આ છે ફેમસ બોલીવુડ અભિનેત્રીઓના ભાઈ, લાઈમલાઈટથી દૂર રહીને સંભાળે છે કરોડોનો બિઝનેસ.

જુઓ બોલીવુડ અભિનેત્રીના ભાઈઓના ફોટાઓ, રહે છે લાઇમલાઈટથી દૂર પણ કમાય છે કરોડોમાં

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચડીયાતી સુંદર અભિનેત્રીઓ છે. આ અભિનેત્રીઓ ન માત્ર અભિનયના બળ ઉપર જ નહીં પણ તેમની સુંદરતાના બળ ઉપર પણ લાખોના દિલ ઉપર રાજ કરી રહી છે. પરંતુ બોલિવૂડ સ્ટાર્સના પરિવારને લાઈમલાઈટથી દૂર રહીને પોતાનું જીવન જીવવામાં આનંદ આવે છે.

રક્ષાબંધનનો તહેવાર નજીક છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને બોલીવુડની કેટલીક અભિનેત્રીના ભાઈઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, આ પ્રખ્યાત અભિનેત્રીઓના ભાઈઓ પોતાને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે અને કરોડોનો વ્યવસાય સંભાળે છે.

અનુષ્કા શર્મા – કર્ણેશ શર્મા

અનુષ્કા શર્માનું નામ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં આવે છે. અનુષ્કાએ વર્ષ 2017 માં ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. જ્યાં આજે આખી દુનિયા અનુષ્કાને ઓળખે છે, તે જ લોકો તેના ભાઈને ઓછા ઓળખે છે. અનુષ્કાના ભાઈનું નામ કર્ણેશ શર્મા છે. કર્ણેશ વ્યવસાયિક અને વ્યક્તિગત રૂપે હંમેશા અનુષ્કાને મદદ કરે છે. તે અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ‘ક્લીન સ્લેટ ફ્લિમ્સ’ ના સહ-સ્થાપક પણ છે.

એશ્વર્યા રાય- આદિત્ય રાય :-

હુસેનની મલ્લિકા એશ્વર્યા રાયને કોણ નથી ઓળખતું. એશ્વર્યા એક એવી મહિલા છે, જેણે માત્ર સુંદરતા જ નહિ પરંતુ પોતાના જોરદાર અભિનયના જોરે લોકોના દિલ પર પણ રાજ કર્યું છે. એશ્વર્યા સુંદરતાનું ઉદાહરણ છે. એશ્વર્યા રાયનો એક હેન્ડસમ ભાઈ પણ છે, જેનું નામ આદિત્ય રાય છે. આદિત્ય વ્યવસાયે મર્ચન્ટ નેવીમાં છે અને ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવી ચુક્યા છે.

પ્રિયંકા ચોપડા – સિદ્ધાર્થ ચોપડા :-

પ્રિયંકા ચોપડા આજે બોલિવૂડની ટોચની અભિનેત્રી છે. હવે લોકો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખે છે. તે ઘણી હોલીવુડ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. પ્રિયંકા હાલમાં તેની આગામી ફિલ્મ ‘સ્કાય ઇઝ પિંક’ ને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, પ્રિયંકાના ભાઈનું નામ સિદ્ધાર્થ ચોપરા છે. સિધ્ધાર્થ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ખૂબ દૂર હોસ્પીટીલીટીના ક્ષેત્રમાં સક્રિય છે. સિદ્ધાર્થે સ્વીત્ઝરલૅન્ડ માંથી શેફની તાલીમ લીધી છે અને પુણેમાં પોતાનું પબ લાઉન્જ મગગશોટ કાફે પણ ચલાવે છે.

સુષ્મિતા સેન- રાજીવ સેન :-

સુષ્મિતા સેન બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. સુસ્મિતા સેને ફક્ત 18 વર્ષની ઉંમરે ‘મિસ યુનિવર્સ’ એટલે કે વિશ્વ સુંદરતાનો ખિતાબ જીત્યો હતો. તેણે બિવી નંબર વન, મૈં હૂં ના, મેંને પ્યાર કયો કિયા, સિર્ફ તુમ, વાસ્તુશાસ્ત્ર, ક્યોંકી મેં જુઠ નહિ બોલતા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે, હાલમાં જ સુષ્મિતાના ભાઈ રાજીવ સેને ટીવી એક્ટ્રેસ ચારુ આસોપા સાથે લગ્ન કરીને ઘણા સમાચારોમાં રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રાજીવ સેન ફેશન ઉદ્યોગમાં ખૂબ લોકપ્રિય છે અને તેના કપડાની નિકાસ આયાતનો વ્યવસાય છે.

પરિણીતી ચોપડા – શિવાંગ અને સહજ ચોપડા :-

પરિણીતી ચોપડા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. ટૂંક સમયમાં જ તેણે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. પરિણીતાને હજી ફિલ્મોમાં આવ્યાનો વધારે સમય નથી થયો, પરંતુ આટલા ઓછા સમયમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘જબરીયા જોડી’ દર્શકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, પરિણીતી ચોપરાને બે ભાઈ છે, જેના નામ શિવાંગ અને સહજ ચોપરા છે. સહજ લાઇમલાઇટથી દૂર કૂકીઝનો વ્યવસાય ચલાવે છે

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.