કેમેરામાં ઝડપાઈ ગયો આ ભયાનક જીવ. જેણે ઉડાડી દીધી આખી દુનિયાના વેજ્ઞાનિકોની ઊંઘ

પ્રાચીનકાળથી જ વિચિત્ર એવા દેખાતા માણસ અને જીવનું વર્ણન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારતથી લઇને અરબી કહાનીઓ જેવી કે અલીફ લૈલામાં પણ ઘણા પ્રકારના વિચિત્ર માણસો અને જીવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું જોવા મળે છે. આજના સમયમાં પણ ઘણા પ્રકારના વિચિત્ર જીવ (માણસ) જોવા મળે છે. હા એ અલગ વાત છે આ લોકો સામાન્ય જીવો કે માણસની જેમ દરેક જગ્યાએ નથી દેખાતા. તો આવો જાણીએ આ વિચિત્ર એવા દેખાતા જીવો વિષે જેના ડરના પડછાયામાં સદીઓ વીતી ગઈ. છતાપણ તેનું નામ નિશાન નથી મળ્યું.

ચુપાકાબરા : ૧૯૭૦ માં પહેલી વખત આ જીવને આ નામથી બોલાવવામાં આવ્યું હતું. પરંતુ ઈન્ટરનેટ પછી તેની લોકપ્રિયતા વધી ગઈ. ૧૯૯૫ માં એક રીપોર્ટ આવ્યો. જેમાં આ વિચિત્ર એવા જીવ ખેડૂત કે પશુઓ, ગાય, બકરી, કુતરા, મુરઘી અને સુઅર વગેરેને ખાવા વાળા ગણવામાં આવ્યા હતા. લોકો તેને ગોટ સકરના નામથી પણ બોલાવે છે. તે એક વખતમાં ૧૦૦ થી પણ વધુ જાનવર ખાઈ શકતા હતા. તેનો આકાર ચીમ્પાજી જેવા હોય છે અને તે કાંગારુંની જેમ કુદતા હતા. લાલ ચમકતી આંખો, ભૂરી ત્વચા અને હાથ વાળથી ભરેલા હતા. જીભ સાંપની જેમ લપલપાતી હતી.

દ જર્સી ડેવિલ : તે ઘણું જ બિહામણું જાનવર છે. તેનો સૌથી વધુ આતંક ન્યુજર્સીના વેરાન દેવદારના જંગલોમાં હતો. પોતાની ડરામણી હાજરીને કારણે તેનું નામ જર્સી ડેવિલ રાખી દેવામાં આવ્યું હતું. તેને દુનિયા ૧૭ મી સદીથી ઓળખે છે. ઘણા શોધકર્તા અને તેને નજરે જોવાવાળા બે હજારથી વધુ લોકોએ દાવો કર્યો હતો, કે એવા જીવ ખરેખર સદીઓથી અસ્તિત્વમાં છે. તેના સાડા ત્રણ પગ હોય છે. કોળી કુતરા જેવું માથું અને ઘોડા જેવો ચહેરો હતો. લાંબુ ગળું, બે જોડાયેલી લાંબી પાંખ અને ઘોડાના ખુરો જેવો અવાજ તેની ઓળખ હતી.

મોથમેન : નવેમ્બર ૧૯૬૬ માં પશ્ચિમી વર્જીનીયામાં સતત ઘણી વખત યુએફઓ જોવા મળે એવી ઘટનાઓએ જન્મ લીધો. લોકોનું કહેવું હતું કે તેમાંથી એક વિચિત્ર પ્રકારનો જીવ નીકળે છે. જોન કિલની ક્લાસિક બુકમાં આ જીવનું વિવરણ આપ્યું હતું. મોથમેનની ભવિષ્યવાણી ઉપર સેંકડો લોકોએ મોટા દેત્યાકાર પાંખો વાળા માણસને જોવાનો દાવો કર્યો.

