મંગળ ગ્રહ જીવન પર પાડે છે આ હાનિકારક પ્રભાવ, એના પ્રકોપથી બચવા માટે કરો આ સરળ ઉપાય.

મંગળના હાનિકારક પ્રભાવથી બચવા માટે કરો આ સરળ ઉપાય, જીવનની દરેક તકલીફો થાય છે દૂર

મંગલ ગ્રહને પાપી ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહને કારણે વિવાહિત જીવન ઉપર ખરાબ અસર પડે છે અને ઘણી વખત વિવાહ થવામાં આ ગ્રહ અડચણ ઉભી કરે છે. આમ તો જો આ ગ્રહ વ્યક્તિની કુંડલીમાં પહેલા, ચોથા, સાતમાં અને આઠમાં અને બારમાં ભાવમાં હોય, તો તે ગ્રહ શુભ ફળ આપે છે.

મંગલ ગ્રહને કારણે જીવનમાં આવે છે આ તકલીફો –

જે લોકોની કુંડલીમાં આ ગ્રહ ખોટા ભાવના હોય છે, તે લોકોના જીવનમાં નીચે જણાવેલી તકલીફોનો સામનો કરવો પડે છે.

મંગળ ગ્રહને ભારે હોવાથી વ્યક્તિના વિવાહ થવામાં ઘણી જ તકલીફો આવે છે અને સમયસર વિવાહ નથી થઇ શકતા.

વિવાહ થયા પછી જીવનસાથીનું જીવન દુઃખોથી ભરેલું રહે છે અને ઘણી વખત જીવનસાથીનું મૃત્યુ પણ થઇ જાય છે.

વેપાર કે કારકિર્દી ઉપર પણ આ ગ્રહની ખરાબ અસર પડે છે. આ ગ્રહને કારણે જ વેપારમાં નુકશાન થવા લાગી જાય છે અને મનપસંદ નોકરી નથી મળતી.

જો આ ગ્રહ કુંડળીમાં દ્વિતીય ભાવમાં હોય તો તે વ્યક્તિ ચોર બની જાય છે અને તેની આંખો સાથે જોડાયેલી તકલીફો રહે છે. અને પંચમ, દશમ અને અગિયારસ ભાવમાં મંગળના હોવાથી સંતાનને નુકશાન થાય છે.

મંગળ ગ્રહને શાંત કરવાના ઉપાય :–

આવી રીતે કરો સ્નાન

મંગળ ગ્રહના પ્રકોપથી બચવા માટે સ્નાન કરવાના પાણીમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખો. આ પાણીથી દર મંગળવારના દિવસે સ્નાન કરો. આ ઉપાય કરવાથી જ મગળ ગ્રહ શાંત થઇ જશે અને આ ગ્રહથી તમારું રક્ષણ થશે.

દાન

લાલ રંગ મગળ ગ્રહ સાથે જોડાયેલો માનવામાં આવે છે અને આ ગ્રહને શાંત રાખવા માટે જેટલું બની શકે એટલું દાન કરો. લાલ રંગની વસ્તુ મંગળવારના દિવસે દાન કરવાથી આ ગ્રહ કોઈ પણ પ્રકારની તકલીફ જીવનમાં નથી લાવતા.

શિવ અને હનુમાનજીની પૂજા કરો.

મંગળ ગ્રહને શાંત કરવા માટે શિવ અને હનુમાનજીની પૂજા કરવાથી ઉત્તમ ફળ આપે છે. મંગળવારના દિવસે શિવલિંગ ઉપર જળ ચડાવો અને શિવજીને લાલ રંગની વસ્તુઓ અર્પણ કરો. આવી રીતે હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ કરો. પાઠ કરતી વખતે હનુમાનને લાલ ચંદન પણ ચડાવો.

કરો આ મંત્રના જાપ

મંગળવારના દિવસે હનુમાનજીના મંત્રોના જાપ કરો સને આ મંત્રોને ઓછામાં ઓછા ૧૦૧ વખત બોલો. મંત્ર ઉપરાંત મંગળવારના દિવસે વ્રત પણ રાખો અને ગરીબ લોકોને ગોળનું દાન કરો, આ ઉપાય કરવાથી મંગળ ગ્રહના પ્રકોપથી રક્ષણ થશે અને આ ગ્રહને કારણે જે પણ દુઃખ જીવનમાં આવી રહ્યા છે તે દુર થઇ જશે.

મોન્ગ ધારણ કરો

મોન્ગ રત્ન ધારણ કરવાથી ગ્રહ શાંત રહે છે અને આ રત્નને મંગળવારના દિવસે ધારણ કરવું જોઈએ. આ રત્ન સોનું કે તાંબાની ધાતુમાં નાખીને ધારણ કરવામાં આવે છે અને તેને પહેરવાથી આ ગ્રહ શુભ ફળ આપે છે. યાદ રાખશો કે આ રત્નની અસર ૩ વર્ષોમાં સમાપ્ત થઇ જાય છે.

ગૌરી પૂજા કરો

જે કુંવારી કન્યાઓને મંગલ દોષ છે તે છોકરીઓ ગૌરી પૂજા કરે અને તુલસી માં સામે રોજ એક દીવો પ્રગટાવે. આ ઉપાય કરવાથી વહેલી તકે લગ્ન થઇ જશે. આવી રીતે જે પુરુષ લગ્નને લાયક છે અને તેના લગ્ન મંગલ ગ્રહને કારણે નથી થઇ શકતા, તે ૨૮ મંગળવાર વ્રત કરે. આ ઉપાય કરવાથી એક વર્ષની અદંર વિવાહ થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.