આ છે રિયલ લાઈફ સુપરહીરો, સ્પાઇડરમેન બનીને સાફ કરી રહ્યા છે કચરો.

દુનિયા દીવાની છે સુપરહીરો સ્પાઈડરમેનની. શું બાળકો, શું ઘરડા, બધાને સ્પાઈડરમેન ખુબ જ પસંદ આવે છે. સ્પાઈડરમેનનું નામ લેવાથી તમારા મગજમાં પીટર પાર્કરનું જ નામ આવી રહ્યું હશે, જે મોટા પડદા ઉપર સ્પાઈડરમેનની ભૂમિકા નિભાવતા જોવા મળે છે, પરંતુ અમે તમને જણાવી આપીએ કે અહિયાં પીટર પાર્કરની વાત અમે જરાપણ નથી કરી રહ્યા. જે સ્પાઈડરમેનની અમે વાત કરી રહ્યા છીએ તે એકદમ અલગ છે અને સ્પાઈડરમેન તરીકે તે અસલ જિંદગીમાં એક ખાસ કારણથી હીરો પણ બની ગયો છે.

આ સુપરહીરો ઇન્ડોનેશિયાનો છે. તે પોતાના વાસ્તવિક જીવનમાં સુપરહીરો જેવું એક મહત્વનું કાર્ય કરી રહ્યા છે. જો તે પોતાના અસલી રૂપમાં આ કામ પુરા કરી રહ્યા હોત, તો કદાચ તેની તરફ કોઈ ધ્યાન ન આપત. તેવામાં જયારે તે સ્પાઈડરમેનનો ડ્રેસ પહેરીને આ કામ પૂરું કરી રહ્યા છે. તો તે ચર્ચાનો વિષય બની ગયો છે અને તેના કારણે જ બીજા લોકોને પણ પ્રેરણા મળી રહી છે. ઇન્ડોનેશિયાના આ વ્યક્તિ સ્પાઈડરમેનની જેવું લુક બનાવીને સાફ સફાઈ કરે છે. જ્યાં પણ તેને ગંદકી દેખાય છે, તે સફાઈ કરવા લાગી જાય છે.

સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે ઇન્ડોનેશિયાના આ વ્યક્તિએ પોતાનું આ અભિયાન શરુ કર્યું છે. પોતાના કામ ઉપરાંત જે તેને સમય મળે છે, તે દરમિયાન તે સ્પાઈડરમેનનો ડ્રેસ પહેરી લે છે અને દરિયા કાંઠાનો કચરો અને રોડના કાંઠે ફેલાયેલા કચરાને સાફ કરવામાં પસાર કરે છે. આવી રીતે તે લોકો વચ્ચે સફાઈને લઈને જાગૃતતા ફેલાવાનો પ્રયાસોમાં લાગેલા છે. રૂડીએ જયારે આ કામની શરુઆત કરી તો તેની નોંધ લીધી કે કોઈ તેની ઉપર ધ્યાન નથી આપી રહ્યું.

તેને લાગવા લાગ્યું કે આવી રીતના પ્રયાસોથી ફેરફાર લાવવામાં ઘણો સમય લાગી જશે. પછી તેના મગજમાં સ્પાઈડરમેન બનવાનો આઈડિયા આવ્યો. તે મુજબ તેણે જ્યારથી સ્પાઈડરમેનનો ડ્રેસ પહેરીને સફાઈ કરવાનું શરુ કર્યું છે, ત્યારથી લોકો તેની નોંધ લેવા લાગ્યા છે, તે લોકોની નજરોમાં આવી ગયા છે અને તેને જોઇને હવે ઘણા લોકો પણ સફાઈ સાથે પોતાને જોડવા લાગ્યા છે.

રૂડી આ સમયે ૩૬ વર્ષના છે. તે સ્પાઈડરમેનનો ડ્રેસ પહેરી લે છે અને નીકળી જાય છે કચરો એકઠો કરવા માટે. દિવસભર આ કામ કર્યા પછી સાંજે ૭ વાગ્યથી એક કેફેમાં કામ કરે છે. સ્પાઈડરમેન બનીને જે કચરો સાફ કરવાનું અભિયાન રૂડીએ ચલાવ્યું છે, તેના આ પ્રયાસોને કારણે જ દુનિયામાં તેને એક વિશેષ ઓળખ મળી છે. રૂડીએ ખાસ કરીને સ્પાઈડરમેનનો આ ડ્રેસ પોતાના ભત્રીજાને ખુશ કરવા માટે એક વખત ખરીદ્યો હતો.

સરકાર પાસે રૂડી એ આશા રાખી રહ્યા છે કે પ્લાસ્ટિકને ઓછું કરવા સાથે જ કચરાના મેનેજમેન્ટને લઈને સરકાર કોઈ કડક નિયમ લાગુ કરે. રૂડીના જણાવ્યા મુજબ પ્લાસ્ટિક ખલાસ થવામાં ઘણો સમય લાગે છે. સૌથી વધુ પદુષણ પ્લાસ્ટિકને કારણે જ ફેલાઈ રહ્યું છે. તેવામાં પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જરૂરી છે.

પર્યાવરણ અને વન મંત્રાલય તરફથી વર્ષ ૨૦૧૮માં આંકડા બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઇન્ડોનેશિયામાં કચરાનું પ્રબંધન યોગ્ય રીતે ન થઇ શકવાને કારણે પદુષણની સમસ્યા ગંભીર બનતી જાય છે. એક શોધમાં એ વાત પણ સામે આવી ચુકી છે કે ચીન પછી ઇન્ડોનેશિયા જ એવો દેશ છે, જે સમુદ્રમાં સૌથી વધુ પ્લાસ્ટિક કચરો ફેલાવી રહ્યો છે. તેવામાં ઇન્ડોનેશિયામાં કચરાનું યોગ્ય પ્રબંધન કરવું ઘણું જ જરૂરી બની ગયું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.