દ ડોવર ડીમન : એપ્રિલ ૧૯૭૭ માં ડોવર મેસાચ્યુસેટ્સમાં આ વિચિત્ર જીવ જોવામાં આવ્યો હતો. તે સમયે તેને ડોવર ડીમન નામ આપવામાં આવ્યું હતું. તેને થોડા સમય માટે જ થોડા લોકોએ જોયો હતો. તેને આધુનિક સમયનો સૌથી રહસ્યમય જીવ માનવામાં આવે છે. ન્યુ ઇંગ્લેન્ડ ૧૭ વર્ષીય બીલ વાર્ટેલેટ પોતાના ત્રણ દોસ્તો સાથે ફરવા નીકળ્યા હતા, તેમણે આ વિચિત્ર પ્રાણીને જોયું. તે ઘરે આવ્યો અને યાદશક્તિ મુજબ સ્કેચ તૈયાર કર્યો.

લોન્ચ નેસ મોન્સ્ટર કે લેક મોન્સ્ટર : મોંઘા ઇલેક્ટ્રોનીક સાધનો અને ઘણા અભિયાનો છતાંપણ વેજ્ઞાનિક તેને ક્યારે પણ શોધી ન શક્યા. તે માત્ર ત્યારે દેખાયા જયારે લોકો તેના વિષે વિચારતા પણ ન હતા, અને જેમણે જોયું તે ડર્યા વગર નથી રહી શક્યા. તે જળના જીવ રહસ્યમયી છે. સંસારમાં જ્યાં પણ ઠંડા પાણીના તળાવ હોય છે ત્યાં આ મળી આવે છે. તે એટલાન્ટીક મહાસાગરના સેચાપીક બે, સ્વીડન ઝીલ, નોર્વે ઝીલમાં જોવા મળ્યા હતા.

એમમેન જીવ : યેતી, બીગ ફૂટ અને સચક્યેચ નામથી ઓળખવામાં આવતા, આ એમમેન જીવ આજ સુધી દુનિયા માટે રહસ્યમયી છે. નેશનલ જીયોગ્રાફીથી લઇને ડીસ્કવરી સુધી તેની ઉપર શોધ કરી ચુક્યા છે. તેમછતાં પણ તેના આ રહસ્ય કોઈ ઉકેલી શકાયા નથી. માનવામાં આવે છે કે આ જીવ હંમેશા ગાઢ જંગલો અને પહાડોમાં રહે છે. જેટલા લોકોએ પણ તેને જોયું તે તેને સામાન્ય માણસથી લાંબા, આખુ શરીર વાળથી ભરેલું, શક્તિશાળી અને વિચિત્ર એવી ગંધ વાળું, મોટા પગ વાળું અને જોરથી બુમો પાડતું ગણાવે છે.

વ્હાઈટ ડ્રેગન : તે દેખાવમાં ઘણું જ ભયાનક લાગે છે, અને તે ઘણું જ ઓછું જોવા મળે છે.

ગોરિલ્લા જેવા આકાર વાળો જીવ : આ જીવ તમને જોવામાં ગોરીલ્લો લાગશે પરંતુ તમે તેને ધ્યાનથી જોશો તો તે તમને કાંઈક એવું જ દેખાશે. પણ તેનું વર્તન ગોરિલ્લાથી ઘણી જ અલગ છે.

એલીયનના આકાર વાળો જીવ : નોર્થવેસ્ટર્ન પેંસીલ્વેનિયાના જંગલોમાં રાતના સમયે એક ઘણો જ વિચિત્ર જીવ જોવા મળ્યો હતો, જોવામાં તો તે એલીયન જેવો હતો પણ ઘણા લોકોનું માનવું છે કે એ એલીયન નહિ કંઈક બીજું જ હતું.

માનવના આકાર વાળો જીવ : ૨૨ નવેમ્બર ૨૦૧૨ ના રોજ રાત્રે ‘બિંગ સ્પ્રિંગ’ ના જંગલોમાં અમુક લોકોએ બાળકનો આકાર જોયો હતો. જોવામાં તો તે બાળકનો આકાર હોય એવો જ હતો. પરંતુ લોકોનું માનવું છે કે તે કોઈ ભયાનક જીવ હતો.