વીજળી વગર ચાલે છે આ ફ્રીઝ, ખુબ કમાલનું છે, જાણો ક્યાંથી ખરીદી શકશો તેને?

આ વસ્તુઓનો કરશો ઉપયોગ તો થશે સ્વાસ્થ્યને લગતા લાભ અને વીજળીની બચત, જાણો તે કમાલની વસ્તુઓ વિષે.

પ્લાસ્ટિક અને ડીસ્પોજલને કારણે પર્યાવરણને થઇ રહેલા નુકશાનને લઈને ફરીથી માટીની કુલ્લડીનો ઉપયોગ વધવા લાગ્યો છે. પણ બજારમાં માટીની કુલ્લડી, માટલા અને પારંપરિક વાસણો અને ટેબલ વેયરની પણ સંપૂર્ણ રેંજ ઉપલબ્ધ છે. ત્યાં સુધી કે કેટલીક દેશી કંપનીઓ એવી છે, જે વીજળી વગર ચાલતા માટીના ફ્રીજ પણ વેચી રહી છે.

માટીના કુકર-કડાઈથી લઈને ફ્રીજ સુધી : મોર્ડન રસોડામાં ઉપયોગ થતા લગભગ બધા વાસણો હવે માટી માંથી પણ બનાવવામાં આવી રહ્યા છે. માટીના આ વાસણ એટલા સુંદર છે કે નોનસ્ટીક કુક વેયર, સ્ટીલના વાસણ, ક્રોકરી વગેરેને સરળતાથી રિપ્લેસ કરી આપે છે.

એટલું જ નહિ સુંદરતામાં પણ માટીના વાસણ મોર્ડન કુક વેયરને ટક્કર આપતા જોવા મળે છે. પછી વાત ભલે કુકર, હાંડી, ફ્રાઈંગ પેન, બોટમ, તવો, બિરયાની પોટ, ડોગે, વોટર ફિલ્ટર અને ત્યાં સુધી કે ફ્રીજની જ કેમ ન હોય, તે ઉપરાંત સેવિંગ પોટ, ચમચી, થાળી, પ્લેટ-વાટકી, ગ્લાસ જેવા બધા ટેબલ વેયર પણ મળી રહે છે. આ સંપૂર્ણ વસ્તુ માટી માંથી બનેલી છે. તેની કિંમત રેંજ 70 રૂપિયાથી લઈને 8,000 રૂપિયા સુધી છે. તેમાં સૌથી મોંઘી પ્રોડક્ટ માટીનું ફ્રીજ જ છે.

ઓનલાઈન વિચાઈ રહ્યા છે માટીના વાસણ : માટીના આ વાસણ પસંદગીની દુકાનોમાં મળી જાય છે. તે ઓનલાઈન પ્લેટફોર્મની વાત કરીએ તો લગભગ અડધા ડઝનથી વધુ કંપનીઓ આ માટીના વાસણ વેચી રહી છે. તમે મીટ્ટીકુલ ડોટકોમ, રાજેન્દ્ર કલે હેંડીક્રાફ્ટ ડોટકોમ, જીસ્તા ડોટકોમ, માટીસુંગ ડોટકોમ અને ફ્લેહોટપોટસ ડોટકોમ વગેરે વેબસાઈટ દ્વારા આ વાસણ ખરીદી શકો છો.

કુકિંગથી લઈને ડાઈનીંગ ટેબલ ઉપર ઉપયોગમાં લેવામાં આવતા તમામ વાસણ હવે માટીના બની રહ્યા છે અને ઓનલાઈન વેચાઈ રહ્યા છે. તેમાં પાકેલું ભોજન આરોગ્ય માટે લાભદાયક રહે છે.

માટીના વાસણમાં ખાવાનું બનાવવા અને ખાવાના ઘણા ફાયદા છે. જયારે નોન સ્ટીક વાસણ અને એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ખાવાનું આરોગ્યને વધુ નુકશાન પહોચાડે છે. સાથે જ આ વાસણ પર્યાવરણને પણ નુકશાન નથી પહોચાડતા.

માટીના વાસણનો ઉપયોગ કરવાની રીત :

જયારે પણ કોઈ નવું વાસણ ખરીદો, તેના ઓછામાં ઓછા 24 કલાક માટે પાણી ભરીને રાખી દો કે કોઈ મોટા વાસણમાં પાણી ભરીને વાસણને તેમાં ડુબાડી દો. પછી સુકવીને જ તે વાસણનો ઉપયોગ કરો.

ખાવાનું બનાવતી વખતે તાપ વધુ તેજ ન રાખો. સાથે જ ગરમ વાસણને પત્થરની સ્લેબ ઉપર ન રાખો. તેના માટે સ્ટેન્ડનો ઉપયોગ કરો કે ચુલા ઉપર જ વાસણને ઠંડું થવા દો.

માટીના વાસણને ધોવા માટે રાખ, માટી કે બેકિંગ પાવડરનો ઉપયોગ કરો. તે સ્ક્રબને બદલે નારીયેલના છોતારનોનો ઉપયોગ કરો. તે વસ્તુ પણ ઓનલાઈન મળી જાય છે.

વાસણ ધોવા અને સુકવ્યા પછી જ કબાટ કે ડ્રોઅરમાં રાખો.

(ફોટા પ્રતીકાત્મક છે.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.