટ ઉપર સરળતાથી પ્રતિબંધ લગાવી શકાય છે. ભારતીય નોટોની ડીઝાઈનને સમય સમયે બદલવામાં આવે છે.

કેવી રીતે માર્કેટમાં આવે નવી નોટ?

અધિનિયમની કલમ 22 મુજબ રીઝર્વ બેંકને ભારતમાં બેંક નોટ બહાર પાડવાની એકમાત્ર સત્તા છે. રીઝર્વ બેંક, કેન્દ્ર સરકાર અને બીજા હિતધારકોની ભલામણથી, એક વર્ષમાં મુલ્યવર્ગ મુજબ જરૂરી બેંક નોટોના પ્રમાણનું અનુમાન લગાવવામાં આવે છે અને બેંક નોટની આપૂર્તિ માટે જુદા મુદા મુદ્રા પ્રિન્ટીંગ પ્રેસો સાથે મંગાવે છે.

indian money
indian money

ફાટેલી નોટોનું શું થાય છે?

રીઝર્વ બેંક તેની સ્વચ્છ નોટ નીતિના સંદર્ભમાં જનતાને સારી ગુણવત્તા વાળી બેંકનોટ પ્રદાન કરે છે. તેના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પ્રચલન માંથી પાછી પ્રાપ્ત બેંકનોટોની તપાસ કરવામાં આવે છે અને જે પ્રચલન માટે બરાબર છે તેને ફરીથી ચાલુ રાખવામાં આવે છે, જયારે બીજી (ગંદી અને ફાટેલી-તૂટેલી)ને નષ્ટ કરી દેવામાં આવે છે. જેથી પ્રચલનમાં બેંક નોટોની ગુણવત્તા જળવાઈ રહે.

આ માહિતી ઝી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.