આ છે મનોજ બાજપેયીના ગામનું ઘર, ક્યારેક આવી રીતે પસાર થતું હતું આ હીરોનું જીવન – જુઓ ફોટા.

ફિલ્મી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા મનોજ બાજપેયીના અભિનય દ્વારા લોકોના દિલોમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે, મનોજ બાજપેયીને પોતાના અભિનય માટે ભારત સરકાર તરફથી ઘણા બધા એવોર્ડ પણ મળી ચુક્યા છે. તેને ફિલ્મ જગતના ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.

મનોજ બાજપેયીની પ્રસંશા એટલા માટે કરવામાં આવે છે કે તેમણે એક ઘણી એવી નાની જગ્યાએથી બહાર આવીને ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો અને સફળતા પ્રાપ્ત કરીને પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી. પણ બોલીવુમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મનોજ બાજપેયીને ઘણો લાંબો સંઘર્ષ કરવો પડ્યો.

તે ઉપરાંત મનોજ બાજપેયીની સૌથી ખાસ વાત એ છે કે તે હજુ સુધી પોતાના વતન સાથે જોડાયેલા છે. સફળતાના આ સ્થાન ઉપર પહોચવા છતાં પણ તે પોતાના ગામને હજુ સુધી ભૂલ્યા નથી, થોડા દિવસો પહેલા જ મનોજ બાજપેયીએ સોશિયલ મીડિયા ઉપર ગામમાં રહેલા પોતાના જુના ઘરની તસ્વીર પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા ઉપર પોતાના ગામની તસ્વીર પોસ્ટ કરતા મનોજ બાજપેયીએ કેપ્શનમાં લખ્યું છે, બેલવા બિહારમાં મારા ગામનું ઘર, પિતાજીએ તેનું રીપેરીંગ કરાવ્યું અને હવે તે ચમકી રહ્યું છે.

હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું દુનિયાના આ ભાગમાં જન્મ્યો છું. ૪ કી.મી.ના અંતરે નેપાળ છે, એક નદી, એક નહેર, એક ટાઈગર રીઝર્વ, એક રેલ્વે લાઈન અને ઘણા કી.મી. સુધી ખાલી મેદાન. શિયાળામાં ઘણા ઠંડા અને ઉનાળામાં ઘણા ગરમ. મારા ગામને મિસ કરી રહ્યો છું. ગામના દિવસ શું? ગામની બપોર શું? ગામની વાત જ શું?

મનોજ બાજપેયી દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરો જોઈને સ્પષ્ટ જાણી શકાય છે કે મનોજ બાજપેયી એક ઘણો જ સાધારણ કુટુંબનો વ્યક્તિ છે. અને તેના ગામનું ઘર પણ જૂની પદ્ધતિથી બનેલું છે. મનોજ બાજપેયીના ઘરમાં ચૂલો વગેરે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. અને એક તરફ અનાજનો ઢગલો રહેલો છે.

અભિનેતા મનોજ બાજપેયી સોશિયલ મીડિયા ઉપર આ તસ્વીરો પોસ્ટ કરતા ઘણા ખુશ જોવા મળી રહ્યા હતા, પરંતુ અભિનેતા મનોજ બાજપેયીના સ્ટ્રગલની વાત કરીએ તો હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે તે પહેલી પોતાની ફિલ્મ માટે ડાયરેક્ટર પાસે કામ માગવા જતા હતા, તો નિર્દેશક તેને જોતા જ તેની તસ્વીરોને ફાડીને ફેંકી દેતા હતા.

ઘણી વખત તો એવું પણ બનતું હતું કે તેને પહેલો શોટ આપ્યા પછી જ તેને ફિલ્મ માંથી બહાર કરી દેવામાં આવતા હતા. મનોજ બાજપેયીએ ટેલીવિઝન દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેમણે ટેલીવિઝન સાથે સાથે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. થોડા સમય પહેલા તેમણે ‘દ ફેમીલી મેન’ દ્વારા ડીઝીટલ પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યો. તે ઉપરાંત હાલમાં જ રીલીઝ થયેલી વેબ સીરીઝને પણ લોકોએ ઘણી પસંદ કરી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.