બેન્ક ની FD કરતા પણ વધારે વ્યાજ મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે તમારી માટે. આજકાલ લોકો રોકાણ માટે ઘણા અવઢવમાં રહેતા હોય છે, તેના માટે સરકાર દ્વારા આ એક ઉત્તમ સ્કીમ બહાર પાડી છે. કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન લોકોની આવક ઘટી ગઈ છે. તેની સાથે જ, લોકો બચતને લઈને પણ દુઃખી છે. કોઈ પણ ત્યાં રોકાણ કરવા માંગે છે, જ્યાં જમા રકમની સુરક્ષા સાથે સાથે તેની ઉપર વધુમાં વધુ રીટર્ન મળી શકે.
બચત અને રોકાણને લઈને સૌથી વધુ ચિંતા સીનીયર સીટીજન્સને રહે છે, કેમ કે તે મોટું જોખમ નથી ઉઠાવી શકતા. એટલા માટે તે રોકાણ માટે સુરક્ષિત વિકલ્પની પસંદગી કરવા માંગે છે. સુરક્ષિત રોકાણ સાથે જ સારા રીટર્ન માટે પોસ્ટ ઓફીસની સીનીયર સેવિંગ સ્કીમ (SCSS) ઉત્તમ માનવામાં આવી રહી છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં બેંકોની ફિલસ ડીપોઝીટ (FD)થી વધુ રીટર્ન મળી રહ્યું છે.
સ્કીમના ફાયદા : સીનીયર સીટીજન્સ માટે શરુ કરવામાં આવેલી આ યોજનામાં 5 વર્ષ માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી લગભગ 6,85,00 રૂપિયાનું રીટર્ન મળે છે. આ રીતે રોકાણકારોને આશરે 5 વર્ષમાં 5 લાખ રૂપિયાના રોકાણ ઉપર 1,85,000 રૂપિયાનો ફાયદો થાય છે.
ફિક્સ્ડ ડીપોઝીટની સરખામણીમાં કેટલો લાભ : સ્ટેટબેંક ઓફ ઇંડિયા(SBI) ફિક્સ્ડ ડીપોઝીટ (FD) ઉપર 5.75 ટકાના દરે વ્યાજ આપી રહ્યા છે. આ રીતે જોવામાં આવે તો ફિક્સ્ડ ડીપોઝીટ ઉપર સીનીયર સીટીજન સેવિંગ સ્કીમ (SCSS) ની સરખામણીમાં ઓછું રીટર્ન મળશે. જ્યાં સુધી ટેક્સની વાત છે, તો ફિક્સ્ડ ડીપોઝીટ ઉપર વાર્ષિક વ્યાજ ઉપર ટીડીએસ કપાય છે, પરંતુ સીનીયર સીટીજન સેવિંગ સ્કીમમાં રોકાણ ઉપર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ છૂટ મળે છે.
કોણ કરી શકે છે રોકાણ : સીનીયર સીટીઝન સ્કીમમાં 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિક જ ખાતું ખોલાવી શકે છે. આમ તો, જે લોકોએ વોલીયન્ટરી રીટાયરમેંટ સ્કીમ હેઠળ સેવા નિવૃત્તિ લઇ લીધી છે, તે લોકો આ સ્કીમમાં 60 વર્ષની ઉંમર પહેલા ખાતું ખોલાવી શકે છે. તેમ જ આ સ્કીમ હેઠળ પતિ અને પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટ રાખી શકે છે, પરંતુ તેનું રોકાણ 15 લાખથી વધુ ન હોવું જોઈએ.
કેટલું કરી શકે છે રોકાણ : આ સ્કીમમાં ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. વધુમાં વધુ 15 લાખ રૂપિયા કરી શકાય છે. આમ તો રોકાણ કરવામાં આવતી રકમ રીટાયરમેંટ બેનીફીટસની કુલ રકમથી વધુ ન હોવી જોઈએ. 1 લાખ રૂપિયાથી વધુ ના રોકાણ ઉપર ચેકથી ચુકવણી કરવાની રહેશે.
મેચ્યોરીટી : આ સ્કીમનો મેચ્યોરીટી સમયગાળો 5 વર્ષનો છે. પરંતુ મેચ્યોરીટી પછી પણ તેને 3 વર્ષ વધારી શકાય છે. મેચ્યોરીટી સમયગાળા પહેલા એકાઉન્ટ બંધ કરવા ઉપર થોડો ચાર્જ ચૂકવવો પડે છે. રોકાણના એક વર્ષ પછી ખાતું બંધ કરવાથી રોકાણની રકમના 1.5 ટકા ફી તરીકે ચૂકવવાની હોય છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.